
11 May 23 : રાજકોટના આંગણે ડો. વલ્લભભાઈ કથીરિયાના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૪ થી ૨૮ મે ૨૦૨૩ ના રોજ “ગૌ ટેક – ૨૦૨૩” નામથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના માધ્યમથી ગૌ આધારિત ઔધ્યોગિક પ્રદર્શન અને ઇન્વેસ્ટમેન્ટ મિટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર આજરોજ ઇફકો અને NCUI ના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી,પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મેયરશ્રી પ્રદિપભાઈ ડવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજનનું અને ગૌ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી દિલીપભાઇ સંઘાણીએ કહ્યું હતું કે, બ્રાઝીલની ગૌ આધારીત ઈકોનોમી અને આધુનિક ટેકનોલોજીની જેમ ભારત પણ ગૌ આધારીત અર્થતંત્ર તરીકે વિકાસ પામશે. હવે તો એમ્બિયો ટ્રાન્સપ્લાન્ટની મદદથી શ્રેષ્ઠ પ્રકારનું ગૌ ધન મેળવી શકાશે. ગૌ સંરક્ષણ અને સંવર્ધન માટે રાજકોટ વિશ્વનું આગવું કેન્દ્ર બનશે. હરીયાણા બાદ અમરેલી દેશનું બીજુ અને ગુજરાતમાં પ્રથમ એમ્બરીયો ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્ર બન્યું છે. આ માટે પાંચ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર અને પાંચ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર કરશે તેમજ બાકીના ૧૧ હજાર રૂપિયાની સહાય અમર ડેરી આપશે.

આ તકે મેયર શ્રી પ્રદિપભાઈ ડવ એ ઉપસ્થિતોએ સંબોધતા કહ્યું હતું કે, ગૌ ટેક 2023 એ આપણી ગૌ આધારીત સંસ્કૃતિ અને વર્તમાન ટેકનોલોજીનો સુભગ સમન્વય બની રહેશે. ગૌટેકના માધ્યમથી લોકોને ગૌધનનું મહત્વ સમજાતા ગૌ માતાને રખડતા ઢોર તરીકે મુકી દેવાના બદલે પોતાના ઘર આંગણે ગાય બાંધીને તેમની સાર-સંભાળ રાખતા થશે. વર્તમાન સમયમાં લોકો કેવી અને ક્યા નસ્લની ગાયની ખરીદી કરવી તેના અભ્યાસ માટે રાજકોટથી બ્રાઝિલ જતા થયા છે. “ગૌ ટેક – ૨૦૨૩” ના પ્રણેતા ડો. વલ્લભભાઈ કથીરિયાએ કહ્યું હતું કે, આવનારા સમયમાં ગૌ સંરક્ષણ અને સંવર્ધન માટે રાજકોટ મહત્વનું કેન્દ્ર બની રહેશે. “ગૌ ટેક – ૨૦૨૩” ના માધ્યમથી વિવિધ સેમિનારો કરવામાં આવશે જેમાં કાંઉ બ્રીડીંગ, બાયો પેસ્ટિસાઈડસ, કાંઉ ટુરીઝમ, કાઉં એગ્રોનોમી, એથ્રો વેટરનીટી (ગાયના અવશેષોમાંથી અન્ય પ્રાણીઓ માટે દવા) અંગેના સેમિનારો યોજવામાં આવનાર છે. ગાય એટલે ગૌ-ધન છે તેને ધ્યાને રાખીને રાજકોટની બિલ્ડર લોબીને કામધેનું નગરનું આયોજન કરવા અંગે નવી દિશા પ્રદાન કરી હતી. “ગૌ ટેક – ૨૦૨૩” ના આયોજન દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં ગૌ-ડાયરો,ગૌ-નાટક, ગૌ-નૃત્ય નાટીકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તકે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, અગ્રણી સર્વે શ્રી કમલેશ મીરાણી, શ્રી વી.પી.વૈશ્ણવ, સહકારી અગરણી શ્રી જ્યોતિન્દ્ર મહેતા, શ્રી હંસરાજભાઈ ગજેરા, શ્રી રાજુભાઈ ઘૃવ, શ્રી મનિશ ભાઈ ચાંગેલા, શ્રી મિતલ ખેત્તાણી, શ્રી પ્રતિક સંધાણી સહિતના આગેવાનો અને મોટી સંખ્યા માં ગૌસેવકો- ગોભક્તો, કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં વાંચો… સુરતમાં ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા મહિલાઓને સિનેમાઘરમાં ધ કેરલા ફિલ્મ નિઃશુકલ બતાવવામાં આવી
