યુનેસ્કો અભ્યાસ રીપોર્ટ : વિશ્વના એક તૃતીયાંશ હિમનદીઓ જોખમમાં, 2050 સુધીમાં સંપૂર્ણપણે પીગળી જશે

04 Nov 22 : યુનેસ્કોએ તેના અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે, વર્લ્ડ હેરિટેજ લિસ્ટ (યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ)માં સામેલ એક તૃતીયાંશ હિમનદીઓ જોખમમાં છે અને 2050 સુધીમાં આ ગ્લેશિયર સંપૂર્ણપણે ઓગળી જશે. એજન્સીએ તાકીદ કરી છે કે, વધતા તાપમાનને નીયંત્રીત કરવા માટે પ્રયાસો વધુ તેજ કરવાની આવશ્યકતા છે. IUCANના મહાનિર્દેશક ડૉ. બ્રુનો ઓબેરાલે જણાવ્યું કે, જ્યારે ગ્લેશિયર ઝડપથી પીગળે છે ત્યારે લાખો લોકો પાણીની અછતના સંકટનો સામનો કરે છે અને પૂર જેવી કુદરતી આફતોનું જોખમ વધી જાય છે. દરિયાની સપાટી વધવાથી લાખો લોકો વિસ્થાપિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, આ અભ્યાસ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અને પ્રકૃતિ આધારિત ઉકેલો માટે તાત્કાલિક રોકાણની જરૂરિયાતને પ્રકાશિત કરે છે જે આબોહવા પરિવર્તનના સંકટને ઘટાડવામાં મદદ કરી શકે છે.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પચાસ ગ્લેશિયર્સ છે, જે પૃથ્વીના કુલ ગ્લેશિયર વિસ્તારના લગભગ 10 %નું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં માઉન્ટ એવરેસ્ટની નજીકનો સૌથી ઊંચો ગ્લેશિયર, અલાસ્કામાં સૌથી લાંબો અને આફ્રિકાનો અંતીમ બાકી હિમનદીનો સમાવેશ થાય છે. યુનેસ્કોએ આ અભ્યાસ ‘ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર’ સાથે ભાગીદારીમાં કર્યો છે. અભ્યાસ દર્શાવે છે કે, કાર્બન ડાયોક્સાઇડ (CO2)ના ઉત્સર્જનને કારણે આ હિમનદીઓ ઝડપથી ગરમ થઈ રહી છે અને વર્ષ 200થી ઝડપથી પીગળી રહી છે.

અભ્યાસ મુજબ, વર્ષ 2000થી બરફ ઝડપથી પીગળી રહ્યો છે, જેના કારણે એવો અંદાજ છે કે 2050 સુધીમાં ગ્લેશિયર્સની પચાસ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ માંથી ત્રીજા ભાગ અદૃશ્ય થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, જો તાપમાનમાં વધારો 1.5 °Cથી વધુ ન થાય, તો બાકીના બે તૃતીયાંશ સ્થળોને હિમનદીઓ બચાવી શકાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, 2050 સુધીમાં જે હિમનદીઓ સંપૂર્ણપણે પીગળી જશે તેમાં આફ્રિકામાં કિલીમંજારો નેશનલ પાર્ક અને માઉન્ટ કેન્યાનો સમાવેશ થાય છે. યુરોપમાં પાયરેનીસ અને ડોલોમાઇટ્સમાંના કેટલાક ગ્લેશિયર્સ ત્રણ દાયકા પછી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. યુનાઇટેડ સ્ટેટ્સમાં યલોસ્ટોન અને યોસેમિટી નેશનલ પાર્ક્સમાં ગ્લેશિયર્સની પણ આ જ સ્થિતિ હોઈ શકે છે.

વધુમાં વાંચો… આ ચાર એન્ટ્રોઈડ એપ તુરંત તમારા ફોનમાંથી કરો દૂર, નહીં તો ખાલી થઈ જશે તમારું એકાઉન્ટ

Google Play Storeનો ઉપયોગ આપણે ઘણીવાર ગેમ્સ, સોશિયલ મીડિયા અને અન્ય મનોરંજન એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા માટે કરીએ છીએ. Google Play Storeમાં ઘણી સુરક્ષા દિવાલો છે, તેમ છતાં કેટલીક માલવેર એપ્લિકેશન્સ તેને બાયપાસ કરે છે અને મોબાઇલ ફોન અને ટેબ્લેટ જેવા ઉપકરણોને નુકસાન પહોંચાડે છે. Google Play Store પર આવી ચાર એપ્સ મળી આવી છે, જેમાં સિક્રેટ હિડિંગ માલવેરનો પણ સમાવેશ થાય છે. માલવેર બાઇટ્સ લેબ્સના સંશોધકોના જણાવ્યા અનુસાર, આ એપ્લિકેશન્સ ફિશિંગ યુક્તિઓ તરફ દોરી જાય છે જે તમારો ડેટા અને વ્યક્તિગત માહિતી ચોરી શકે છે. તમારી અંગત માહિતીનો ઉપયોગ બ્લેકમેલિંગ અને અન્ય ગુનાઓ માટે થઈ શકે છે.

આ ચાર મોબાઈલ એપ્સને એક જ એપ ડેવલપર દ્વારા બનાવવામાં આવી છે અને એક મિલિયનથી વધુ ડાઉનલોડ્સ છે. આ એપ ગૂગલ પ્લે પર પણ પ્રમાણિત છે. જો કે, સાયબર સુરક્ષા નિષ્ણાતો દાવો કરે છે કે આ એપ્લિકેશન્સમાં Android/Trojan.HiddenAds છે. એપ ડાઉનલોડ કર્યાના 72 કલાક પછી જ આ ટ્રોજન એક્ટિવ થઈ જાય છે અને ડેટા ચોરી જેવી એક્ટિવિટીઝ કરવા લાગે છે.

આ એપ્સમાં મળી આવ્યા ખતરનાક ટ્રોજન વાયરસ : ટ્રોજન વાયરસ ધરાવતી આ એપ્સમાં બ્લૂટૂથ ઓટો કનેક્ટ એપનો સમાવેશ થાય છે, આ એપને લગભગ 1 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ત્યારે બ્લૂટૂથ એપ સેન્ડર (લગભગ 50 હજાર ડાઉનલોડ), ડ્રાઇવર: બ્લૂટૂથ, વાઇ-ફાઇ, યુએસબી (10 હજારથી વધુ ડાઉનલોડ્સ) અને મોબાઇલ ટ્રાન્સફર: સ્માર્ટ સ્વિચ (લગભગ 1 હજાર ડાઉનલોડ્સ)માં ખતરનાક ટ્રોજન વાયરસની પણ પુષ્ટિ કરવામાં આવી છે. જો તમારા ફોનમાં આમાંથી કોઈ એપ છે તો તેને તરત જ ડિલીટ કરી નાખો.

આ એપ્સ છે જોખમી : તાજેતરમાં, કમ્પ્યુટર સપોર્ટ ફર્મએ પણ પાંચ Android એપ્લિકેશનોને ઉપકરણોમાંથી તુરંત જ દૂર કરવાની સલાહ આપી છે. આ એપ્લિકેશનો My Finances Tracker, File Manager Small, Lite, Zetter Authentication, Codice Fiscale 2022 અને Recover Audio, Images & Videos છે. આ એપ્સને પણ તરત જ ડિલીટ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here