23 Aug 22 : કાવ્ય મહાકુંભ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં દેવકૃષ્ણ પ્રસાદ નામના મધ્યપ્રદેશના કવીને પોલીસ દ્વારા નોટીસ આપવામાં આવી છે. દેવકૃષ્ણ પ્રસાદને નિવેદન આપવા મામલે નોટીસ પાઠવવામાં આવી છે. મળતી વિગતો અનુસાર આયોજકો ના નિવેદનો અગાઉ આ મામલે લેવાયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધીનું અપમાન થયાની વાત સામે આવી હતી. મધ્યપ્રદેશના કવીએ મહાત્મા ગાંધી વિશે કેટલાક વિવા દીત શબ્દનો પ્રયોગ કર્યો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય સહિતની સંસ્થાઓના ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાવ્ય મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કાવ્ય મહાકુંભનું આયોજનમાં મધ્યપ્રદેશના આ કવિ દ્વારા કવિતા પઠન દરમિયાન વિવાદીત નિવેદન કરાયું હતું. મહાત્મા ગાંધી વિશે વિવાદીત શબ્દનો પ્રયોગ કરાતા મામલો ગરમાયો હતો. ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સિવાય ગાંધીજીના ગુજરાતમાં આવીને આ પ્રકારે અપ માન જનક શબ્દનો પ્રયોગ થતા ગાંધીજીના ચાહકોમાં પણ આ મામલે ભારોભાર રોષ હોવાનું સામે આવ્યો હતો, કોંગ્રેસ દ્વારા પણ ભારો ભાર વિરોધ કરાયો હતો.

આ કવિતા થઈ હતી પઠન
મળતી વિગતો અનુસાર મધ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ પ્રસાદે ગાંધીજીને અનુલક્ષીને કવિતામાં પઠન કરતા કહ્યું કે, ‘સુભાષ કા ઉપહાસ ઉડાયા ઔર નહેરુ સે મોહ કિયા; એક હઠ ધર્મી જીન્હા થા તો ઉસકી બાતેં માની કયો, આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક જીત ગયે,માતા કે બટવારે કો સાલ પચ્ચતર બિત ગયે; હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી. આમ આ કવિતા મામલે 10 દિવસ પહેલા અગાઉ વિવાદ સર્જાયો હતો.