હાલમાં બોલિવૂડની ફિલ્મ ધ કેરલા સ્ટોરી દેશ ભરમાં ખુણે ખૂણે ચર્ચામાં છે ત્યારે સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા બારડોલીના સિનેમાઘરોમા ટિકિટો બુક કરીને ત્રણ દિવસ સુધી સતત બહેનો દીકરી અને માતાઓને આ ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવશે ત્યારે આજરોજ પહેલા જ દિવસે મોટી સંખ્યામાં મોટી વયની મહિલાઓ તેમજ યુવતીઓ બારડોલી ખાતે આવેલ મિલાનો સિનેમાઘરમાં એકત્રિત થઈ હતી અને સાથે સાથે ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ હાજર રહ્યા હતા નિઃશુલ્ક ફિલ્મ બતાવવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
સંપૂર્ણ ફિલ્મ નિહાળ્યા બાદ માતાઓ અને બહેનો દ્વારા પોતાનો મંતવ્ય રજૂ કરવામાં આવ્યો જેમાં એક સમાજથી બીજા સમાજમાં ધર્માંતરણ કરીને દીકરીઓ જાય છે તેઓને લઈને શું શું સમસ્યાઓ ઉદભવે છે તે જ મુદ્દે માતાઓ અને બહેનોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાલ તો આ ફિલ્મને લઈને માતાઓમાં અને બહેનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે સાથે સાથે ધારાસભ્ય દ્વારા ત્રણ દિવસ સુધી બારડોલીના સિનેમાઘરોમાં તમામ ટિકિટો બુક કરીને ફિલ્મ નિઃશુલ્ક બતાવીને માતાઓ અને દીકરીઓમાં એક અવરનેશ આવે તે માટે અનોખો પ્રયાસ જોવા મળ્યો હતો. આ ફિલ્મને લઈને યુપી અને એમપી સહીતના રાજ્યોએ ટેક્સ ફ્રી કરવાનો પણ નિર્ણય પણ લીધો છે. ત્યારે આ ફિલ્મને લઈને તમિલનાડું અને પશ્ચિમ બંગાળમાં કેટલાક રાજકિય નિવેદનો ફિલ્મ ન બતાવવાને લઈને સામે આવ્યા હતા. જેમાં પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર બેન લગાવવામાં આવ્યો છે. ત્યારે આ ફિલ્મને ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્યો અને સાંસદોએ પણ સીએમને ગુજરાતમાં આ ફિલ્મ કરમુક્ત કરવા માટે ગઈકાલે લેટર પણ લખ્યો હતો. ત્યારે બની શકે છે કે, ગુજરાતમાં આ ફિલ્મ કરમુક્ત બને.
વધુમાં વાંચો… દેશભરના જૂજ શહેરોમાં જ નિર્માણ પામેલા વર્લ્ડ કલાસ બાંધકામવાળા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ ‘‘લાઇટ હાઉસ’’ના પારદર્શક ડ્રો સીસ્ટમથી ‘‘ઘરનું ઘર’’ મળ્યાનો રાજીપો વ્યકત કરતા લાભાર્થી લીનાબેન ઘોળકિયા
‘દરેક વ્યકિતની જેમ મારી પણ ‘‘ઘરના ઘર’’ની ઇચ્છા હતી. વર્ષો સુધી ભાડાના મકાનમાં રહેવાથી અનુભવાતી અગવડોને લીધે હું પણ મારી માલિકીનું મકાન ઇચ્છતી હતી. એટલે જયારે ‘લાઇટ હાઉસ’ પ્રોજેકટના મકાનોની જાહેરાત મેં છાપાઓમાં વાંચી તો મેં પણ આ આવાસ મેળવવા અરજી કરી. અને નસીબજોગે મને આવાસ મળ્યું પણ ખરૂ. મારી જેમ જ ભાડે રહેતા મારા જેઠ મનોજભાઇ વાગડિયા અને મારા એક અન્ય સબંધીને પણ આ લાઇટ હાઉસનો ફલેટ મળ્યો. આમ અમારા ત્રણ પરિવારોને રાજકોટના રૈયા ગામ પાસે પરશુરામ મંદિર પાસે આવેલ ‘લાઇટ હાઉસ પ્રોજેકટ’થી ‘‘ઘરના ઘર’’ પ્રાપ્ત થયા છે.’
