22 Sep 22 : જામનગરની સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ સત્યમ કોલોનીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા જીવા જગાભાઇ પોપાણીયા નામના યુવાન દ્વારા એવી પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે કે છેલ્લા નવ વર્ષથી તે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાઇને જામનગરના ઓમકાર વ્યુ કોમ્પલેક્ષમાં પાય એન્ડ કાં. ના નામથી ટ્રાન્સપોર્ટ ચલાવે અને આઉટ સોર્સથી ટ્રક મંગાવીને કમીશનથી અલગ અલગ જગ્યાએ માલ પહોંચાડવાનું કામ કરે છે. છેલ્લા દોઢ વર્ષથી પોરબંદરની સૌરાષ્ટ્ર કેમીકલ્સ લી.કંપની જીવાભાઈના ટ્રાન્સપોર્ટ મારફતે પેટકોક-કોલસો જામનગરની રીલાયન્સ ફેકટરીથી પોરબંદર ફેકટરીમાં મંગાવે છે અને ટ્રકમાં ટન દીઠ ૫૦૦ રૂા. ભાડુ આપીને કોલસો મોકલાવે છે.

દરમિયાનમાં ગત તા. ૧૬-૬ ના સૌરાષ્ટ્ર કેમીકલ્સ લી. તરફથી ટેલિફોનીક જાણ કરવામાં આવી કે તમારા ટ્રાન્સપોર્ટમાંથી આવેલ માલ ભેળસેળયુકત હોવાનું લેબોરેટરીમાં જણાયું છે જેથી જીવાભાઈ ઉપરાંત ટ્રાન્સપોર્ટમાં જ નોકરી કરતા તેમના ભાણેજ ભુમિત રાવલિયા તા. ૧૮- ૬ ના પોરબંદરની સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપનીએ આવ્યા હતા અને કાગળો તપાસતા તા. ૧૫-૬ના ટ્રક ડ્રાઇવર બીજલ રામભાઈ હારણ સાથે રીલાયન્સ ફેકટરીમાંથી ૨૩ મેટ્રીક ટન પેટકોક(કોલસો) કે જેની કિંમત ૭,૨૩,૬૮૦ થાય છે તે ભરીને સૌરાષ્ટ્ર કેમીકલ કંપનીમાં મોકલવા બપોરે ૨ ને ૫૬ મીનીટે ટ્રક રવાના કર્યો હતો.

આ ટૂક ચારથી પાંચ કલાકમાં પહોંચે તેના બદલે બીજા દિવસે ૧૧ ને ૩ મિનિટે પહોંચ્યો હતો. તેજ રીતે બીજા ટ્રક ડ્રાઇવર હરપાલસિંહ એસ. રાઠોડ સાથે રીલાયન્સ ફેકટરીમાંથી ૨૩.૨૫૨ મેટ્રીક ટન વજનનો ૬,૨૩,૦૦૬નો કોલસો મોકલ્યો હતો જે પણ બીજા દિવસે મળ્યો હતો. ત્રીજા ટ્રક ડ્રાઈવર રઘુવીર સિંહ રામદેવસિંહ ગોહેલ સાથે ૨૩.૦૬૦ મેટ્રીક ટન કોલસો કે જેની કિંમત ૬,૧૧,૫૦૮ થવા જાય છે તે ટ્રક પણ બીજા દિવસે પહોંચ્યો હતો આથી કંપનીમાં તપાસતા ભેળસેળ યુકત કોલસાનો જથ્થો મળી આવતા કંપનીએ ત્રણેય ટ્રક ડ્રાઇવરો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કંપની દ્વારા ટ્રાન્સપોર્ટના ભાડા પેટે ચુકવવાના થતા ૧૯ લાખ રૂપિયાનું પેમેન્ટ સ્ટોપ કર્યુ હતું તેથી ટ્રાન્સપોર્ટના માલિકે સૌરાષ્ટ્ર કેમીકલ કંપની વતી ત્રણેય ટ્રક ડ્રાઇવરો વિરુધ્ધ ગુન્હો નોંધાવીને કંપનીને ૧૯ લાખ રૂપિયાનું નુકશાન કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે.

  • ખેડૂત નાસ્તો કરવામા વ્યસ્ત રહ્યા ને ટાબરિયો ૨,૧૦,૦૦૦/- રૂ. ભરેલ બેગ ચોરી ગયો

22 Sep : પ્રાંતિજ તાલુકાના સીતવાડા ખાતે રહેતા રાઠોડ ઈશ્વરભાઈ કાળુસિંહ કે જેવો ખેતી કરે છે અને તેવો    તા.21/09/2022 ને બુધવાર ના રોજ પ્રાંતિજ ખાતે આવેલ સાબરકાંઠા બેંક તથા HDFC માંથી પૈસા ઉપાડી ને પ્રાંતિજ ખાતે આવેલ.

