મહેસાણામાં વેરો ના ભરવા બદલ પ્લેનની હરાજી, પાલિકા આકરા પાણીએ

21 Jan 22 : મહેસાણામાં નગરપાલિકાએ કડકાઈ દાખવતા મહત્વનો નિર્ણય લીધો છે. મહેસાણા નગરપાલિકામાં વેરો નહીં ભરનાર પ્લેનની હરાજીચ કરી વેરાની વસૂલાત કરવામાં આવશે. થોડા વર્ષો પહેલા અમદાવાદ એવીએશન એન્ડ એરોનોટીક્સ કંપનીએ ટ્રેનિંગ સેન્ટર શરુ કર્યા બાદ વેરો ભરી ન શકતા પાલિકા દ્વારા આ રીતે હરાજી કરાશે.જો કે, આ મામલો અગાઉ કોર્ટમાં પણ પહોંચ્યો હતો પરંતુ કંપની કેસ હારી ગઈ હતી.

7.58 કરોડનો બાકી વેરો ના ભરતા પાલિકા દ્વારા આ કાર્યવાહી – પ્રથમ વખત એવું બનશે કે, કંપની વેરો ના ભરતા આ પ્રકારે હરાજી કરીને વસૂલાત કરશે. મળતી વિગતો અનુસાર મહેસાણા નગરપાલિકા ટૂંક સમયમાં તેની હરાજી કરશે. મળતી વિગતો અનુસાર એવીએશન કંપનીએ 7.58 કરોડનો બાકી વેરો ના ભરતા પાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતની અંદર પ્રથમ વખત પ્લેનની હરાજી કરવામાં આવશે. આ માન્યામાં ના આવે તેવી વાત છે પરંતુ આવું બની રહ્યું છે. પરંતુ AAA (એવિએશન એન્ડ એરોનોટિક્સ) કંપની સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર 4 પ્લેનની હરાજી કરશે. AAA કંપની નગરપાલિકા વેરો ભરવાનું ચૂકી રહી છે. અગાઉ પણ આ હરાજી થવાની હતી પરંતુ તે રદ્દ કરવી પડી હતી. જેથી ફરી એકવાર હરાજીનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ થયો હતો કરાર – નગરપાલિકા હસ્તકના હવાઈ મથકોનો ભાડા કરાર સાથે અગાઉ પ્લેન ટ્રેનિંગનો આપવાની શરુઆત હતી પરંતુ કંપની વેરો ભરી શકી નથી. જેથી 4 પ્લેન, 1 હેંગર, 1 ગાડી તેમજ ઓફિસ સામાનને સીલ કરી દેવામાં આવ્યો છે. જેથી સીલ કરાયું ત્યારથી આ વેરો ભરાયો નથી. અગાઉ પણ આ પ્રકારે હરાજીની વાત આવી હતી ત્યારે પણ આ વાત ચર્ચામાં રહી હતી ત્યારે ફરી એકવાર આ હરાજીનો મામલો આવતા પ્લેનની હરાજી મામલે લોકોમાં પણ કૂતુહલતા જોવા મળી રહી છે.

વધુમાં વાંચો.. વડોદરા – ફી ન ભરતા ધોરણ 4ના વિદ્યાર્થીને શાળાએ આખો દિવસ લાઇબ્રેરીમાં બેસાડી રાખ્યો

વડોદરાના પ્રતાપનગરમાં આવેલી ઝેનિથ સ્કૂલમાં ધો. 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફી નહીં ભરતા તેને આખો દિવસ લાઇબ્રેરીમાં બેસાડી રાખતા તેની તબિયત લથડી હતી. આ મુદ્દે હવે ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીના પરિવારે શાળા સંચાલકો પર આરોપી લગાવી ડીઈઓ તેમ જ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવાનું જણાવ્યું છે.

ઘરે આવતા વિદ્યાર્થીની તબિયત લથડી. મીડિયા અહેવાલ મુજબ, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા રિઝવાન પઠાણનો 9 વર્ષનો પુત્ર રેહાન ડભોઇ રોડ ખાતે આવેલી ઝેનીથ સ્કૂલમાં ધો. 4માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવતા જણાવ્યું છે કે, આર્થિક સંકળામણના કારણે તેઓ ફી ભરી શક્યા ન હતા, જેના કારણે શાળાના સંચાલકો એ તેમના પુત્રને આખો દિવસ લાઇબ્રેરીમાં બેસાડી રાખ્યો હતો. તેના કારણે તેમનો પુત્ર ખૂબ જ ગભરાઈ ગયો હતો અને ઘર આવતા તેની તબિયત પણ કથળી હતી. આ મામલે પરિવારે ડીઈઓ કચેરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું.

