
23 Dec 22 : કોરોનાની દહેશત વચ્ચે વિદેશથી આવનાર લોકોનું સ્ક્રિનિંગ શરુ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પેસેન્જરોનું ટ્રાફીક પણ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વધી ગયું છે. 33 હજાર જેટલા પેસેન્જરની રોજની આવન જાવન જોવા મળી રહી છે. એરપોર્ટ પર દરરોજ 247 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી રહી છે. ત્યારે વિદેશથી આવનાર પેસેન્જરનું સ્ક્રિનિંગ પણ શરુ કરાયું છે. કેમ કે, વિશ્વમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત સહીતના શહેરોમાં વિદેશથી આવનાર કોરોના સંક્રમિત હોવાનું રીપોર્ટમાં સામે આવ્યું છે. જેમાં બીએફ.7 વેરીયન્ટને લઈને પણ રીપોર્ટમાં તપાસ શરૂ કરાઈ છે. ત્યારે એકલા અમદાવાદ એરપોર્ટ પર દરરોજ 33,000 મુસાફરોની અવર જવર જોવા મળી રહી છે. આ મુસાફરો વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવી રહ્યા છે. મુસાફરોની સંખ્યા ગયા ડિસેમ્બર કરતાં 36% વધારે છે ત્યારે કોરોનાના ભયની પણ ચિંતા છે.
તાજેરતમાં જ ફ્લાઈટોની સંખ્યા પણ વધારાઈ : આગામી થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર છે અને એનઆરઆઈ સિઝન પણ ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પરથી તેમના નવા રૂટ પર ફ્લાઈટ્સ શરૂ કરી છે અને અન્ય એરલાઈન્સે શિયાળાના સમયપત્રકમાં નવી ફ્લાઈટ્સ શરૂ કરી છે. મુસાફરોને વિવિધ રૂટની સુવિધા મળતા મુસાફરોની અવરજવર વધી રહી છે. હાલમાં તમામ ફ્લાઇટ્સમાં પેસેન્જર લોડ ફેક્ટર 80 ટકાથી વધુ છે.
NRI સિઝનમાં પેસેન્જર વધ્યા : વિશ્વમાં અત્યારની સ્થિતિ પ્રમાણે વાત કરવામાં આવે તો 5 લાખથી વધુ કોરોના કેસો રોજના સામે આવી રહ્યા છે. આ ઉપરાંત દીવસેને દિવસે મૃત્યુના આંકડાઓ પણ વિશ્વમાં સામે આવી રહ્યા છે. જો કે, ગુજરાતમાં હાલની સ્થિતિએ ચિંતા નથી પરંતુ વિદેશથી આવનાર કેટલાક પેસેન્જરોમાં ઓમિક્રોન જોવા મળી રહ્યો છે. કાલે અમદાવાદમાં આવેલા એક પેસેન્જરને ઓમિક્રોન આવ્યો હતો. ત્યારે વિશ્વભરમાંથી એનઆરઆઈ સિઝનમાં લોકો વતન આવી રહ્યા છે. વિદેશથી આવનારનું સ્ટ્રેસિંગ શરુ કરાયું છે જેમાં તમામના રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવનાર લોકોની જો ગાઈડલાઈન કોરોનાની બીજી કે ત્રીજી લહેરની જોઈએ તો તેમને ફરજીયાત આઈસોલેટ રહેવું પડતું હતું. જેથી આ નિયમો પણ આગામી સમયમાં કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે જો નક્કી થાય છે તો ફોલો કરવા પડી શકે છે.
વધુમાં વાંચો… ગુજરાતમાં કોરોનાના ડર વચ્ચે ખોટો દવાઓનો સ્ટોક ન કરો,કેમિસ્ટ એસોશિસનએ કરી અપીલ
ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જેને લઈને ભારત સરકાર પણ એલર્ટ થઇ ચુકી છે.ગુજરાતમાં પણ કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલે લેવાના શરુ કરી દીધા છે.બીજી લહેરમાં મચેલી તબાહી બાદ પ્રશાસન કોરોનાને હળવો લેવાના મૂડમાં નથી.માર્કેટમાં દવાઓની સંગ્રહ ખોરી ન થાય તે માટે કેમિસ્ટ એસોશિએશનના ચેરમેન દ્વારા પણ એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
ખોટો દવાઓનો સ્ટોક ન કરો : કેમિસ્ટ એસોશિએશન
નિવેદન આપતા જણાવ્યું હતું કે.ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસો સામે દવાનો પૂરતો સ્ટોક છે. તેથી બિનજરૂરી દવાઓનો સંગ્રહ કરવાની જરૂર નથી. આખું વિશ્વ કોરોનાના પુનરાગમનથી ડરી ગયું છે. ભારત અને ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સરકારી આરોગ્ય તંત્રની સાથે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
આ દવાઓનો પૂરતો જથ્થો ઉપલબદ્ધ : ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ના પ્રમુખ જશુભાઇ પટેલ નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં દવાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. Azithromycin, Shifaxin, Amoxicillin સહિતની દવાઓ ઉપલબ્ધ છે. દરેક મેડિકલ સ્ટોર પર દવાઓનો પૂરતો સ્ટોક છે. તેમણે ખોટી રીતે દવાઓનો સંગ્રહ ન કરવાની સલાહ આપી છે. મેડિકલ સ્ટોર માલિકોને જરૂરીયાત મુજબ દવાઓનો સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે.