બેંક ઓફ બરોડા ખાતે પૈસા ભરવા ગયા હતા પણ પાનકાર્ડ ના હોય જેને લઈ ને બેંક કર્મચારી દ્રારા માત્ર ૪૯,૦૦૦ /- ભરાશે તેવુ કહેતા તેવો પાનકાર્ડ ના હોય બેંક માંથી નિકળી ગયા હતા અને પ્રાંતિજ ભાંખ રીયા બસસ્ટેશન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકર શોપીંગ મા આવેલ ટીનુ નાસ્તા હાઉસ મા પૈસા ભરેલ બેગ લઈ ને નાસ્તો કરવા ગયા હતા અને ત્યા તેવો પોતાની પૈસા ભરેલ બેગ પાસે મુકીને નાસ્તો કરતા હતા

તે દરમ્યાન એક ટાબરિયો નાસ્તા હાઉસ મા આવી બે લાખ દશ હજાર ભરેલ બેગ લઈ ભાગી ગયો હતો તો ટાબરિયા પાસે એક યુવક પણ હતો ત્યારે તેવોને ખબર પડતા બુમાબુમ થતા તે પહેલાજ જોતજોતામાંજ એક ટાબરિયો અને એક યુવક બે લાખ દશ હજાર ભરેલ બેગ લઈ ને રફુચક્કર થઈ ગયા હતા.

તો ખેડૂત દ્રારા આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક દિપસિંહ સહિત પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને ટીનુ નાસ્તા હાઉસ મા લાગેલ સીસીટીવી ફૂટેજ તથા પાસે આવેલ પોલીસ ચોકી ના ફુટેજ સામે આવેલ મીરા એસ હોટલ તથા બેંક મા લાગેલ સીસીટીવી ફૂટેજ ના આધારે બેગ લઈ ને ભાગેલ ટાબરિયો તથા તેની સાથે રહેલ યુવક ની શોધશોળ હાથ ધરી હતી.

  • પોરબંદર જીલ્લામાં વાહન ચેકીંગ કરી કાયદેસરની કાર્યવાહી કરતી પોલીસ

22 Sep 22 : પોરબંદર શહેર અને જીલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ૩૨ ચાલકો દંડાયા છે. જેમાં ફ્રેન્સી નંબર પ્લેટ, સીટ બેલ્ટ, ચાલુ ડ્રાઈવીંગે મોબાઈલ પર વાત કરનારા શખ્સો સામે ઝુંબેશ યોજાઈ હતી. વાહનચાલકો સામે પગલા પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન થાય તેમજ નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી પોરબંદર જિલ્લા સૈનીની સુચના મુજબ વાહન ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ.

માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્યમાર્ગ ઉપર પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા અસરકારક વાહન ચેકીંગ કરી પોરબંદર પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ બ્લેક ફિલ્મના કેસ-૧, ફેન્સી નંબર પ્લેટના કેસ-૧૦, પી.યુ.સી.ના કેસ ૩, સેલફોનના કેસ-૪, ત્રણ સવારી કેસ- પોલીસ અધિક્ષક ડો. રવિમોહન, સીલ્ટબેલ્ટના કેસ-૩ અન્ય કેસ -૪ મળી કુલ પાવતી-૩૨ અને કુલ દંડ રૂપિયા ૧૨૦૦૦ કરવામાં આવેલ.

પોરબંદરના ઝુરીબાગ શેરી નં ૫ માં રહેતા વિવેક દેવજી જુંગીને રામધુન મંદીર સામે રોડ ઉપરથી વ્હીસ્કીની બે બોટલ સહિત ૭૫૦ ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.તે ઉપરાંત ખારવાવાડ મિઠી મસ્જીદ પાછળ રહેતા સુનીલ કાનજી સોનેરીને બે લીટર દારૂ સાથે પકડી લેવાયો છે. આદિત્યાણા બાય પાસ રોડ ઉપર રહેતા નરેશ હીરા લીંબોલાને ૧૦૦ રૂપિયાના દારૂ સાથે પકડી લીધા બાદ આ દારૂ આપનાર અમરા કરમણ મોરી સામે પણ ગુન્હો દાખલ થયો છે. નવાકુંભારવાડાના અલ્પેશ લખમણ વાઘેલા, ઓડદરના નાગબાઈ સીમ વિસ્તારના માલદે અરજન ઓડેદરા સામે પણ ફરીયાદ દાખલ થઇ છે.