પરિવાર શાળાએ મળવા આવે એટલે બેસાડી રાખ્યો : કો-ઓર્ડિનેટર

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મામલે શાળા તરફથી નિવેદન આવ્યું હતું કે, વિદ્યાર્થીના વાલીઓ ફી ભરતા નહોતા અને ફોન પણ ઉપાડતા નહોતા. તેથી વિદ્યાર્થીના પરિવારજનો શાળાએ મળવા આવે તે માટે વિદ્યાર્થીને લાઇબ્રેરીમાં બેસાડી રાખ્યો હતો. જોકે હવે આ મામલે મોટો વિવાદ સર્જાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ ઘટનાને ખૂબ જ ગંભીર બતાવી આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે અને તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ શહેરના સમા વિસ્તારમાં આવેલી એક નૂતન શાળામાં વિદ્યાર્થીને સ્કૂલના એક શિક્ષકે લાફા માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટના બાદ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે હવે ફી મામલે વિદ્યાર્થીને બેસાડી રાખવાની ઘટના સામે આવતા વિવાદ સર્જાયો છે.

વધુમાં વાંચો… SEBI દ્વારા સખી મંડળની બહેનો માટે “નાણાકીય શિક્ષણ” તથામહિલાઓના અધિકાર અને કાયદાઓથી માહિતીગાર કરવા વર્કશોપ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા પંડિત દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) યોજનાનો મુખ્ય હેતુશહેરી ગરીબ કુટુંબોને સ્વરોજગાર અને કૌશલ્યપૂર્ણ તાલીમ ઉપરાંત વેતન રોજગારની તકો તકો મળી રહે અનેતેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકેતથાશહેરમાં ફેરીયાઓને યોગ્ય જગ્યા, સંસ્થાગત ધિરાણ, સામાજિક સુરક્ષા, અને કૌશલો સુલભ બનાવવાનું છે.જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને Securities and Exchange Board of India (SEBI)નાં સહયોગથી સ્વ-સહાય જુથ-SHGની બહેનોને નાણાકીય શિક્ષણ અંગે તા.૨૦-૦૧-૨૦૨૩ના રોજ વોર્ડ નં.૦૧ રૈયાગામ ખાતે આવેલ ૨૫ ચોરસ મીટર પ્લોટ આંગણ વાડીમાં વર્કશોપ યોજવામાં આવેલ હતો.

આ વર્કશોપમાં ૫૦ જેટલી બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં બહેનોને લગતી સરકારશ્રીની વિવિધ યોજનાઓ તથા રોજગારી સંબધીત માહીતી ઉપરાંત બહેનો દ્વારા કાર્યરત સ્વ-સહાય જુથ-SHGનાં રજીસ્ટરો અને બેંકનાં વ્યવહારથી માહિતગાર કરવામાં આવેલ હતા. તદુપરાંત મહિલાઓના હક્કો અને અધિકાર પરત્વે જાગૃતિ માટે કાનૂની માર્ગદર્શક એડવોકેટ શ્રી સબનમબેન પઠાણ દ્વારા આપવામાં આવેલ હતું. જ્યારે મહિલા અભયમ હેલ્પલાઇન નં.૧૮૧ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત સરકારશ્રીની આ એપ કેવી રીતે કાર્ય કરે છે અને ખુબજ ટૂંકા સમયમાં મહિલાઓનાં રક્ષણ માટે કેવી રીતે કામ કરે છે તે અંગે ૧૮૧કાઉનશિલર શ્રી જીનલવણકર દ્વારાખુબ રસપ્રદશૈલીમાંમાર્ગદર્શનઆપેલ હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ શાખાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી કાશ્મિરાડી.વાઢેરના માર્ગદર્શન હેઠળ કોમ્યુનીટી ઓર્ગેનાઈઝરશ્રી દિપ્તીબેન આગરીયા, નયનાબેન કાથડ તથા SMID મેનેજરશ્રી એસ.કે.બથવાર અને NULM સમાજ સંગઠકોએજહેમત ઉઠાવેલ હતી.