વધુમાં વાંચો… રાજકોટમાં આવેલ બે એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકો વચ્ચે સામાન્ય બાબતે બઘડાટી – બે યુવાનો થયા ઘાયલ
પોલીસનો ડર જાણે ખતમ થઈ ગયો હોય તેમ લોકો નાની નાની બાબતે બઘડાટી બોલાવી રહ્યા છે ત્યારે રાજકોટનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સાપ છોડવા જેવી સામાન્ય બાબત પર બે એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોએ મારમારી કરી હતી જેમાં બે યુવાનને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એસ.આર.પી.કેમ્પ પાસે વર્ધમાન હાઇટ્સમાં રહેતા અને એમ.આર. તરીકે કામ કરતા પવનકુમાર બ્રીજકિશોર શર્મા નામના 34 વર્ષીય યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે ગઈ કાલે સાંજે અતુલ્યમ્ બંગ્લોઝમાં રહેતા પ્રતિકભારથી ગોસ્વામી નામના શખ્સે તેમના ઘર પાસે સાપ છોડ્યો હતો. જેમાં પવનકુમારે સાપ છોડવાની ના પાડતા પ્રતીકભારથીએ યુવાનને ગાળો દાઈ માર માર્યો હતો. ત્યાર બાદ યુવાને પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં પોલીસની હાજરીમાં પ્રતીકભારથી તેના પિતા અરવિંદ ભારથી અને પ્રતિકની પત્નીએ પવનકુમાર પર છરી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ પણ કર્યો છે.તો સામાપક્ષે અતુલ્યમ્ બંગ્લોઝમા રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા પ્રતીકભારથી અરવિંદભારથી ગોસ્વામી નામના 30 વર્ષીય યુવાન પર રઘુ ઝાલા સહિતના શખ્સોએ માર મારતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના બિછાને રહેલા યુવાને જણાવ્યું હતું કે ગઈ કાલે રાત્રીના હું સાપને ડબ્બામાં પૂરીને હતો હતો ત્યારે વર્ધમાન હાઈટ્સ પાસે ડબ્બો પડી જતાં સાપ છૂટી ગયો હતો. જેનો ખાર રાખી રઘુ ઝાલા સહિતના શખ્સોએ માર માર્યો હતો.
વધુમાં વાંચો… પૂર્વ મંત્રી દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામ પર હાઈકોર્ટે લાલ આંખ કરાતા દુકાનો સીલ
પૂર્વ મંત્રી જસા બારડ દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામ પર હાઈકોર્ટે લાલ આંખ કરતા કલેક્ટર દ્વારા દુકાનોને સીલ કરવામાં આવી છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં પૂર્વ મંત્રી જસા બારડ અને તેમના પુત્ર દિલીપ બારડ દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામ સામે હાઈકોર્ટ દ્વારા અરજી કરાતા કોર્ટે લાલ આંખ કરી છે. અને ઉભા કરાયેલા ગેરકાયદેસર બાઁધકામ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ બાદ કલેક્ટરે જગ્યામાં આવેલી ખાનગી દુકાનોને સીલ મારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, જસા બારડ અને દિલીપ બારડે સુત્રાપરામાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં થયેલા બાંધકામ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સાથે જે જગ્યામાં આવેલી સરકારી કચેરીઓનું ભાડું ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવ્યું હતું તેનું ભાડું સરકારને જમા કરાવવાનો આદેશ કરાયો છે.
નોંધનીય છે કે સરકાર દ્વારા રમતગમત માટે જમીન ફાળવવામાં આવી છે, જોકે ગીર સોમનાથના સુત્રાપાડામાં વર્ષો પહેલા રમત માટે એજ્યુકેશન ટ્રસ્ટને ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે મળતી વિગતો અનુસાર RTI પણ કરવામાં આવી હતી અને તેમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. RTIમાં જાણવા મળ્યું કે, અહીં સ્પોર્ટસને બદલે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. અરજદારે કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે, જસા બારડે ગેરકાયદેસર રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્ષનું બનાવીને ગેરકાયદેસર રીતે 45 જેટલી દુકાનો ઉભી કરી છે. તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.