ઉપરની આ વાત કરે છે રાજકોટના ૩૭ વર્ષીય શ્રીમતી લીનાબેન શૈલેષભાઇ ઘોળકિયા. ગ્રેજયુએટ થયેલા લીનાબેન ખાનગી હોસ્પીટલમાં જોબ કરે છે. તેમના પતિ પણ એક જવેલર્સ શોપમાં જોબ કરે છે. લીનાબેનના પરિવારમાં પતિ, એક પુત્ર અને સાસુ છે. જરૂરિયાતમંદ સામાન્ય લોકોને પણ અત્યાધુનિક મકાનો મળે તે માટે વડાપ્રધાનશ્રી મોદીના વર્લ્ડ કલાસ બાંધ કામવાળા ડ્રીમ – મેગા પ્રોજેકટ ‘લાઇટ હાઉસ’ એ દેશભરમાં જૂજ પસંદગીના શહેરોમાં જ નિર્માણ પામ્યા છે. આ આવાસો મેળવવા લાખો લોકોએ અરજીઓ કરી હતી. જેમાં પારદર્શક ડ્રો સીસ્ટમથી જેમને ફલેટ લાગ્યો તેવા લીનાબેન રાજીપો વ્યકત કરતાં કરે છે કે, ‘હું વર્ષોથી ખાનગી નોકરી કરી રહી છુ. આમ છતાં પણ આજના સમયમાં સગવડો – સુવિધા ધરાવતું ઘરનું ઘર કરવું એ ખુબ મુશ્કેલ હતું. એવા સંજોગોમાં વડાપ્રધાનશ્રી મોદીના ડ્રીમ પ્રોજેકટમાં અમારા ત્રણ – ત્રણ પરિવારને સરકાર દ્વારા મકાનોના માલિક બનાવાયા છે. હાલમાં જ આ નવા ઘરમાં કળશ મૂકીને મેં મારા પરિવાર સાથે ગૃહપ્રવેશ કર્યો છે.’
લાઇટ હાઉસ પ્રોજેકટથી મળેલા ફલેટ અને તેની સગવડ સંદર્ભે લીનાબેન કહે છે કે, ‘મને બે બેડરૂમ, કિચન, હોલની સગવડ ધરાવતો ફલેટ ૭ મી વિંગમાં ૧૩ મા માળે મળ્યો છે. ત્રણ લિફટ છે. ફલેટ સાથે જ ગેસ કનેકશન અને લાઇટ કનેકશન પણ મળ્યા છે. રસોડા અને રૂમમાં ફર્નિચર અને વોશરૂમમાં નળ,બેઝિનની સુવિધાઓ ઉપલબ્ધ છે.’ આ મકાન માટે જરૂરી રૂ. પાંચ લાખની મોટી રકમ સ્વાભાવિક રીતે જ અમારી પાસે ન હોય. એ માટે બેંક લોનની વ્યવસ્થાનો લાભ પણ અમને આ યોજનાની સાથે જ મળ્યો. રૂ. ૧૯ હજાર ડાઉન પેમેન્ટ ભર્યા બાદ ૩૨-૩૨ હજારના ૧૧ હપ્તા અને ૬૦ હજાર મેઇન્ટેનન્સ સહિત પાંચેક લાખમાં અમને આ સુવિધાસભર ફલેટ મળી ગયો. ફલેટની રકમ તો માત્ર ૩.૪૦ લાખ જ હતી. મકાન મારા નામે હોવાથી રાજયસરકારની મહિલાઓ માટેની સ્ટેમ્પ ડયુટી મુક્તિ યોજનાનો પણ મને લાભ મળ્યો.’ સરકારી આવાસો વિશેની વાત કરતાં લીનાબહેન કહે છે કે, ‘અમે આ ફલેટ માટે ફોર્મ, ડીપોઝિટ અને હપ્તા ભર્યા. ફલેટની ઇમારતોના બાંધકામ દરમિયાન અમને સતત સવાલ થતો કે સરકારી આવાસો કેવા હશે? હવે જયારે અમને આવાસોનો કબજો મળ્યો છે ત્યારે સુખદ આશ્ચર્ય અને આનંદ થાય છે કે ખુબ જ વાજબી ભાવમાં અમને આટલી બધી સુવિધા સાથેના આધુનિક ફલેટો પ્રાપ્ત થયા છે. સરકારની આવાસ યોજનાથી સામાન્ય પરિવારો પણ આધુનિક મકાનો મેળવી શકે છે, એવો અમારો વિશ્વાસ દ્રઢ થયો છે.’