(DAY-NULM) યોજનાનાં સામાજીક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ (SMID) ઘટક હેઠળ સ્વ-સહાય જુથ(SHG)ની રચના કરવામાં આવે છે. શહેરી ગરીબી નીચે જીવતી બહેનોને રોજગારીની તકો ઉભી કરવી તથા સામાજિક સુરક્ષા માટેની સરકારશ્રીની યોજનાઓનાં વિવિધ લાભો પ્રદાન કરવા માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.

વધુમાં વાંચો… વન્યપ્રાણીને મોતને ઘાટ ઉતારી છરા વડે શિકાર કર્યાની તસવીર સામે આવતા ચકચારી

વન્યપ્રાણીને મોતને ઘાટ ઉતારી છરા વડે શિકાર કર્યાની તસવીર સામે આવતા ચકચારી મચી જવા પામી છે. અમરેલીમાં રાજુલા વિસ્તારમાં જૂના શિકારના કેસમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે બે જેટલા આરોપીઓ હજુ ફરાર છે જેની વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાં વન્યપ્રાણીને મોતને ઘાટ ઉતારી છરા વડે શિકાર કર્યાની તસ્વીર સામે આવી હતી. આ તસવીર સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. નીલગાયનું મારણ થયું હોવાનો અંદાજ છે. નીલગાયને સીમમાંથી શિકાર કરીને મોતને ઘાટ ઉતારી તેનો સુપ બનાવી ભોજન પણ કર્યું હતું. તેમ વનવિભાગના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક શિકારી પ્રવુતિ વધતા વનવિભાગ એલર્ટ બન્યું છે. ત્યારે આમ શિકાર કરવાની વાત સામે આવતા DCFએ તપાસના આદેશ આપ્યા છે.

છરા વડે નિલગાયને કાપનારા સહિત 2 લોકોની શોધખોળ હાથ ધરી છે. ધારી ગીરના શેમરડી બાદ ડુંગર વિસ્તારમાં શિકારી પ્રવુતિ કરનારા અસામાજિક તત્વો સક્રિય થયા છે. ગઈકાલે સ્ટાફે ડુંગ ગામમાં જૂના શિકારના કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો હતો. ડુંગર ગામેથી ધરપકડ કરવામાં આવી છે. જો કે, અન્ય બે આરોપીઓ મળી આવ્યા નથી. ચારેય આરોપીઓ ડુંગર ગામના હોવાનું સૂત્રો તરફથીચ જાણવા મળી રહ્યું છે.

વધુમાં વાંચો… ખોડલધામમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા, અનાર પટેલને ટ્રસ્ટી મંડળમાં સમાવવામાં આવ્યા

આજે ખોડલધામમાં પ્રાણ પ્રતિષ્ઠાના સાતમા વર્ષે યજ્ઞ-પૂજા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યો છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી છે. ધાર્મિક સ્થળ બન્યાને છ વર્ષ થયા છે. ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠાના સાતમા વર્ષ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યની અન્ય જાણીતી હસ્તીઓ પણ આજે ખોડલધામ પહોંચી હતી આ દરમિયાન અનાર પટેલ અને નિરમા ગ્રુપના કરશન પટેલ સહીતના 40થી વધુને ટ્રસ્ટી મંડળમાં સમાવવામાં આવ્યા છે. ટ્રસ્ટી મંડળમાં અન્ય નામોની વાત કરીએ તો કેડીલા ગ્રુપના માલિક બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવાડીયા પણ જોડાશે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ધજા ચડાવવામાં આવશે. ખોડલધામ લેઉવા પટેલ સહિત સમગ્ર સમાજ માટે આસ્થાનું પ્રતિક છે. ખોડલધામમાં પ્રાણ પ્રતિષ્ઠાના સાતમા વર્ષે યજ્ઞ-પૂજા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ધર્મસ્થાન તરીકે વિકસેલા કાલાવડ ખોડલધામના સાતમા વર્ષે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ વિવિધ કાર્યક્રમોમાં રહેશે. આ સિવાય અન્ય મહત્વના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વહેલી સવારથી લોકોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે જ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો પણ જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here