હવે તમારે ટ્વિટર પર ન્યૂઝ વાંચવા માટે પણ કરવુ પડશે પેમેન્ટ! એલોન મસ્કે કર્યા એલર્ટ

File Image
File Image

01 May 23 : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક ઇલોન મસ્કે શનિવારે યુઝર્સને મોટો સંકેત સાથે ઝટકો આપ્યો છે. મસ્કે ટ્વીટ કર્યું કે હવે યુઝર્સે પ્રતિ આર્ટિકલના આધારે ફી ચૂકવવી પડશે. આ સાથે, જો યુઝર્સ મંથલિ સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નથી કરતા, તો તેમણે આર્ટિકલ વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. મસ્કે કહ્યું- ઘણા લોકો માટે આ ઇન્કમ નો એક મહત્વપૂર્ણ સોર્સ બની જશે અને તેમને એટલે કે પબ્લિશર્સને યુઝર્સ માટે સારું કોન્ટેન્ટ બનાવવામાં વધુ સમય પસાર કરવા માટે દબાણ કરશે. અગાઉ, મસ્કે વેરિફાઈડ એકાઉન્ટ માંથી બ્લુ ટિક દૂર કરવાની જાહેરાત કરી હતી. મસ્કએ કહ્યું હતું કે જે યુઝર્સ બ્લુ ટિક માટે પેમેન્ટ નહીં કરે તેમને બ્લુ ટિક નહીં મળે. ઈલોન મસ્કે 12 એપ્રિલે બ્લુ ટિક વિશે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે 20 એપ્રિલથી વેરિફાઈડ એકાઉન્ટમાંથી લેગસી બ્લુ ટિક માર્ક હટાવવામાં આવશે. તેણે ટ્વીટ કરીને લખ્યું- લેગસી બ્લુ ચેકમાર્ક 20 એપ્રિલથી હટાવી દેવામાં આવશે. મસ્ક પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે જો બ્લુ ટિકની જરૂર પડશે તો તેના માટે મંથલિ ચાર્જ ચૂકવવો પડશે.

મીડિયા પબ્લિશર્સને ચાર્જ લેવાની પરમિશન આપવામાં આવશે : હવે શનિવારે એલોન મસ્કે ટ્વિટ કરીને કહ્યું કે આવતા મહિનાથી ટ્વિટર મીડિયા પબ્લિશર્સને તેમના આર્ટિકલો વાંચવા માટે યુઝર્સને ચાર્જ કરવાની પરમિશન આપશે. યુઝર્સ પાસેથી ‘પ્રતિ આર્ટિકલના આધારે’ પ્રાઇઝ લેવામાં આવશે અને જો તેઓ મંથલિ સબ્સ્ક્રિપ્શન માટે સાઇન અપ નહીં કરે તો તેઓ વધુ પેમેન્ટ કરશે. તેણે કહ્યું કે બધી ઇન્કમ કન્ટેન્ટ ક્રિએટર્સ પાસે જાય છે, જે ટ્વીટર કંઈ રાખતું નથી. પ્રતિ આર્ટિકલના આધારે લઈ શકાય છે ચાર્જ. ટેક અબજોપતિ મસ્કએ જણાવ્યું હતું કે આવતા મહિને શરૂ થનાર આ પ્લેટફોર્મ મીડિયા પબ્લિશર્સને એક ક્લિક સાથે પ્રતિ આર્ટિકલના આધારે યુઝર્સ પાસેથી ચાર્જ કરવાની પરમિશન આપશે. તેમણે કહ્યું- જે યુઝર્સ મંથલિ સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નહીં કરે અને ક્યારેક-ક્યારેક આર્ટિકલ વાંચવા માગે છે, તેમણે આર્ટિકલ દીઠ વધુ કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે આ મીડિયા સંસ્થાઓ અને જનતા બંને માટે મોટી જીત હોવી જોઈએ.

