અરવિંદ કેજરીવાલે ભાવનગરની લીધી મુલાકાત,ગુજરાત સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ,ગુજરાતમાં કાગળ પર જ દારૂ બંધી

26 July 22 : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર પહોંચ્યા હતા.ભાવનગર સર.ટી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.કેજરીવાલે બીજેપીની સરકારને ગેરતા કહ્યું કે ગુજરાત માં દારૂ બંધી છે તો દારૂ આવે છે ક્યાંથી ? દારૂ બંધી સિર્ફ કાગળ પર જ ચલાવામાં આવી રહી છે.જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યું કે મોત દારૂમાં ભેળસેળ કેમિકલથી થયા છે ત્યારે કેજરીવાલે જવાબ આપ્યો હતો કે દારૂમાં કેમિકલ નાખવામાં આવ્યું હતું પણ દારૂ આવ્યો ક્યાંથી ? ગુજરાતમાં દારૂ બંધી છે તો દારૂ નું વેચાણ કઈ રીતે થઈ રહ્યું છે ?

કેજરીવાલે વધુમાં કહ્યું કે હું રાજનીતિ કરવા નથી આવ્યો પણ ભારતનો એક નાગરિક હોવાને નાતે અહીં મુલાકાતે આવ્યો છું.ગુજરાત સરકાર જવાબ આપે કે દારૂ બંધી કેમ કાગળ પર જ સીમિત રાખી છે.જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુજરાતમાં કડક દારૂ બંધી કરવામાં આવશે તેવું અરવિંદ કેજરીવાલ જણાવ્યું હતું. કથિત લઠ્ઠાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે . જેમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી જયેશ અને સંજય કૌટુંબિક સંબધી છે . તથા ફેકટરી માલિક સમીર પટેલની ચાલી પૂછપરછ રહી છે . તેમજ 5 મહિનાથી જયેશ મિથેનોલની ચોરી કરતો હતો . તેમાં થોડું થોડું કરીને 600 લીટર કેમિકલ ચોરી કર્યું હોવાની માહિતી સામે આવી છે . 33 રૂપિયા લીટરનું કેમિકલ 3.150 થી 200 માં વેચ્યું ઉલ્લેખનીય છે કે 35 રૂપિયા લીટરનું કેમિકલ 3150 થી 200 માં વેચ્યું હોવાનું માહિતી છે . તથા જયેશે 40 હજાર રૂપિયાનું કેમિકલ મોકલ્યુ હતો . રૂપિયા 1500 ભાડા રૂપે લીધા હતા . તેમાં જયેશ અને બંટી મુખ્ય આરોપી છે . તેમજ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 41500 રિકવર કર્યા છે . ફેકટરી માલિક સમીર પટેલની પૂછપરછમાં ખબર પડી છેલ્લા 5 મહિનાથી જયેશ મિથેનોલની ચોરી કરતો હતો . જેમાં બેરલમાંથી થોડું થોડું કરીને 6૦૦ લીટર કેમિકલ ચોરી કર્યું હોવાની માહિતી આપી હતી . તેમજ જયેશના પિતા રમેશ અને જીતેન્દ્રની પણ પૂછપરછ ચાલી રહી છે .