
દેશની સૌથી મોટી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ઓલા ઈલેક્ટ્રીક શેરબજારમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. કંપની IPO (initial public offering) લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ઓલા ઈલેક્ટ્રિક IPO દ્વારા માર્કેટમાંથી 800 થી 1000 મિલિયન ડોલર એટલે કે 6560 થી 8200 કરોડ એકત્ર કરી શકે છે. કંપની ટૂંક સમયમાં IPO લાવવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કરી શકે છે.
ઓલા (Ola) ઈલેક્ટ્રિક ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં આઈપીઓ (IPO) લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની IPO દ્વારા 10 બિલિયન ડોલરનું વેલ્યુ એશન મેળવી શકે છે. કંપનીને આ વેલ્યુએશન મળે છે જે તેને બજાજ ઓટો અને આઈશર મોટર્સ પછી ત્રીજી સૌથી વેલ્યુબલ ટુ-વ્હીલર કંપની બની જશે. અને આઈપીઓમાંથી મળેલી રકમ દ્વારા કંપની મૂડી ખર્ચ માટે ભંડોળ પૂરું પાડશે. ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓમાં ફ્રેશ શેરની સાથે ઓફર ફોર સેલ દ્વારા શેર પણ વેચવામાં આવશે. ઓફર ફોર સેલ દ્વારા હાલના રોકાણકારો IPOમાં કંપનીમાં તેમનો હિસ્સો ઘટાડશે. કંપની કુલ 10 ટકા હિસ્સો વેચવાનું વિચારી રહી છે. ઓલા ઈલેક્ટ્રીકે આઈપીઓ લોન્ચ કરવા માટે ગોલ્ડમેન સૅક્સ (Goldman Sachs), આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ,એક્સિસ કેપિટલ અને કોટક સિક્યોરિટીઝને લીડ મેનેજર તરીકે હાયર કર્યા છે. અગાઉ જાન્યુઆરી 2022 માં, કંપનીએ રોકાણકારો પાસે થી 200 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા, ત્યારબાદ કંપનીનું વેલ્યુશન 5 બિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્પેસમાં ઓલા ઈલેક્ટ્રિકનો 28 ટકા માર્કેટ શેર છે. છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ 60,735 ટુ-વ્હીલરનું વેચાણ કર્યું છે.
કંપની તમિલનાડુમાં કૃષ્ણાગિરી ખાતે 5 GW ક્ષમતાની લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની યોજના બનાવી રહી છે. બાદમાં ક્ષમતા વધારીને 20 GW કરવાની યોજના છે. PLI યોજના હેઠળ ભારત સરકારે તેને એડવાન્સ સેલ બનાવવા માટે કંપનીને બેટરી સેલ કેપેસિટી અલોટ કરી છે. કંપનીએ 500 મિલિ. ડોલરના રોકાણની જાહેરાત કરી છે.
વધુમાં વાંચો… SBI સહિત આ બેંકોમાં બદલવા જઈ રહ્યા છે 2000 રૂપિયાની નોટ, તો ચૂકવવું પડશે ચાર્જ: કરોડો ગ્રાહકોને લાગ્યો ફટકો
જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે તો હવે તમારા માટે ટેન્શનના સમાચાર છે. RBIએ તાજેતરમાં 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. જો તમારી પાસે પણ તમારા લોકરમાં 2000ની નોટ છે, તો હવે તમારે તેને બદલવા માટે તમારા ખિસ્સામાંથી રૂપિયા ખર્ચવા પડશે. એસબીઆઈ (SBI) સહિત ઘણી બેંકો નોટો બદલવા માટે ચાર્જ વસૂલી રહી છે. તો ચાલો જાણીએ કે કઈ બેંક કેટલા રૂપિયા ચાર્જ કરી રહી છે. આરબીઆઈ (RBI) એ ગ્રાહકોને 2000 રૂપિયાની 10 નોટો એટલે કે 20,000 રૂપિયા એક સાથે બદલવાની મંજૂરી આપી છે. ગ્રાહકો 23 મે 2023 થી 30 સપ્ટેમ્બર 2023 સુધી નોટો બદલી શકશે. હાલમાં બેંકોએ નોટ બદલવા માટે ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે. જો કે, આરબીઆઈએ એક વ્યક્તિ કેટલી વખત નોટો બદલી કે જમા કરી શકે છે તેના પર કોઈ મર્યાદા લાદી નથી. આપને જણાવી દઈએ કે, ભારતીય સ્ટેટ બેંક, HDFC બેંક, ICICI બેંક અને કોટક બેંકે ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવીએ કે તમને કેટલી ફ્રી ડિપોઝીટ મળશે અને કેટલો ચાર્જ લેવામાં આવશે…
State Bank of India : એસબીઆઈ (SBI) ગ્રાહકોને 3 ફ્રી કેશ ડિપોઝીટની સુવિધા આપી રહી છે. તે જ સમયે, તેના પછી બેંકે 50 રૂપિયાની સાથે GST લેવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય આ સુવિધા કોઈપણ ગ્રાહકને તેના ખાતામાં રૂપિયા જમા કરાવવા માટે પણ લાગુ પડશે. તે જ સમયે, ડેબિટ કાર્ડ દ્વારા રૂપિયા જમા કરાવવા પર 22 રૂપિયાની સાથે GST જમા કરાવવો પડશે.
