સુરત : ચાર્ટર્ડ પ્લેનથી સુરત આવશે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી! 1 કિમીનો રોડ શો, 5 અલગ-અલગ સ્ટેજ તૈયાર કરાશે!

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના ગુજરાત પ્રવાસને લઈ હાલ ઘણા ચર્ચામાં છે. 26 મેના રોજ તેઓ સુરત આવવાના છે. આ માટે આયોજક સમિતિ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજશે. એક કિમીના રોડ-શોનું પણ આયોજન. માહિતી છે કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મેના રોજ ચાર્ટર્ડ પ્લેનથી સુરત આવશે. સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાથે જ એક કિમીના રોડ-શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મે, એમ બે દિવસ રોકાશે અને દિવ્ય દરબાર યોજશે. મીડિયા અહેવાલ મુજબ, બે દિવસીય દિવ્ય દરબાર કાર્યક્રમ માટે 5 અલગ-અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 30થી વધુ એલઇડી તેમ જ કાર્યક્રમમાં આવનારા લોકો માટે બેસવા, પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.

નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાશે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માહિતી છે કે આ કાર્યક્રમમાં અંદાજે 2 લાખથી વધુ લોકો હાજરી આપશે. સાથે જ કાર્યક્રમમાં વીવીઆઈપી અને વીઆઈપી લોકો પણ ઉપસ્થિત રહેશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રોનો સુરતમાં એક કિમી સુધી રોડ શો પણ યોજાશે. કાર્યક્રમ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરાશે.

સુરત: રુંવાટા ઉભા કરે એવી ઘટના, સૂવા બાબતે ઝઘડો થતા ક્રૂર પિતાએ મટન કાપવાના છરાથી પુત્રીના માથાના બે ભાગ કર્યા પત્નીના હાથની આંગળીઓ કાપી. 3 પુત્ર ઇજાગ્રસ્ત
સુરતના કડોદરા વિસ્તારમાં રુંવાટા ઉભા કરે એવી ઘટના બની છે. સૂવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘેડામાં ક્રૂર પિતાએ દીકરી, ત્રણ દીકરા અને પત્ની પર મટન કાપવાના છરાથી હુમલો કર્યો હતો. હુમલામાં પિતાએ દીકરીને 17 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. આ મામલે કડોદરા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં કડોદરાના સત્યમનગર વિસ્તારમાં મૂળ બિહારના 42 વર્ષીય રામાનુજ શાહુ પત્ની રેખાદેવી, દીકરી ચંદાકુમારી અને ત્રણ દીકરા સૂરજ, ધીરજ અને વિશાળ સાથે રહે છે. રામાનુજ મિલમાં મજૂરીકામ કરતો હતો. દરમિયાન રાતે ધાબા પર સૂવા બાબતે રામાનુજનો પત્ની રેખાદેવી સાથે ઝઘડો થયો હતો. આથી દીકરી ચંદા અને ત્રણેય પુત્ર ત્યાં આવ્યા હતા અને માતાને બચાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા પિતાએ સગી દીકરી અને દીકરાઓ પર મટન કાપવાના છરાથી જીવલેણ હુમલો કર્યો હતો. દીકરીના ચહેરા પર ઘા મારવાથી તેના બે ભાગ થઈ ગયા. આ ઝઘડામાં પત્ની રેખાદેવીની હાથની આંગળીઓ કપાઈ ગઈ હતી. જ્યારે દીકારાઓને ઇજાઓ થઈ હતી. પરંતુ, દીકરી હાથમાં આવી જતા ક્રૂર પિતાએ તેના પર મટન કાપવાના છરાથી ઉપરા છાપરી 17 જેટલા ઘા માર્યા હતા. એમાં દીકરીના ચહેરા પર ઘા મારવાથી તેના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત માતા અને ત્રણેય દીકરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે જાણ થતા કડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યારા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ બન્યું આજે શનિમય: શનિદેવના મંદિરમાં ભક્તો દ્વારા ભાવ ભરી શનિજયંતિની ઉજવણી
આજે વૈશાખવદ અમાસ 19મે શનિવાર અને શુક્રવારના શુભગ સમન્વય શનિજયંતિ શુફળદાયક મનાયરહી છે. અને ભકતો સવારથી જ શનીદેવની પુજાઅર્ચના આરાધનામા મગ્ન બન્યા છે. ભગવાન શનિના જન્મસ્થળ દ્વારકાના હાથલાધામમાં સવારથી જ ભાવિકો શનિદેવના રાજીપા માટે વિવિધ પુજાપા સાથે દર્શને ઉમટી રહ્યા છે. રાજકોટના નાના મવાના શનિમંદિરે સવારથી સાંજ સુધી દર્શન પુજા અર્ચનની ખાસ વ્યવસ્થાનો લાભ લેવા ભાવિકોની લાાંબી કતારો જોવા મળી રહી છે.

