PAK અભિનેત્રીએ કરી PM મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ, દિલ્હી પોલીસે આપ્યો જડબાતોડ જવાબ

10 May 23 : પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારી ઘણીવાર ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓ વિરુદ્ધ ટ્વીટ કરતી જોવા મળે છે. તે હંમેશા તેના ટ્વીટ દ્વારા ટ્રોલ પણ થાય છે. ક્યારેક તે T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવવા માટે ઝિમ્બાબ્વેના ખેલાડી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે, તો ક્યારેક તે ભારતના જીતવા પર પોતાની ટ્વીટ ડિલીટ કરવાની ધમકી આપે છે. ત્યારે આ વખતે સહરે તમામ હદ વટાવી દીધી છે. આ વખતે સહરે કોઈ ભારતીય ખેલાડી વિરુદ્ધ નહીં પરંતુ ભારતના વડાપ્રધાન વિરુદ્ધ ટ્વીટ કર્યું છે.

સહર શિનવારીએ પીએમ મોદી વિરુદ્ધ ટ્વીટ કર્યું. પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારી પીએમ મોદી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવવા માંગે છે. તેણે એક ટ્વીટમાં કહ્યું- “કોઈ ને દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક ખબર છે? મારે ભારતીય પીએમ અને ભારતીય ગુપ્તચર એજન્સી RAW વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી છે. તેઓ મારા દેશ પાકિસ્તાનમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવી રહ્યા છે. ભારતીય અદાલતો સ્વતંત્ર હોવાનો દાવો કરે છે, આવી સ્થિતિમાં, મને ખાતરી છે કે ભારતની સર્વોચ્ચ અદાલત મને ન્યાય અપાવશે.” આ ટ્વીટના એક કલાક પહેલા જ સહરે પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પર એક ટ્વીટ કર્યું હતું. તેણે કહ્યું- “હું પીએમ મોદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા જઈ રહી છું, કારણ કે તે પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો મુખ્ય સ્ત્રોત છે.”

દિલ્હી પોલીસે આપ્યો જડબાતોડ જવાબ. સહર શિનવારીના આ ટ્વીટ પર દિલ્હી પોલીસે પોતાની પ્રતિક્રિયા આપી છે. સહરના ટ્વીટના જવાબમાં તેણે કહ્યું- “અમને ડર છે કે પાકિસ્તાન માં હજુ પણ અમારું અધિકારક્ષેત્ર નથી. પરંતુ અમે એ જાણવા માંગીએ છીએ કે પાકિસ્તાનમાં જ્યારે ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ત્યારે તમે કેવી રીતે ટ્વીટ કરી રહ્યાં છો?” યુઝર્સે કરી દીધી ટ્રોલ… સહર શિનવારીની આ ટ્વીટ જોતજોતામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયું. તેના આ ટ્વીટ પર યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે તેના ટ્વીટ પર લખ્યું- “અમે પાકિસ્તાનને ભારતમાં ભેળવી લઈશું અને તમને ચીન મોકલી દઈશું.” જ્યારે અન્ય એક યુઝરે કહ્યું- “તમે ઓનલાઈન ટ્વીટ કરી રહ્યા છો અને ઓનલાઈન લિંક શોધી શકતા નથી. ગૂગલ કરી લો.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું – “તમે યુપી પોલીસને કેમ કોલ નથી કરતા? તેઓ કંટાળી ગયા છે અને કંઈક નવું શોધી રહ્યાં છે. ઉત્તર પ્રદેશને પોલીસને પણ સેવા કરવાનો મોકો આપો.”

વધુમાં વાંચો… સળગી રહ્યો છે પાડોશી દેશ! ‘ઇમરાન ખાનને માથામાં વાગ્યું, પગમાં ડંડા મારવામાં આવ્યા’, શાહ મહેમૂદ કુરેશીનો દાવો
પાડોશી દેશ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ શરૂ થયેલો હોબાળો આજે પણ ચાલુ છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે, ઘણા શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આર્મી હેડક્વાર્ટર અને કોર્પ્સ કમાન્ડરના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. ઇમરાન ખાનની ધરપકડ સામે તેમનો પક્ષ આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે અને હાઈકોર્ટના નિર્ણયને પડકારશે. ગઈ કાલે ઇસ્લામાબાદ હાઈકોર્ટ કેમ્પસમાંથી ઇમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં દેખાવો થઈ રહ્યા છે. લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી તેમજ ડઝનબંધ શહેરોમાંથી વિરોધ પ્રદર્શનની ખબરો સામે આવી રહી છે.

પીટીઆઈના ચાર કાર્યકરોના મોત : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં આગચંપી અને લૂંટફાટ ચાલુ છે. ઘણા શહેરોમાં રાત્રે પણ પીટીઆઈના કાર્યકરો એ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ પ્રદર્શનો દરમિયાન થયેલી અથડામણમાં પીટીઆઈના ચાર કાર્યકરોના મોત થયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ ના લાહોર સ્થિત સચિવાલયને વિરોધીઓએ આગ ચાંપી દીધી છે. લાહોરના ગવર્નર હાઉસને પણ આગ લગાડવામાં આવી છે.

ઇમરાનના સમર્થકોએ કોર્પ્સ કમાન્ડરનું ઘર સળગાવી દીધું : ઇમરાનના સમર્થકોએ કોર્પ્સ કમાન્ડરનું ઘર સળગાવી દીધું છે. લાહોરમાં પાકિસ્તાન આર્મીના કોર્પ્સ કમાન્ડરનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. લાહોરમાં બનેલા આલીશાન બંગલામાં આગ લગાવી હતી. કોર્પ્સ કમાન્ડર પાકિસ્તાનમાં લેફ્ટનન્ટ જનરલના રેન્કના અધિકારીઓ છે. તેમના ઘરે ખૂબ જ કડક સુરક્ષા છે, તેમ છતાં તેમનું ઘર આગમાં બળી ગયું. ટોળાએ પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલના ઘર પર પણ હુમલો કર્યો અને ભારે તોડફોડ કરી, લૂંટફાટ થઈ. આ હુમલો લેફ્ટનન્ટ જનરલ સલમાન ફયાઝ ગનીના ઘરે થયો. ઇમરાનના સમર્થકોએ આર્મી કમાન્ડરના ઘર પર હુમલો કર્યો અને તોપ લૂંટી લીધી છે. જ્યારે ટોળાએ લાહોરમાં આર્મી કમાન્ડરના ઘર પર હુમલો કર્યો ત્યારે લૂંટ પણ કરી હતી અને આ લૂંટમાં તોપ પણ લૂંટવામાં આવી હતી. ઇમરાન ખાનની પાર્ટીના નેતા શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો કે ઇમરાનને મળવા માટે કોઈને મંજૂરી આપ વામાં આવી રહી નથી. ગઈ કાલે ધરપકડ દરમિયાન ઇમરાનને માથામાં ઈજા થઈ હતી. ઇમરાનના પગ પર ડંડા મારવામાં આવ્યા હતા, તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. PTI નેતા અસદ ઉમરની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય કરાચી પોલીસે પીટીઆઈ કાર્યકરો સહિત 250 લોકોની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here