
16 May 23 : પાકિસ્તાનના અશાંત ઉત્તર પશ્ચિમમાં કોલસાની ખાણને લઈને બે જાતિઓ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 16 લોકોન મોત થઈ ગયા. અહેવાલો અનુસાર, કોલસાની ખાણના સીમાંકનને લઈને બે જૂથો વચ્ચે થયેલી આ હિંસક અથડામણમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. ઘટના અંગે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે કોહાટ જિલ્લા ના દરદા આદમ ઠેક વિસ્તારમાં સન્નીખેલ અને અખોરવાલ જાતિઓ વચ્ચે અથડામણ થઈ. તેમણે કહ્યું કે ઘટનામાં ઘાયલ લોકોને પેશાવરની એક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
સેનાના આવ્યા બાદ બંધ થયો ગોળીબાર. આ લોહિયાળ અથડામણમાં કેટલા લોકો ઘાયલ થયા છે તે વિશે હાલમાં કોઈ માહિતી નથી, પરંતુ બે જૂથો વચ્ચેના ગોળીબારમાં બંને પક્ષે જાનહાનિ થઈ છે. પહાડીઓ પર ગોળીબારની માહિતી મળતાની સાથે જ સેના અને પોલીસની સંયુક્ત ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી. સેના પહોંચ્યા બાદ બંને જૂથના લોકો પહાડો પરથી નીચે ઉતરી ગયા અને ગોળીબાર બંધ થઈ ગયો. અથડામણ દરમિયાન બંને જૂથોએ ભારે હથિયારોનો ઉપયોગ કર્યો હતો. દર્દા આદમ સ્પોર્ટ્સ પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી છે. કોલસાની ખાણને લઈને છે આખી લડાઈ. જણાવી દઈએ કે કોલસાની ખાણના સીમાંકનને લઈને સન્નીખેલ અને અઘોરવાલ આદિવાસીઓ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે અને તેને ઉકેલવા માટે ઘણી વખત ‘જિરગા’ બોલાવવામાં આવી છે. આ કોલસાની ખાણ લગભગ 6 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે અને હાલમાં તેના પર અઘોરવાલનો કબજો છે. અઘોરવાલ કોઈપણ ભોગે તેમની વડીલોપાર્જિત જમીન છોડવા તૈયાર નથી અને નવા નિયમો અને કાયદાને સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યા છે. સેના બંને જૂથના વડીલોને વિશ્વાસમાં લઈને આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે હાલમાં પાકિસ્તાનની સ્થિતિને જોઈને લાગી રહ્યું છે કે દેશમાં કશે પણ કઈ પણ સારું થઈ રહ્યું નથી અને દેશની દશા દેશી ગઈ છે. આર્થિક અને રાજકીય ઉથલપાથલ વચ્ચે હિંસાની ઘટનાઓ વધી રહી છે અને આતંકી હુમલાઓ પણ છેલ્લા કેટલાક સમયમાં વધ્યા છે.
વધુમાં વાંચો… 8મા ધોરણના વિદ્યાર્થીને રમતા રમતા આવ્યો હાર્ટ એટેક, શાળામાં જ થઈ ગયું મોત
આજકાલ લોકોને હાર્ટ એટેક આવવા અને એના કારણે મૃત્યુ પામવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના ગ્રેટર નોઈડાથી સામે આવ્યો છે જ્યાં એક શાળાના વિદ્યાર્થીનું મોત થયું છે. જણાવવામાં આવ્યું કે શાળામાં રમતા-રમતા જ બાળકને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે તે બેભાન થઈ ગયો ત્યારે શાળાના શિક્ષકો તેને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. વિદ્યાર્થીનું નામ રોહિત સિંહ અને તેની ઉંમર 15 વર્ષ જણાવવામાં આવી છે.
આ મામલો ગ્રેટર નોઈડાના ઈકોટેક-3 પોલીસ સ્ટેશન વિસ્તારની જલપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાનો છે. જણાવવામાં આવ્યું કે બાળક શાળામાં રમી રહ્યો હતો. અચાનક તેને હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર પડી ગયો. જ્યારે તે લાંબા સમય સુધી પડી રહ્યો, ત્યારે બાળકોએ તેના વિશે શિક્ષકોને જાણ કરી. બાળકને જમીન પર પડેલો જોઈને શિક્ષકોએ તેને હોશમાં લાવવાનો પ્રયાસ શરૂ કર્યો, પરંતુ કોઈ સફળતા મળી નહીં. હોસ્પિટલ પહોંચતા પહેલા જ થઈ ગયું મોત. જ્યારે શાળા પ્રશાસનને આશંકા થઈ તો તેઓ બાળકને લઈને હોસ્પિટલ દોડી ગયા. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ જણાવ્યું કે બાળકનું મૃત્યુ પહેલાથી જ થઈ ચૂક્યું છે. માહિતી મળતા પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે તાજેતરના સમયમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. હાર્ટ-એટેક આવવા અને એને કારણે મૃત્યુ પામવાના કિસ્સાઓની સંખ્યામાં તાજેતર ના સમયમાં ઘણો વધારો થયો છે. એવા ઘણા અહેવાલ સામે આવે છે કે લગ્નમાં નાચતાં-નાચતાં વ્યક્તિને એટેક આવ્યો હોય કે ક્રિકેટ રમતા-રમતા મૃત્યુ પામ્યા હોય. થોડા દિવસો પહેલા એવો કિસ્સો પણ સામે આવ્યો હતો કે વ્યક્તિને હોસ્પિટલમાં એક ખુરસી પર બેઠા-બેઠા હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ સમય સૂચકતા અને ડોક્ટરની સમજદારીને કારણે તે વ્યક્તિનો જીવ બચી ગયો હતો.