પાકિસ્તાન – ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર, પૂર્વ PM ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

03 Nov 22 : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં ઇમરાન ખાન પોતે પણ ઘાયલ થયા હતા. તેમના સિવાય અન્ય ચાર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. સાથે જ ઘાયલ થયેલા ઇમરાન ખાનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ઇમરાન ખાન હાલમાં પાકિસ્તાનમાં આઝાદી માર્ચ કાઢી રહ્યા છે. તેઓ વર્તમાન સરકાર સામે સતત રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારથી ઇમરાન તોશખાના કેસમાં દોષી સાબિત થયા છે, તેમના તરફથી આઝાદી માર્ચ શરૂ કરવામાં આવી છે. આ કડીમાં ગુરુવારે તેમની આઝાદી માર્ચ પણ કાઢવામાં આવી હતી. પરંતુ આ વખતે અહીં ગોળીબાર થયો હતો જેમાં ઇમરાન ખાન ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમના સિવાય પૂર્વ ગવર્નર ઇમરાન ઈસ્માઈલ પણ આ ગોળીબારમાં ઘાયલ થયા છે. મળતી વિગતો મુજબ આ ગોળીબારમાં ઇમરાન ખાનને પગમાં ગોળી વાગી છે. આ ગોળીબારમાં તેમના સિવાય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અન્ય ઘણા નેતાઓ પણ ઘાયલ થયા છે.

વધુમાં વાંચો… ઉત્તર કોરિયાએ સતત બીજા દિવસે છોડી મિસાઈલ, જાપાનમાં એલર્ટ, લોકોને સલામત સ્થળે જવાની સલાહ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર જાપાન ઉપર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. ઉત્તર કોરિયાએ સતત બીજા દિવસે આવું કર્યું છે. જેના કારણે જાપાનમાં ખળભળાટ મચી ગયો હતો. જાપાનમાં સરકારે ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સલામત સ્થળે જવાની સલાહ આપી છે. જે-એલર્ટ ઈમરજન્સી બ્રોડકાસ્ટ સિસ્ટમે આ જાણકારી આપી છે. આ પહેલા કિમ જોંગ ઉને બુધવાર, 2 નવેમ્બર 2022ના રોજ દરિયામાં એક સાથે 23 મિસાઈલ છોડી હતી. ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલી એક મિસાઈલ કથિત રીત જાપાનની ઉપરથી પસાર થઈને સમુદ્રમાં પડી હતી. આ સંકટને જોતા જાપાનના કેટલાક વિસ્તારોમાં લોકો માટે મિસાઈલ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું અને સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી હતી.

જાપાન સરકારે સૂચના જારી કરી – ઉત્તર કોરિયાની આ કાર્યવાહી બાદ જાપાન સરકારે માર્ગદર્શિકા જારી કરીને કહ્યું છે કે માહિતી એકત્ર કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે મહત્તમ પ્રયાસો કરવામાં આવે અને લોકોને પૂરતી માહિતી તાત્કાલિક આપવામાં આવે. એરક્રાફ્ટ, જહાજો અને અન્ય મિલકતોની સલામતીની ખાતરી કરો. સાવચેતી રાખવાના તમામ પ્રયાસો કરવા જોઈએ.

જાપાનના વડા પ્રધાન તરફથી સૂચનાઓ – જાપાન ઉપર એરસ્પેસમાંથી પસાર થતી બેલેસ્ટિક મિસાઈલનું પ્રક્ષેપણ એ એક કાર્ય છે જે જાપાની લોકોના જીવન અને મિલકતને સંભવિતપણે ગંભીર અસર કરી શકે છે. તેથી, જાપાન સરકાર નિર્દેશ આપે છે કે આ વાતની તરત જ ખાતરી કરવી જોઈએ કે મિસાઈલ પડવાથી કોઈ નુકસાન તો નથી થયું ને. ઉત્તર કોરિયા પર સંભવિત કાર્યવાહી સંબંધિત માહિતી એકત્રિત કરવાનું અને વિશ્લેષણ કરવાનું ચાલુ રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here