14 Aug 22 : GCSC અને GUJCOST દ્વારા સંયુક્ત રીતે આયોજિત કાર્યોમાં વિશ્વ અંગદાન દિવસે વિદ્યાર્થીઓએ જીવન બચાવવા માટે અંગદાતા બનવા પ્રેરિત કર્યા. અંગદાન ના મહત્વ પર ભાર મૂકતી ‘સેકન્ડ હેન્ડ’ મૂવીનું નિદર્શન.વિદ્યાર્થીઓ માટે ઇન્ટરએક્ટિવ ક્વિઝ. 1000 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડોક્ટર્સ , સરકારી અધિકારીઓ ઈવેન્ટમાં જોડાયા.

જીવન એક કિંમતી છે, અને મૃત્યુ પછીનું જીવન એક આશીર્વાદ છે. મૃત્યુ પછીનું જીવન જીવવું એ જેને જીવન જીવવા માટે અંગોની જરૂર છે તેમના માટે અંગદાન દ્વારા જ શક્ય છે. દર વર્ષે વિશ્વ અંગદાન દિવસ, દરેક વ્યક્તિના જીવનમાં આગળ આવવા અને તેમના અમૂલ્ય અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લેવાની એક મોટી તક પૂરી પાડે છે.
અંગદાન પ્રત્યારોપણમાં મદદ કરે છે જેનો અર્થ ઘણીવાર જીવનમાં બીજી તક હોય છે.જેઓના હૃદય, સ્વાદુપિંડ, લીવર, કિડની અને ફેફસાં જેવા મહત્વ પૂર્ણ અંગો નિષ્ફળ જતા હોય તેમને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. તે અંગદાન મેળવનારને ફરી સામાન્ય જીવન જીવવાની તક આપે છે. અન્ય લોકો માટે, કોર્નિયા અથવા ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ફરીથી જોવાની ક્ષમતા અથવા રિકવરી કે પીડમથી મુક્તિ આપે છે.
ભારત વિશ્વમાં સૌથી નીચો અંગદાન દર ધરાવતો દેશ છે. અંગની અછતનું કારણ ખોટી ધારણાઓ અને અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધાઑ અને ખોટી માન્યતા ઓ ને લીધી ઘણા લોકો મૃત્યુ પછી પણ તેમના અંગોનું દાન કરવા માંગતા નથી. કોઈ તબીબી તકલીફ કે ઉમરલાયક લોકો જેઓ અંગદન કરવા માંગે છે તેઓ અંગદાન માટે યોગ્યતા ધરાવતા નથી. લગભગ દરેક વ્યક્તિ અમુક અંશે દાન કરી શકે છે સિવાય કે તમારી કોઈ આત્યંતિક તબીબી સ્થિતિ હોય.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી એ ગુજરાત સાયન્સ સિટીના સહયોગથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાયન્સ કોમ્યુનિકેટર્સ , તબીબી વ્યાવસાયિકો અને મીડિયા સભ્યો માટે અંગદાનના મહત્વ અને તે અંગેની પ્રક્રિયા વિશે જાગૃતિ અને સમજ લાવવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમ અને આઉટ રીચ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમનો હેતુ જાગરૂકતા વધારવા અને અંગ દાન વિશેની માન્યતાઓને દૂર કરવા, તમામ અંગ દાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, લોકો અને સમુદાયને જીવન બચાવવા માટે પ્રેરિત કરવાનો હતો.
જવાહર નવોદય વિદ્યાલય, દહેગામ, હિલવુડ્સ સ્કૂલ, ગાંધીનગરના 1000 જેટલા વિદ્યાર્થીઓ, મેડિકલના વિદ્યાર્થીઓ વી.જે. મેડીકલ સોલા, શિક્ષકો, ડોકટરો અને સરકારી અધિકારીઓએ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાંજે 250 ડોકટરો અને તબીબી વ્યાવસાયિકો સાથે એક ઇન્ટરેક્ટિવ સત્રની સાથે સેકન્ડ હેન્ડ ફિલ્મની અલગ સ્ક્રિનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું ઉદ્ઘાટન એપોલો હોસ્પિટલના ડીએમએસ ડો. અભિજાત શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે અંગ દાતાઓ અને પ્રાપ્તકર્તાઓની સંખ્યા વચ્ચેની વિસંગતતાને ઘટાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ, વિદ્યાર્થીઓને અંગદાન વિશેના મહત્વ અને વિવિધ ખ્યાલો વિશે શિક્ષિત કરવા અને પ્રોત્સાહિત કરવા ઇન્ટરેક્ટિવ ક્વિઝ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.