ટ્વિટર બ્લુ શું છે? : ટ્વિટરે જાહેરાત કરી હતી કે કંપની પેઇડ બ્લુ ટિક સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. શરૂઆતમાં તે યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી ભારતમાં પણ તેની શરૂઆત થઈ. આ હેઠળ, આ સર્વિસ માટે પેમેન્ટ કરનારાઓ જ તેમના એકાઉન્ટ પર બ્લુ ટિક મેળવી શકશે. ટ્વિટરે પહેલાથી જ ક્લીયર કરી દીધું છે કે જેમની પાસે પહેલાથી જ બ્લુ ટિક છે, જો તેઓ ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ નહીં કરે તો તેમની બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે. જો કોઈ યુઝર બ્લુ ટિક ઈચ્છે છે અથવા પહેલા થી મળેલી બ્લુ ટિકને જાળવી રાખવા માંગે છે, તો તેણે ટ્વિટર બ્લુ પર સબસ્ક્રાઈબ કરવું પડશે. ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂપિયા 650થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂપિયા 900 છે. ટ્વિટર પર હવે ત્રણ પ્રકારની ટિક મળી રહી છે. અગાઉ ટ્વિટર પર, વેરિફાઈડ એકાઉન્ટ પર માત્ર બ્લુ ટિક આપવામાં આવતી હતી. કંપની હવે ત્રણ પ્રકારના માર્ક્સ આપી રહી છે. ટ્વિટર સરકાર સંબંધિત એકાઉન્ટ્સને ગ્રે ટિક, કંપનીઓને ગોલ્ડન ટિક અને અન્ય વેરિફાઈડ એકાઉન્ટ્સને બ્લુ ટિક આપી રહ્યું છે.

વધુમાં વાંચો… મે મહિનામાં લોન્ચ થશે આ 6 સ્માર્ટફોન, સેમસંગ, વનપ્લસ, ગૂગલથી લઈને લિસ્ટમાં ઘણી બ્રાન્ડના ફોન
જો તમે વધુ સારા સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવા માંગો છો, તો થોડા દિવસો રાહ જુઓ. કારણ કે આવતા મહિને મે 2023માં ઘણા શાનદાર ફીચર્સવાળા સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. આ તમામ ફોન અલગ-અલગ સેગમેન્ટમાં આવશે. સેમસંગ, ગૂગલ પિક્સેલ, વનપ્લસ અને રિયલમી જેવી પ્રીમિયમ અને પોપ્યુલર બ્રાન્ડ્સ નવા ફોન સાથે આવી રહી છે. ચાલો જાણીએ કે મે મહિનામાં કયા સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે અને તેના સ્પેસિફિકેશન શું હશે?

આ સ્માર્ટફોન મે મહિનામાં લોન્ચ થશે

Pixel 7a : Google Pixel સિરીઝ માટે 10 મેના રોજ Google I/O 2023 ઇવેન્ટ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. અફવાઓ સૂચવે છે કે સ્માર્ટફોન 90Hz રિફ્રેશ રેટ સાથે 6.1-ઇંચ AMOLED ડિસ્પ્લે અને Sony IMX787 લેન્સ સાથે 64 MP OIS કેમેરા સાથે આવી શકે છે. Pixel 7a ટેન્સર G2 ચિપસેટ અને 4,500 mAh બેટરી સાથે આવે તેવી અપેક્ષા છે.

Samsung Galaxy F54 : Samsung Galaxy F54 8GB રેમ અને 128GB ઇન્ટરનલ મેમરી સાથે આવશે. તેમાં 120Hz રિફ્રેશ રેટ, Exynos s5e8835 પ્રોસેસર અને 108 MP પ્રાઇમરી કેમેરા સાથે 6.7-ઇંચની ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે. ભારતમાં Samsung Galaxy F54ની કિંમત 24,990 રૂપિયા હોઈ શકે છે.

Poco F5 : Poco 9 મેના રોજ ‘Poco F5’ સ્માર્ટફોન લોન્ચ કરશે. સ્માર્ટફોનની બેકની પેનલમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. પોકોએ ઓફિશિયલ રીતે સ્માર્ટફોનના સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની Poco F5 સ્માર્ટફોનને 28,000 રૂપિયાથી 29,000 રૂપિયાની રેન્જમાં ઓફર કરી શકે છે.

Pixel Fold : એવું માનવામાં આવે છે કે ગૂગલ મે મહિનામાં તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. સ્માર્ટફોન 5.8-ઇંચ કવર ડિસ્પ્લે અને 7.69-ઇંચની ઇન્ટરનલ ડિસ્પ્લે સાથે આવી શકે છે. પિક્સેલ ફોલ્ડ બેકના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ અને સેલ્ફી માટે બે પંચ-હોલ કેમેરા સાથે આવી શકે છે.

