રાજકોટ, બાળ દિન નિમિત્તે બાળકોને પ્રવાસ સાથે ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન અપાયું : આરતીબા

15 Nov 22 : રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ) ની એક સંયુક્ત યાદી જણાવે છે કે વર્ષોની પરંપરા મુજબ રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ દ્વારા બાળ દિન 2022 ની ભવ્ય રીતે અફલાતૂન ઉજવણી નિ:શુલ્ક કોઈપણ જાતના ચાર્જ વગર કરવામાં આવી હતી.

સૌપ્રથમ રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર આવેલ નટેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શહેરની જુદી જુદી સ્કૂલોના જુદા જુદા વિસ્તારો જેવા કે વાણીયાવાડી, કોઠારીયા કોલોની, દૂધની ડેરી, કુંભારવાડા, લક્ષ્મીવાડી, દેવપરા, હુડકો સહિતના અનેક વિસ્તારોમાંથી 5 થી 15 વર્ષના બાળકોને એકત્ર કરાયા હતા. છેલ્લા બે દાયકા ઉપરાંતના સમયથી કરવામાં આવતા બાલ દિન કોરોનાને પગલે બાળદીનના કાર્યક્રમો બે વર્ષ બંધ રાખવામાં આવેલ પરંતુ આ વખતે બાળદિન 2022 ની ભવ્ય રીતે અને અફલાતૂન ઉજવણી કરવામાં આવી હતી મંદિરના પરિસરમાં કાર્યક્રમની શરૂઆત રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા દ્વારા કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય (ઉદ્ઘાટન) કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ તકે પોલીસ અધિકારીએ બાળકોને ટ્રાફિક એજ્યુકેશન આપેલ હતું. ટ્રાફિક ને લગતા વિવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન આપ્યું હતું. અને જણાવ્યું હતું કે પોલીસ છે એ તમારો મિત્ર છે. તમોને કોઈ કન્નડગત કરતું હોય તો માતા-પિતાને અને પોલીસને જણાવવું. બાળકોને પોલીસ અધિકારી કઈ રીતે બની શકાય તે બાબત પણ માર્ગદર્શન આપ્યું હતું અને દરેક બાળકોને શિક્ષણમાં ધ્યાન આપી સારા સંસ્કારો કેળવે એવી શુભેચ્છા પાઠવી હતી.

સંસ્થાના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ બાલદીનના કાર્યક્રમનો હેતુ સમજાવી સ્વાગત પ્રવચન કર્યું હતું સંસ્થાના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા સંસ્થા દ્વારા કરવામાં આવતી સામાજિક, સેવાકીય, વિદ્યાર્થીઓને, વાલીઓને લગતી પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. અગાઉના વર્ષોમાં કરેલ બાળ દિનો ના પ્રવાસ અંગેની માહિતી આપી હતી. સ્વાગત અને ટૂંકા વક્તવ્ય બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા આવેલ બસને રાજકોટ શહેરના નામાંકિત ડોક્ટર હેમાંગભાઈ વસાવડા (મધુરમ હોસ્પિટલ) દ્વારા લીલીઝંડી આપી બસને બાલભવન તરફ પ્રસ્થાન કરાવેલ હતું.

બાળકોના સ્વપ્ન નગરી બાલભવન નો અફલાતુન પ્રવાસ સાથે બાળકોને ભરપૂર મનોરંજન કરાવેલ જેમાં બાલભવન સ્થિત હીચકા, લપસ્યા, રકાબી, બુટ, ઉચક નિચક, ટોરાટોરા, કુદતા દેડકા, બેબી ટ્રેન સહિતના બાલ દોસ્તોને મનગમતા સાધનો ઉપર બેસાડીને આનંદ મજા કરાવતા સર્વે બાલદોસ્તો આનંદની કિકિયારીઓ સાથે જૂમી ઊઠ્યા હતા આ અંગે બાલ ભવનના સુપ્રિન્ટેન્ડેન્ટ કીરીટભાઈ વ્યાસનો સંપૂર્ણ સાથ અને સહકાર મળેલો હતો. બાળકોને ફૂડ પેકેટ અને નાસ્તાની વ્યવસ્થા બાલ ભવન અને વાલી મંડળ દ્વારા કરવામાં આવી હતી.વર્ષોની પરંપરા મુજબ બાળકોને પીકઅપ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અંતમાં આભાર વિધિ વાલી મંડળના સદસ્ય અને મહિલા સામાજીક અગ્રણી આરતીબા જાડેજા દ્વારા કરવામાં આવી હતી જેમાં બાલભવન ના ટ્રસ્ટીઓ અને રાજકોટ શહેર પોલીસ નો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે હિંમતભાઈ લાબડીયા,ડો.હેમાંગ વસાવડા, ગજેન્દ્રસિંહ ઝાલા, ટ્રાફિક એજ્યુકેશનના માનદ ઇન્સ્ટ્રક્ટર એ.વી. જોશી (એલ.આઇ.સી), ભારત સેવક સમાજના જનાર્દનભાઈ પંડ્યા, આરતીબા જાડેજા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પદ્માબા ચૌહાણ , દેવાંગભાઈ ગજ્જર, અંજનાબેન અખીયાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, મીનાબેન કપુપરા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ, પારુલ બેન સિધ્ધપુરા સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here