01 Sep 22 : એક બાજુ ગુજરાતમાં ભણેલા 3 લાખથી વધુ બેકારો સરકારી ચોપડે નોંધાયા છે આ ડીગ્રી ધારકો અત્યારે ફાંફા મારી રહ્યા છે ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ભાજપ તેના 3400 કાર્યકરોને યુવક સેવા વિભાગમાં સંયોજકની નોકરી આપશે. વિધાનસભા ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કાર્યકરોને સાચવવાની કવાયત પણ આ કહી શકાય છે. અત્યારે નોકરી આપવાની પેરવી કરાઈ રહી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

અગાઉ ભાજપના સંયોજકોને છૂટા કરી દેવાયા હતા પરંતુ ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે ફરી સંયોજકોને નોકરી આપવામાં આવશે.

અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના કાર્યકાળ દરમિયાન યુવા વિકાસ બોર્ડ વિખેરાતા સંયોજકો છૂટા કરાયા હતા પરંતુ ફરીથી તેમને સંયોજકની નોકરી મળી રહી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને ફરી યુવક સેવા સંસ્કૃતિ બોર્ડ કાર્યરત કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને 15 જેટલા ઝોનની અંદર કાર્યકરોની ભરતી કરવામાં આવશે.

મળતી વિગતો અનુસાર 800 જેટલા કાર્યકરોની ભરતી થઈ ચૂકી છે. જેઓ ખાસ કરીને સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરશે. ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે ભાજપ દ્વારા દરેક મોરચે જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કોઈ કચાસ ના રાખવામાં માનનાર ભાજપ પક્ષ દ્વારા સંયોજકો પણ પણ પ્રચારમાં આ રીતે ઉતારવામાં આવશે. જે પક્ષનો પ્રચાર કરશે.

આ પ્રકારના પગારધોરણ રહશે – સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સંયોજકોને તાલુકાથી લઈને ઝોન પ્રમાણે અલગ અલગ પગાર ચૂકવવામાં આવશે. જેમાં તાલુકા લેવલે 12 હજાર પગાર ચૂકવાશે. જિલ્લા સંયોજકને રુ. 17 હજાર તેમજ ઝોન સંયોજકને રુ. 25 હજાર સુધી નો પગાર મળશે. ખાસ કરીને ઘણા એવા કર્મચારીઓ છે જેમને બહું ઓછો પગાર મળે છે ત્યારે આ કર્મચારીઓને 12થી 15 હજાર પગાર પણ ચૂકવાઈ