Realme 11 Pro+ અને Realme 11 Pro : Realme એ કન્ફોર્મ કર્યું છે કે તેની 11 Pro સીરીઝ ભારતમાં મે મહિનામાં લોન્ચ કરવામાં આવશે. Realme 11 Pro 108MP રીઅર કેમેરા અને ડાયમેન્સિટી 7000 સિરીઝ ચિપસેટ સાથે આવવા માટે સેટ છે. સ્માર્ટફોનમાં 5,000mAh બેટરી છે. દરમિયાન, Realme 11 Pro+ ડાયમેન્સિટી 7000-સિરીઝ ચિપસેટ અને 6.7-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે સાથે આવી શકે છે. આ સ્માર્ટફોન 200MP પ્રાઇમરી કેમેરા સેન્સર અને 16MP સેલ્ફી કેમેરા સાથે આવી શકે છે.

OnePlus Nord 3 : OnePlus Nord 3 ભારતમાં મેના અંતમાં લોન્ચ થવાની ધારણા છે. આ સ્માર્ટફોન 120Hz રિફ્રેશ રેટ અને ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 9000 5G પ્રોસેસર સાથે 6.7-ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે સાથે આવી શકે છે. Nord 3 5,000mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જર સાથે આવવાની ધારણા છે, સ્માર્ટફોનની કિંમત ભારતમાં 30,000-40,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

વધુમાં વાંચો… આનંદ મહિન્દ્રાએ સ્કોર્પિયોથી બદલી લીધું મહિન્દ્રા ગ્રુપનું નસીબ, આજે કરોડો ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત
આજે આનંદ મહિન્દ્રાનો જન્મદિવસ છે. તેઓ આજે 68 વર્ષના થયા છે. તમને જણાવી દઈએ કે આનંદ મહિન્દ્રાનો જન્મ 1 મે 1955ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના નેતૃત્વ હેઠળ, $19 બિલિયનનું વિશાળકાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ દિવસ-રાત ચારગણી પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યું છે. મહિન્દ્રા ગ્રુપ ઓટોમોબાઈલ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ સહિત લગભગ 22 સેક્ટરમાં કામ કરે છે. છેવટે, કેવી રીતે આનંદ મહિન્દ્રા મહિન્દ્રા ગ્રૂપને બિઝનેસની ઉંચાઈ પર લઈ ગયા. કેવી રીતે તેમણે મહિન્દ્રા ગ્રુપની ઓળખ બદલી. આનંદ મહિન્દ્રા હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી MBA નો અભ્યાસ કર્યો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સ એક સમયે આનંદ મહિન્દ્રાના ક્લાસમેટ હતા. બંને હાર્વર્ડ યુનિવર્સિટી માં સાથે ભણતા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા યુજીન સ્ટીલ કંપની લિમિટેડમાં કામ કરવાનું શરૂ કર્યું. લગભગ 8 વર્ષ સુધી આ કંપનીમાં કામ કર્યા બાદ તેમને કંપનીના ચેરમેન અને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરનું પદ આપવામાં આવ્યું.

સ્કોર્પિયોના લોન્ચથી જૂથનું નસીબ બદલાઈ ગયું : મહિન્દ્રા ગ્રૂપની ઓળખ અગાઉ કૃષિ, ઓફ-રોડ વાહનો અને ટ્રેક્ટરના ઉત્પાદન સુધી મર્યાદિત હતી. જો કે, જ્યારે આનંદ મહિન્દ્રાએ જૂથની બાગડોર સંભાળી ત્યારે ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેઓએ વર્ષ 2002માં ભારતીય બજારમાં સ્કોર્પિયો લોન્ચ કરી. સ્કોર્પિયોએ આનંદ મહિન્દ્રા સહિતના ગ્રુપની ઓળખ બદલ વાનું કામ કર્યું. સ્કોર્પિયોએ મહિન્દ્રાને શહેરથી લઈને ગામડાઓ સુધીનું મોટું બજાર આપ્યું. આ પછી બોલેરોને પણ જબરદસ્ત સફળતા મળી. ફોર્બ્સ અનુસાર, આનંદ મહિન્દ્રાની સંપત્તિ 2.1 અબજ ડોલર એટલે કે 17,166 કરોડ રૂપિયા છે. જોકે, આનંદ મહિન્દ્રા પોતે સોશિયલ મીડિયા પર ઘણી વખત લખી ચૂક્યા છે કે તેમને દેશ કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બનવામાં રસ નથી. તે પોતાના કામથી ખુશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here