29 Aug 22 : રાજકોટમાં આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે. વરસાદને કારણે આ વર્ષે રાજકોટમાં રોગચાળામાં પણ વધારો જોવા મળ્યો છે. વાદળ છાયું વાતાવરણ અને પાણીના ભરાવાને કારણે રગચલામાં ઉછાળો આવ્યો છે. રાજકોટમાં ડેન્ગ્યૂના 4 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા છે. સતત વાદળ ર્છાયા વાતાવરણને કારણે શહેરમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે.

છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાવ, શરદી-ઉધરસ, અને ઝાડા-ઉલ્ટીના ૫૦૦ કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યૂ અને મેલેરિયાનો પણ એક-એક કેસ નોંધાયો છે. મચ્છરની ઉત્પતિ સબબ ૬૬૫ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટમાં શરદી-ઉધરસના ૩૦૬ કેસ, સામાન્ય તાવના ૭૮ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૧૫ કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 2 અને ડેન્ગ્યૂના 4કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે ૫૮૦૬૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ૧૧૭૦ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. બિન રહેણાંક હોય તેવી ૫૪૪ પ્રિમાઇસિસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મચ્છરો ની ઉત્પતિ સબબ ૬૬૫ આસામીઓને નોટિસ ફટકારી રૂ.૬૯૭૫૦ વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે.

  • રાજકોટના રામવનની ટિકિટના ભાવ કરાયા નક્કી – નાના બાળકોના ૧૦ તો મોટી ઉંમરના લોકોના ૨૦ રૂ. નિયત કરાયા

29 Aug 22 : રાજકોટ મનપા દ્વારા નવ નિર્મિત રામવનમાં અત્યારસુધી એન્ટ્રી ફ્રી રાખવામાં આવી હતી. ૩૧ ઓગ.થી રામવનમાં એન્ટ્રી માટે બાળકોના ૧૦ અને મોટા લોકોના ૨૦ રૂપિયા નિયત કરવામાં આવ્યા છે જ્યારે ૦થી ૩ વર્ષના બાળકોની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. કાલ સુધી રામવનમાં એન્ટ્રી ફ્રી રાખવામાં આવી હતી. જ્યારે આજ અને કાલ બે દિવસ સફાઈ કરવા મટે રામવનને બંધ રાખવામાં આવ્યું છે. અને દર સોમવારે રામવન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામવન અર્થાત અર્બન ફોરેસ્ટ માં પ્રવેશવી જાહેર કરવામાં આવી છે.

ત્રણ વર્ષથી નીચેના ઉંમરના બાળકોને રામ વનમાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જ્યારે બાળકોની ટિકિટનો દર ૧૦ રૂ /- અને મોટી ઉંમરના લોકો ની ટિકિટ નો દર રૂપિયા ૨૦ નિયત કરવામાં આવ્યો છે દર સોમવારે રામવન મુલાકાતઓ માટે બંધ રાખવામાં આવશે. આ અંગે માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા – બાગ બગીચા સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “રામવન” – અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ ગઈકાલ સુધી રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે અને આવતી કાલે સફાઈ કામગીરી હાથ ધરવા માટે રામવન અર્બન ફોરેસ્ટ મુલાકાતીઓ માટે બંધ રહેશે. હવે તા. 31થી રામ વનમાં પ્રવેશ માટે ટિકિટનાં દર રાખવામાં આવેલ છે. જે મુજબ હાલના તબક્કે ૦ થી ૩ વર્ષના બાળકો માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે. ૩થી ૧૨ વર્ષના મુલાકાતીઓ માટે રૂ. ૧૦ અને ૧૨ વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીઓ માટે રૂ.૨૦ રાખવામાં આવેલ છે. રામવનની મુલાકાતનો સમય સવારે ૯થી સાંજના ૬ વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે તેમજ દર અઠવાડિયે સોમવારે રામવન બંધ રહેશે.