19 Sep 22 : T20 વર્લ્ડકપ શરૂ થવામાં હવે માત્ર એક મહિનો બાકી છે, કેટલીક ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જ્યારે કેટલીક ટીમોએ વર્લ્ડકપ માટે પોતાની નવી જર્સી પણ લૉન્ચ કરી દીધી છે જેમાં ટીમ ઇન્ડિયા પણ સામેલ છે. આ વચ્ચે પાકિસ્તાનની ટીમ પણ નવી જર્સીમાં જોવા મળી છે જેની તસવીર સોશિયલ મીડિયા પર લીક થઇ ગઇ છે.

સોશિયલ મીડિયા પર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ સહિત અન્ય કેટલાક ખેલાડીની નવી ટી શર્ટમાં તસવીર વાયરલ છે, જેની ફેન્સ મજાક ઉડાવી રહ્યા છે. જોકે, હજુ સુધી પાકિસ્તાને ઓફિશિયલ નવી જર્સી લોન્ચ કરી નથી પણ આ લીક થયેલી તસવીર છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો પર ફેન્સે રિએક્ટ કર્યુ કે આ તો તરબૂજની ડિઝાઇન છે અને તેના હિસાબથી વર્લ્ડકપની જર્સી પણ બનાવી દીધી છે. નવી ડ્રેસ પહેરતા બાબર આઝમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઇએ કે ભારતે પણ રવિવારે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત અન્ય સ્ટારની હાજરીમાં ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ થઇ છે જે આ વખતે સ્કાઇ બ્લૂ કલરની છે. ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડકપમાં પોતાના મિશનનો પ્રારંભ એક બીજા વિરૂદ્ધ 23 ઓક્ટોબરથી કરશે.

T20 વર્લ્ડકપ માટે બન્ને દેશની ટીમ : ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

સ્ટેન્ડબાય ખેલાડી- મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઇ, દીપક ચહર

પાકિસ્તાન ટીમ :  બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, હૈદર અલી, હારિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ, ઉસ્માન કાદિર

સ્ટેન્ડબાય ખેલાડી- મોહમ્મદ હારિસ ફખર જમાન, શાહનવાઝ દહાની