21 Aug 22 : ભગવાન કૃષ્ણના અવતરણ દિનની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાન થકી 5 પીડિતોને નવ અવતરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન થયા છે. ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિન જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં થયેલા અંગદાન થી 5 પીડિત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

આ બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં 4 કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જે સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા. તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદા વાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે .

  • ભરુચ બાયપાસથી કંથારીયા ,થામ સુધીનો રસ્તો બિસ્માર બનતા લોકોમાં રોષ.

21 Aug 22 : મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડી જતા અકસ્માતો નો ભય.કંથારીયા ગામ ના સરપંચ સહિત આગેવાનોએ કાર્યપાલક ઇન્જિનને રસ્તા બાબતે કરી રજૂઆત.સ્થાનિકોએ 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું. 24 કલાકમાં રસ્તાનું સમારકામ હાથ ન ધરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

ભરૂચ બાયપાસ થી જંબુસરના માર્ગને જોડતો મુખ્ય રસ્તો પણ વિલાયત જીઆઇડીસી, ગધાર પેટ્રોલ કેમિકલ્સ તથા ONGC સહિતની મોટી કંપનીના તમામ વાહનો આ રોડનો ઉપયોગ કરે છે ત્યારે શહેરના પ્રવેશે માર્ગ સમાન રોડ ની હાલત છેલ્લા ઘણા સમયથી દયનીય બની જવા પામી છે.. સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠી એ જણાવ્યું હતું કે આ મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે અને ખરાબ રસ્તા ઓ ના પગલે અકસ્માતોના બનાવો પણ અવારનવાર બનતા હોય છે.જેના પગલે સ્થાનિક આગેવાનો ગામના સરપંચો દ્વારા અવાર નવાર મુખ્ય માર્ગ માટે રજૂઆતો કરવા આવી છે..
બાઈપાસ થી જંબુસર ને જોડતો મુખ્ય માર્ગની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે આજરોજ સ્થાનિક આગેવાનો એ આંખ આડા કાન કરતા અધિકારીઓના કાન મરડવા માટે ગામના સરપંચો સ્થાનિક આગેવાનો દ્વારા કાર્યપાલિક એન્જિનિયરિંગ ની કચેરીએ ઉગ્ર રજૂઆત કરી 24 કલાકમાં રોડનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવે નહીં તો આવનાર 24 કલાક બાદ સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ સાથે જન આંદોલન ની ચીમકી ઉચ્ચારી રજુઆત કરવામાં આવી હતી.