PM મોદીએ અમદાવાદમાં કતારમાં ઉભા રહીને આપ્યો મત, જાણો કેટલું થયું મતદાન

05 Dec 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. રાણીપ ખાતે વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું હતું. 2022ના ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે પીએમ ગઈકાલે સાંજે જ બીજા તબક્કાના મતદાન માટે આવી પહોંચ્યા હતા ત્યારે આજે સવારમાં તેમને તેમનો કિંમતી મત આપ્યો હતો.

વડાપ્રધાન મોદીએ અમદાવાદની રાણીપાણી નિશાન શાળામાં મતદાન કર્યું હતું. ગઈકાલે તેમના માતા હીરા બાના મળવા પહોંચ્યા હતા તેમના આશીર્વાદ તેમને લીધા હતા. તેમની માતા હિરા બા પણ આજે ગાંધીનગરમાં મતદાન કરશે. પીએમ મોદી બાદ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી પણ અમદાવાદથી મતદાન કરશે તેઓ નારણપુરા વિધાનસભા વિસ્તારમાંથી આજે 10.30 કલાક મતદાન કરશે. તેઓ પણ ગઈકાલથી અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ નારણપુરાથી એક સમયે વિધાનસભા બેઠક પર ચૂ્ંટણી પણ લડયા હતા.

મતદાન કર્યા બાદ તેમને મીડિયા સમક્ષ મતદાનને લઈને મહત્વની વાત કહી હતી. વડાપ્રધાન મોદીએ મીડીયા સમક્ષ મતદાન બાદ કહ્યું કે, લોકતંત્રનો આ ઉત્સવ ગુજરાતના મતદારો માટે મહત્વનો છે. લોકતંત્રના ઉત્સવ માટે દેશના નાગરીકોને હ્દયથી અભિનંદ અને ધન્યવાદ આપું છું.

હું ઈલેક્શન કમિશનનો પણ શુભેચ્છા આપું છું. તેમને સાનદાર રીતે વિશ્વમાં ભારતની લોકતંત્રની વિશેષતા ચૂંટણીને લઈને મહત્વનું કામ કર્યું છું. હું ઈલેક્શન કમિશનનો પણ આભાર માનું છું. ગુજરાતના મતદારોનો આભાર માનું છું. તેમને આ લોકતંત્રના ઉત્સવને આનબાન સાથે ઉજવ્યો છે. ગુજરાતની જનતામાં નિરક્ષીર વિવેક છે. સત્ય છે તેને સ્વિકારે છે. આજે બધા મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે જેથી હું ગુજરાતન મતદાતોનો આભાર માનું છું. તેમ પીએમ મોદીએ રાણીપથી મતદાન કરીને બહાર આવીને મીડિયા સમક્ષ વાતચીત કરતા કહ્યું હતું.

ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આ સાથે અનેક વિસ્તારોમાં મતદારોની લાઈનો જોવા મળી રહી છે. 93 બેઠકોમાંથી 74 સામાન્ય અને 6 SC અને 13 એસટી બેઠકો છે. કુલ 2.51 કરોડ મતદારોમાંથી 1.22 કરોડ મહિલા મતદરો છે. 18 થી 19 વર્ષની વયજૂથના 5.96 લાખ મતદારો છે. 9 વર્ષથી વધુ વયના 5400 મતદારો છે. ત્યારે આજે મતદાનના બીજા તબક્કામાં તમામ જિલ્લાઓમાં ગાંધીનગર જિલ્લો મતદાનમાં આગળ છે જ્યાં 13 ટકા જેટલું મતદાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here