MCD અને ગુજરાત વિધાનસભા, 2 ચૂંટણીના કારણે વધી રાજકીય ગરમી, 2 રાજ્યોમાં કેવી રીતે લડશે AAP ?

12 Nov 22 : ગુજરાત વિધાનસભા અને એમસીડીની ચૂંટણીની તારીખો બહુ દૂર નથી. ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમના કારણે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં તૈયારી ઓને અસર થઈ શકે છે. જ્યારે કે આપ આ વાતને નકારી રહી છે. MCDની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી 7 ડિસેમ્બરે થશે. જ્યારે ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીના કાર્યક્રમો નજીક-નજીક હોવાને કારણે AAP કરતા ભાજપને વધુ ફાયદો થઈ શકે છે. એક અહેવાલમાં ભાજપના પ્રવક્તાને ટાંકીને કહેવામા આવ્યું છે કે ‘આપ ફક્ત કોંગ્રેસ અને પોતાની વચ્ચે મતો વહેંચવામાં સફળ થઈ શકશે. અમે આપના કારણે ગુજરાતના ઈતિહાસ માં સૌથી મોટો રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યા છીએ. અમારી પાસે પહેલેથી જ 35 ટકાનો કોર વોટ બેઝ છે. બાકીનો નિર્ણય ટિકિટ વિતરણના આધારે લેવામાં આવશે, જે અમે જીતવાની તકોના આધારે કરી રહ્યા છીએ.’ 3 નવેમ્બરના રોજ ગુજરાત ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા પછી, AAP પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ટ્વિટ કર્યું હતું કે ભાજપ ‘ખતરા’ માં છે. તેમણે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં ભાજપના ખરાબ પરિણામોની MCD ચૂંટણી પર ખરાબ અસર પડી શકે છે.’ AAPના MCD ચૂંટણી પ્રભારી દુર્ગેશ પાઠકનું કહેવું છે કે કાર્યક્રમની પાર્ટી પર કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યું, ‘ગુજરાતના લોકો ભાજપને ગુજરાત વિધાન સભાની બહાર ફેંકી દેશે. દિલ્હીના લોકો પણ આવું જ કરશે.’

AAPમાં પ્રચાર સંસાધનો પર ચિંતા

અહેવાલ મુજબ, AAP કાઉન્સિલરે કહ્યું, ‘અમારું MCD અભિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની છબીની આસપાસ છે. તમામ 250 ઉમેદવારો તેમનો રોડ શો કે મીટિંગ ઈચ્છે છે. ગુજરાતમાં પણ તે ભીડ અને મતોને આકર્ષિત કરે છે.’ તેમણે કહ્યું, ‘અમારા સંસાધનો મર્યાદિત છે. ભાજપની સરખામણીએ અમે નાનો પક્ષ છીએ. એકસાથે ચૂંટણી સંસાધનો અને કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી જેવા મોટા નેતાઓનો સમય પણ વિભાજિત કરશે.’ રિપોર્ટ અનુસાર, અન્ય એક કાઉન્સિલર ચૂંટણી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હોવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘જો MCDની ચૂંટણી ન યોજાઈ હોત તો હું ગુજરાતમાં હોત અને અમારા ધારાસભ્યો પણ ત્યાં હોત. પરંતુ હવે તમામ ધારાસભ્યો તેમના સમર્થકોને ટિકિટ અપાવવા માટે દિલ્હીમાં જ રહેવા માંગે છે.’ ભાજપે સંસાધનો જોવા પડશે. અહેવાલ છે કે MCD ચૂંટણીને કારણે ભાજપે પણ સંસાધનો ડાયવર્ટ કરવા પડી રહ્યા છે. સરળ ભાષામાં સમજવા માટે, દિલ્હી ભાજપના 23 નેતાઓનું એક પ્રતિનિધિમંડળ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તૈનાત કરવામાં આવ્યું હતું, પરંતુ તેમને નાગરિક ચૂંટણીની તૈયારીઓ માટે પાછા બોલાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here