આજે શુક્રવારી શનિજયંતીના શુભગ સમન્વયે શનિદેવને રીઝવવા વહેલી સવારથી ભાવિકો માટે નિત્ય પૂજા કર્યા પછી શનિ મંદિરે શનિદેવની મૂર્તિ પર તેલ અભિષેક, અડદનો ચડાવો ધુપ બતી અપર્ણ અડદની વાનગીનો ભોગ આરતી દશરથકુત શનિસ્ત્રોતના પાઠનો ધર્મમય માહોલ જામ્યો છે. શનિજયંતીએ હનુમાનજીની ઉપાસનાથી શનિગ્રહના આશિર્વાદ અને જન્મ કુંડળીમાં શનિ-રાહુનાત્રાપીત દોષ, શનિચંદ્રના વિષયોગ, દુશિતગ્રહનો દોષ દૂર કરવા ઉપવાસ ને શુક્રવારી શનિ જયંતિએ હનુમાનજીની ઉપાસનામા ભાવિકો લીન થયા છે. રાજકોટ નાનામવા, જયુબીલી રોડ પરના શની મંદિરમાં આજે શુક્રવારની શનિ જયંતીના ભકિતમય માહોલમાં શનિમંદિરોમાં સવારથી જ મહાપ્રસાદ, ધ્વજારોહણ, મહાઆરતી અભિષેક, શનિદેવ ચાલીસા પાઠ થઈ રહ્યા છે., ગોંડલ નજીકના સૌરાષ્ટ્રના પ્રાચીન અને મોટા શનિમંદિર સહિત સમસ્ત સૌરાષ્ટ્રમાં સવારથી જ સરસ્વતેલ, કાળાતલ, દિપજયોત, હનુમાનચાલીસા, સુંદરકાંડ ના પાઠ, મહાપ્રસાદ સંતભોજન બ્રાહ્મણ, દરીદ્રનારાયણોને વસ્ત્રદાન સવારથી જ સાંજ સુધી આજે સૌરાષ્ટ્ર શનિમય બની રહેશે.

ગુજરાતમાં સરકારી ભરતીની વર્ગ 3ની પરીક્ષામાં મોટા ફેરફાર
ગુજરાતમાં સરકારી ભરતીની વર્ગ 3ની પરીક્ષામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે નવા નિયમો લાગુ થશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રિલિમનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે.પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં કરાય. ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરવામાં આવ્યું. હવે વર્ગ 3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિલિમનરી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે. જેમાં ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. મળતી માહિતી મુજબ મેરીટ મુખ્ય પરીક્ષાના આધારે રહેશે. ગુજરાતી કે અંગ્રેજીમાં પરીક્ષા આપી શકાશે. ક્લાસ 3ની પરીક્ષામાં આ ફેરફારો કરવામાં આવ્યા છે.

શું આ કારણે નિયમ બદલાયો. અગાઉ વર્ગ ત્રણની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે જ સીધી ભરતીના આદેશો આપવામાં આવ્યા હતા. જો કે, પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી ભરતી પરીક્ષાઓમાં વારંવાર પેપર લીકના કૌભાંડો અને ગેરરીતિઓને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

