14 Sep 22 : પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગટરોના ગંદા પાણી ભૂગર્ભમાંથી નીકળી રસ્તા ઉપર વહી રહ્યા હોવાની અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સાફસફાઇ કરવામાં આવે છે. ખારવવાડમાં અવાર નવાર ગટરો ઉભરાવાના બનાવો બને છે. ખારવાવાડના ભીડભંજન મહાદેવ મંદિર પાસે ઘંટી નજીક ગટરોના ગંદા પાણી ઉભરાઇ રહ્યાં છે.

ઘંટીના સંચાલકના જણાવ્યા મુજબ ખારવાવાડના ભીડભંજન મહાદેવ મંદિર વિસ્તારમાં પાલિકાના કર્મચારી સફાઇ કરવા આવતા નથી. અંડરગ્રાઉન્ડ પાઇપો પણ આખલાઓ અવાર નવાર તોડી જાય છે તેમજ આ વિસ્તારના નવા માર્ગો પણ પાસ થયા છે પરંતુ રસ્તાના કામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેમ નવા રસ્તા બનાવવામાં આવ્યા નથી તેવા પણ આક્ષેપો કર્યા હતા. ખારવવાડમાં અવાર નવાર ગટરો ઉભરાવાના બનાવો બને છે.

ખારવાવાડના ભીડભંજન મહાદેવ મંદિર પાસે ઘંટી નજીક ગટરોના ગંદા પાણી ઉભરાઇ રહ્યાં છે. ઘંટીના સંચાલકના જણાવ્યા મુજબ ખારવાવાડના ભીડભંજન મહાદેવ મંદિર વિસ્તારમાં પાલિકાના કર્મચારી સફાઇ કરવા આવતા નથી. હાલ ચોમાસાની સિઝન છે અને ગટરના પાણી બહાર નિકળતા મચ્છરોનો ઉપદ્રવથી સ્થાનીકો બિમારીનો ભોગ બની શકે છે. જેથી પાલિકાનું તંત્ર જાગે અને સાફસફાઇ કરાવે તેવી માંગ ઉઠી છે.

  • પોરબંદરનાં યુવાનની હત્યા કરી લાશ દરીયામાં ફેંકી દીધી – એક માસ પૂર્વે યુવાનને પૈસાની બાબતે માર મારી હત્યા કરવામાં આવી હતી

14 Sep 22 : પોરબંદરનાં એક યુવાનની આજથી એક માસ પૂર્વે માર મારી હત્યા કરી અને લાશ દરિયામાં ફેંકી દેવામાં આવી હતી. આ બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. એક માસ પૂર્વે રતનપરના દરિયા પાસેથી આ યુવાનની લાશ મળી આવી હતી. ૬ જેટલા શખ્સોએ પૈસાની બાબતે યુવાનને એક સ્થળે બોલાવી તેને ઢોર માર માર્યો હતો. આ યુવાનનું મોત થતાં તેમની લાશ દરિયામાં ફેંકી દીધી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરનાં નરસંગટેકરી વિસ્તારમાં રહેતા રાહુલ હેંમતભાઇ શાહ નામનાં યુવાનને અમીત જેઠવાનાં રૂમે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજુ કારા કારાવદરા, ભાવિન ઉર્ફે ચકરડી જયબલાટ, રાણો ઉર્ફે રણીયો, માલદે ઉર્ફે જગીરો તેમજ અમીત જેઠવા સહિતનાં શખ્સો રાહુલ શાહ અને હાર્દિક બોખીરીયાને રતનપરના સ્મશાન નજીક લઇ ગયા હતાં અને જયાં પૈસાની બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં રાહુલ શાહને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ માથાના ભાગે પથ્થરો ઝીંકી જીવલેણ ઇજા કરી રાહુલ શાહને દરિયામાં ફેંકી દીધો હતો. આ યુવાનનું મોત થયું હતું. ગત તા.૧૭-૮નાં રોજ આ ઘટના બની હતી. અને ૧૯-૮નાં રોજ રતનપરનાં દરિયામાંથી રાહુલ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના દરમિયાન આરોપી ઓએ હાર્દિક ભરત બોખીરીયાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરિયામાંથી મળી આવેલા યુવાનનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં આ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ઉંડાણ પૂવૃક તપાસ હાથ ધરતાં યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું અને ૬ શખ્સો વિરૂઘ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.