HDFC Bank : આ સિવાય પ્રાઈવેટ બેંક એચડીએફસી બેંક (HDFC Bank) ગ્રાહકોને દર મહિને 4 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી રહી છે. બીજી તરફ, જો તમે આ મર્યાદા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે ટ્રાન્ઝેક્શન ફી તરીકે 150 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય લિમિટ પછી ગ્રાહકો દર મહિને 2 લાખ રૂપિયા જમા કરાવી શકશે. તે જ સમયે, જો તમે તેનાથી વધુ કરો છો તો તમારે 5 રૂપિયા અથવા 150 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે.
ICICI Bank : આ સિવાય પ્રાઈવેટ સેક્ટરે એક મહિનામાં 4 વખત ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી છે. આનાથી વધુ ટ્રાન્ઝેક્શન માટે 150 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. ગ્રાહકો એક મહિનામાં તેમના બચત ખાતામાં માત્ર 1 લાખ રૂપિયા જ જમા કરાવી શકે છે. આ મર્યાદા પછી પ્રતિ 1000 પર 5 રૂપિયા અથવા 150 રૂપિયા બેમાંથી જે વધારે હોય.
વધુમાં વાંચો… જાણવા જેવુ – RBI આવી રીતે લગાવશે 2000 રૂપિયાની નોટોને ઠેકાણે, આવી હોય છે સમગ્ર પ્રોસેસ
23 મેથી દેશભરમાં 2000ની નોટ બદલવાનું કામ શરૂ થઈ ગયું છે. 2000ની નોટો રાખનાર કોઈપણ વ્યક્તિ બેંકમાંથી નોટો બદલવાની પ્રક્રિયામાં કોઈને કોઈ સ્વરૂપે સામેલ છે. કારણ કે, સરકારે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલવાની સમયમર્યાદા આપી છે. તેના માટે રિઝર્વ બેંકે કેટલીક ગાઈડલાઈન પણ જારી કરી છે. પરંતુ તમારા મનમાં એક સવાલ ઉઠતો જ હશે કે આટલી બધી 2000ની નોટોનું રિઝર્વ બેંક શું કરશે? આ લેખમાં, તમને આ બધા પ્રશ્નોના જવાબો સરળ શબ્દોમાં મળી જશે. માહિતી મુજબ, પહેલાં બંધ થયેલી નોટો RBIની 19 અલગ-અલગ પ્રાદેશિક કચેરીઓ સુધી પહોંચે છે. તેના પછી, નોટોને કરન્સી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ સિસ્ટમ (CVPS) ની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેમાં અસલી અને નકલી નોટો પણ ઓળખવામાં આવે છે. તેના પછી આરબીઆઈ મશીનો નોટોને કટકામાં ફેરવી દે છે. આપને જણાવી દઈએ કે, રિઝર્વ બેંકે દેશભરમાં નોટોના ટુકડા કરવા માટે 60 થી વધુ મશીનો લગાવ્યા છે. 2000ની નોટોને કટકા કર્યા બાદ આ નોટોની બ્રિક્સ તૈયાર કરવામાં આવે છે. તેના પછી કાગળને ટેન્ડર પ્રોસેસ દ્વારા રિસાયક્લિંગ કંપનીઓને વેચવામાં આવે છે.
બનાવવામાં આવે છે સુંદર ગિફ્ટ. રિસાયક્લિંગ કંપની તેમને ગિફ્ટ મેકર્સને સેલ કરી દે છે. તેના પછી આ કટકામાંથી શાનદાર ગિફ્ટ પેક બનાવવામાં આવે છે. કાર્ડબોર્ડ, પેન, ટેબલ લેમ્પ, કોસ્ટર વગેરે ગિફ્ટ કરવામાં આવે છે. આ ભેટો આરબીઆઈની સોવેનિયર શોપમાંથી ખરીદી શકાય છે. આટલું જ નહીં, નેશનલ સ્કૂલ ઓફ ડિઝાઇન (NID) ના બાળકો પણ આ ક્લિપિંગ્સમાંથી ગિફ્ટ આઈટમ્સ બનાવે છે. કોકાટાના મ્યુઝિયમમાં પણ આરબીઆઈની એક દુકાન છે. જેના પર નોટ ક્લિપિંગ્સમાંથી બનાવેલી ગિફ્ટ ઈંટમો ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, દેશના માર્કેટમાંથી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે લોકોના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે કે આ 2000 રૂપિયાની નોટનું હવે શું થશે? તો તેને પ્રોસેસ કરી વિવિધ ગિફ્ટ આઈટમો બનાવવામાં આવશે.