ઈ.એમ. ટી. ની મદદથી એપ્રિલ માસમાં રાજકોટનાં ૪૮ સહીત ગુજરાતનાં ૭૮૪ બાળકોની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ
રાજકોટ : રાજકોટના રાજસમઢિયાળા ગામની પ્રસુતા માટે “૧૦૮ એમ્બ્યુલન્સ” સેવા જોડિયા બાળકો સહિત ૩ જિંદગીઓની જીવનદાતા બની હતી. ૧૦૮ના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ કેસ વર્ણવતાં જણાવ્યું હતું કે, રાજકોટના રાજસમઢિયાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા ૨૬ વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતા આશાવર્કર બહેને ૧૦૮ને કોલ કર્યો હતો. રાજકોટ ૧૦૮ના સરધાર લોકેશન ફરજ ઉપરના ઈ.એમટી. કાળુભાઈ ગોહિલ અને પાયલોટ મનસુખભાઈ મેણીયા સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વધુ વિગતો આપતા ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ઈ.એમ.ઈ. યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજ સમઢિયાળા વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ લાવી રહ્યા હતા ત્યારે અસહ્ય દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા ગામની બહાર જ રસ્તાની સાઈડમાં ૧૦૮ ઉભી રાખી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમટી. કાળુભાઈ ગોહિલને પ્રસુતાનાં રીપોર્ટ તપાસતા જણાયું કે તેઓને જોડિયા બાળકો છે. પ્રસુતિ વેળાએ માથાનાં બદલે હાથ દેખાતા પ્રસુતિ કરાવવી મુશ્કેલ થઈ જતાં ઈ.એમટી. કાળુભાઈએ સમયસૂચકતા વાપરી ૧૦૮ હેડ ઓફીસનાં ઈ.આર.સી.પી. ડો. જય અને ડો.મયુરનું ટેલીફોનીક માર્ગદર્શન મેળવી પ્રસુતાની નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. નવજાત શિશુઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હોવાથી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન આપી જરૂરી સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર અર્થે નવજાત શિશુઓ અને માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને શિશુઓ સંપુર્ણપણે સ્વસ્થ છે.

૧૦૮ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવ જિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ ૧૦૮ સેવા – તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સ માં હાજર ઈ.એમ. ટી.ની મદદથી એપ્રિલ માસમાં રાજકોટનાં ૪૮ સહીત ગુજરાતનાં ૭૮૪ બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

ખેતીની જમીન નજીક નહેર ખોદવા બાબતે બે ખેડૂતો વચ્ચે લોહિયાળ અથડામણ
પોરબંદરનો વિખ્યાત બરડો ડુંગર ફરી એકવાર ગોળીઓની ગુંજથી ગર્જી ઉઠ્યો છે. બરડા પંથકના બખરલા ગામે બે ખેડૂતો વચ્ચે ચાલી રહેલા જમીનના ઝઘડામાં એક ખેડૂતે કરેલા ફાયરીંગમાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું, જ્યારે તેના ભત્રીજાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની ભાવસહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયરીંગની ઘટનાના પગલે નાના એવા બખરલા ગામમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. બનાવની જાણ થતાં બગવદર પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને ગણતરીની પળોમાં જ ફાયરીંગ કરનાર શખ્સને ઝડપી લીધો હતો. બનાવની વિગતો મુજબ પોરબંદરના બખરલા ગામે રહેતા ખીમાભાઈ ગીગાભાઈ ખુંટી અને તેમના ભત્રીજા કિશોરભાઈ માલદેભાઈ ખુંટીની જમીન ગામના જ અરજણ નરબત ખુંટી નામના શખ્સની બાજુમાં આવેલી છે. આ જમીન નજીક નહેર ખોદવા બાબતે બન્ને ખેડૂતો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અરજણ નરબત ખુંટીએ ખીમા ગીગા અને તેના ભત્રીજા કિશોર માલદે પર ફાયરીંગ કર્યું હતું. જેમાં એક ગોળી ખીમાભાઈને પેટના ભાગે આરપાર નીકળી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે કિશોર માલદેને ગોળી વાગવાથી ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ઘટનાની જાણ થતા બગવદરના પી.એસ.આઈ. એ.એ. મકવાણા સહિતનો પોલીસ સ્ટાફ બખરલા ગામે દોડી ગયો હતો અને ગણતરીની પળોમાં જ ફાયરીંગ કરનાર અરજણ નરબત ખુંટીને ઝડપી લઈ તેની સામે હત્યા તથા હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. બનાવના પગલે નાના એવા બખરલા ગામમાં પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here