નીતિન ગડકરીએ કાર ચલાવનારાઓને કર્યા ખુશ, સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠ્યા લોકો

છેલ્લા એક વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા વર્ષે 22 મેના રોજ કેન્દ્ર સરકારે તેલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદ પેટ્રોલ – ડીઝલ ના ભાવમાં પ્રતિ લીટર 8 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર વર્ષ દરમિયાન કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અત્યારે ક્રૂડ 75 ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવને કારણે લોકોમાં ઈલેક્ટ્રીક વાહનોનો ક્રેઝ વધ્યો છે. પરંતુ ઘણી વખત મોંઘા ખર્ચ અને જાળવણીના કારણે તેઓ ઇલેક્ટ્રિક કાર ખરીદી શકતા નથી.
પ્રદૂષણના વધતા સ્તર અને પેટ્રોલની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને સરકાર આગામી સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ની કિંમત ઘટાડવાની યોજના પર કામ કરી રહી છે. આવી સ્થિતિ માં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની કિંમતો પેટ્રોલ કારની સમકક્ષ થઈ જશે. આપને જણાવી દઈએ કે, હાલમાં ડીઝલ અને સીએનજી (CNG) કાર પેટ્રોલ કાર કરતા મોંઘી છે. ગત દિવસોમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ઈલેક્ટ્રિકલ વ્હીકલની કિંમત પેટ્રોલ કારોની સમાન થશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ ગયા વર્ષે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તે દિવસ દૂર નથી જ્યારે ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ કાર જેટલી હશે. ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર પાસે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક બસો ચલાવવાની વિગતવાર યોજના છે. આપને જણાવી દઈએ કે સરકાર આ પગલા તરફ ઝડપથી આગળ વધી રહી છે. હાલમાં પેટ્રોલ કાર કરતા ઇલેક્ટ્રિક કારની કિંમત વધુ છે. તેમના નિવેદન બાદ કાર ચલાવતા લોકો ખુશ છે.
તેમણે આ દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં આવનારો સમય ઈલેક્ટ્રિક મોબિલિટીનો છે. કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી કે ઈલેક્ટ્રીક ઈંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જશે. એક રિપોર્ટ મુજબ, ઈલેક્ટ્રિક વાહનની દરેક કેટેગરીમાં વાહનોના વેચાણમાં 800 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. એક આંકડા મુજબ, હાલમાં દર વર્ષે 25થી 30 લાખ ઈલેક્ટ્રિક કારનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. દેશમાં હાઈડ્રોજન કારનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.

વધુમાં વાંચો… ખુશખબર / બેંકમાં એફડી કરાવનારા લોકોને હવે મળશે વધુ રૂપિયા, સાંભળીને ગ્રાહકો થઈ જશે ખુશ
જો તમારો પણ બેંકમાં એફડી (Bank FD) કરાવવાનો પ્લાન છે તો તમારા માટે આ સારા સમાચાર છે. હવે તમને એફડી (FD) મેળવવા પર વધુ વ્યાજનો લાભ મળશે. બેંક ઓફ ઈન્ડિયા (Bank of India) એ હવે એફડીના રેટ્સમાં વધારો કર્યો છે. હવેથી ગ્રાહકોને એફડી પર 7 ટકા વ્યાજનો લાભ મળશે. આ અંગેની માહિતી બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે. માહિતી આપતાં, બેંકે જણાવ્યું છે કે વ્યાજનો વધેલો દર 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર મળશે. બેંક ઓફ ઈન્ડિયાએ આપી જાણકારી. માહિતી આપતાં બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, સુધારા પછી બેંકના સામાન્ય ગ્રાહકોને સાત દિવસથી 10 વર્ષ સુધીની પૂર્ણ-ગાળાની થાપણો પર ત્રણ ટકાથી સાત ટકા વ્યાજ મળશે. તે જ સમયે બેંક એક વર્ષની એફડી પર સીનિયર સિટીઝન ગ્રાહકોને 7.50 ટકા અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને (80 વર્ષથી વધુ) 7.65 ટકા વ્યાજનો લાભ આપી રહી છે.
કેટલો વ્યાજનો ફાયદો મળશે
7 થી 14 દિવસ – 3 ટકા
15 થી 30 દિવસ – 3 ટકા
31 થી 45 દિવસ – 3 ટકા
46 થી 90 દિવસ – 4.50 ટકા
91 થી 179 દિવસ – 4.50 ટકા
180 થી 269 દિવસ – 5 ટકા
270 થી 1 વર્ષથી ઓછા – 5.50 ટકા
1 વર્ષ – 7 ટકા
1 વર્ષથી લઈ 2 વર્ષથી ઓછા – 6 ટકા
2 વર્ષથી લઈ 3 વર્ષથી ઓછા – 6.75 ટકા
3 વર્ષથી લઈ 5 વર્ષથી ઓછા – 6.50 ટકા
5 વર્ષથી લઈ 8 વર્ષથી ઓછા – 6 ટકા
8 વર્ષથી લઈ 10 વર્ષ સુધી – 6 ટકા
બીજી ઘણી બેંકોએ પણ વ્યાજદરમાં કર્યો વધારો. સ્મોલ ફાઇનાન્સ બેંકે પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ સિવાય ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે પણ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંકના નવા દરો 25 મેથી લાગુ થઈ ગયા છે. બેંક સામાન્ય નાગરિકોને 1000 દિવસની એફડી પર 8.51 ટકાના દરે વ્યાજનો લાભ આપી રહી છે. સીનિયર સિટીઝનને મળી રહ્યો 9 ટકા વ્યાજ. સીનિયર સિટીઝનની વાત કરીએ તો હવે આ બેંક ગ્રાહકોને 9.11 ટકાના દરે વ્યાજનો લાભ આપી રહી છે. ગ્રાહકોને 1000 દિવસની એફડી (FD) પર 9 ટકાથી વધુ વ્યાજનો લાભ મળી રહ્યો છે. એફડી (FD) પર વધુ વ્યાજનો લાભ મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 5000 રૂપિયા જમા કરાવવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here