22 Sep 22 : કોંગ્રેસ પાર્ટીએ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે દેશના સૌથી જૂના રાજકીય પક્ષના સર્વોચ્ચ પદ ગ્રહણ કરનાર વ્યક્તિની પસંદગીની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. અધ્યક્ષ પદ માટેની ચૂંટણી માટે 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી નામાંકન ભરવામાં આવશે. જરૂર પડશે તો 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. પાર્ટીના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીની આગેવાની હેઠળની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ હવે જાહેરનામું બહાર પાડ્યા બાદ 24 થી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

શશિ થરૂર અને અશોક ગેહલોત વચ્ચે થઈ શકે છે સ્પર્ધા. બુધવારે નોટિફિકેશન બહાર પાડવાના એક દિવસ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સ્પષ્ટ સંકેત આપ્યા બાદ શક્યતા પ્રબળ બની છે કે 22 વર્ષ પછી દેશની સૌથી જૂની પાર્ટીના પ્રમુખની ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવશે. ગેહલોતે કહ્યું કે તેઓ પાર્ટીના નિર્ણયને સ્વીકારશે, પરંતુ તે પહેલા તેઓ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા માટે મનાવવાનો છેલ્લો પ્રયાસ કરશે.

શશિ થરૂરે કરી હતી મધુસુદન મિસ્ત્રી સાથ મુલાકાત. બીજી તરફ, પહેલાથી જ ચૂંટણી લડવાના સંકેત આપી રહેલા લોકસભાના સભ્ય થરૂર બુધવારે કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા અને પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના વડા મધુસૂદન મિસ્ત્રીને મળ્યા અને નોમિનેશનની પ્રક્રિયા વિશે પૂછપરછ કરી. અન્ય કેટલાક નેતાઓ પણ ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

  • અર્બુદા ધામ ખાતે ચૌધરી સમાજનું મહાસંમેલન, વિપુલ ચૌધરીના સમર્થક મોટી સંખ્યામાં ઉપસ્થિત

22 Sep 22 : મહેસાણાના વિસનગરમાં અર્બુદા ધામમાં આજે ચૌધરી સમાજનું એક વિશાલ સંમેલન યોજાયું હતું.    આ સંમેલનમાં વિપુલ ચૌધરીના સમર્થકો ઉમટી પડ્યા હતા. જો કે વિપુલ ચૌધરીની ખુરશી ખાલી હોય તેના પર વિપુલ ચૌધરીની પાઘડી મુકવામાં આવી હતી. આ સંમેલનમાં વિપુલ ચૌધરીને જ સભાના અધ્યક્ષ બનાવ્યા હતા. ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની જગ્યાએ પ્રકાશ પટેલને ટિકિટ આપવાની માંગ કરી હતી અને આ અંગે અર્બુદા ધામના મહંત ઝાખડઋષિએ નિવેદન આપવામાં આવ્યું હતું.

આ અર્બુદા ધામમાં યોજાયેલા સંમેલનમ મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ સંમેલન સ્થળ પરથી જ વિપુલ ચૌધરીને છોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ માટે જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડ વવા માટે ઉપવાસ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જો આગામી પાંચ દિવસમાં વિપુલ ચૌધરીને નહીં છોડાય તો ગાંધીનગર ખાતે ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી.

નોંધનીય છે કે વિપુલ ચૌધરીની 800 કરોડ કરતા પણ વધારે નાણાકીય કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. તેમની સાથે તેમના CAની પણ ધરપકડ કરવામાં આવી હતી.