ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કને તોડી પાડવા માટે ગુજરાતમાં ઓપરેશન ગરુડ શરુ કરાયું

29 Sep 22 : ગેરકાયદેસર ડ્રગ માફિયાઓના નેટવર્કને તોડી પાડવા માટે ગુજરાતના ગૃહ વિભાગે છેલ્લા એક વર્ષથી સઘન કામગિરી કરી છે અને એક પછી એક ડ્રગ માફીયાઓનો પર્દાફાશ કર્યો છે. ત્યારે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓપરેશન ગરુડ શરુ કર્યું છે.

દેશમાં સીબીઆઈએ ઈન્ટરપોલ, એનસીબી અને વિવિધ રાજ્યોની પોલીસ સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ આ મામલે સઘન કાર્યવાહી શરુ કરાઈ છે. શરુ કરવામાં આવેલા ઓપરેશન ગરુડ હેઠળ 127 કેસો અત્યાર સુઘી નોંધાયા છે. જે રીતે ગુજરાતમાં આ ઓપરેશન શરુ કરાયું છે તેવી જ રીતે ગુજરાત સહીત 8 રાજ્યોમાં આ ઓપરેશન હાથ ધરાયું છે. હિમાચલ પ્રદેશ,ગુજરાત,મહારાષ્ટ્ર,તમિલનાડુ,દિલ્હી અને મણિપુર પોલીસે લગભગ 6600 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને 175 દાણચોરોની ધરપકડ કરી છે અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ રિકવર કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ડ્રગ્સ મામલે ગૃહ વિભાગે કરી આ કામગિરી : છેલ્લા 1 વર્ષમાં રૂ. ૬,૫૦૦ કરોડના ડ્રગ્સ પકડાયું છે જ્યારે ૭૪૦ ગુનેગારોને જેલના હવાલે કરાયા છે. તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી. ત્યારે વઘુ કામગિરી ગૃહ વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે ત્યારે ઓપરેશન ગરુડ હેઠળ પણ સઘન કાર્યવાહી કરવામાં આવશે.

ગોહીલવાડની ધરતી પર પીએમનો 2.5 કિમીનો રોડ શો, મોદીની સભામાં 2.5 લાખથી વધુ લોકો લેશે ભાગ

29 Sep 22 : ભાવનગર ગોહિલવાડની ધરતી પર વડાપ્રઘાનનો કાર્યક્રમ આજે યોજાયો છે ત્યારે એરપોર્ટ પર પીએમનું સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ મહિલા કોલેજથી 2.5 કિમી લાંબો રોડ શો પીએમનો શરુ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્ચારે તેમનો બપોરનો કાર્યક્રમમાં ભાવનગરમાં યોજાઈ રહ્યો છે.

ભાવનગર, અમરેસી, બોટાદ જિલ્લાના લોકો વડાપ્રધાનની સભામાં પહોંચી ચૂક્યા છે. જવાહર મેદાનમાં 2.5 લાખ લોકો ભાગ લઈ રહ્યા છે. જ્યાં પીએમ તેમને સંબોધન કરશે. પીએમને આવકારવા માટે રોડની બન્ને તરફ લોકો ઉમટ્યા હતા.એસપીજીની કમાંડોની સઘન સુરક્ષા ગોઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા માટે પહોંચ્યા હતા. રોડ શો કરી વડાપ્રધાન સભા સ્થળ પર પહોંચશે. જ્યાં વિવિધ ખાતમૂહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પીએમ મોદીના રહેશે.

વડાપ્રધાન ભાવનગરમાં રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને ભાવનગર ખાતે બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે. પોર્ટને રૂ.4000 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે. વડાપ્રધાન ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સૌની યોજના લિંક 2 ના પેકેજ 7એવા 2,25 મેગાવોટ પાલિતાણા સોલર પીવી પ્રોજેક્ટ, APPL કન્ટેનર પ્રોજેક્ટ સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here