31 Aug 22 : અનેક પીધેલીયાઓ પકડાયા સાંદીપની રોડ પર વાયરલેસ સ્ટેશનના ખૂણે , બોખીરા સતીઆઈ મંદિર નજીક રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તાર , રાણાવાવ રેલ્વે ફાટક નજીક , અમરદળ ગામે પાણીના ટાંકા પાસેથી પોલીસે ડમડમ હાલતમાં નશાખોરોને પકડી પાડ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં પ્રોહીબિશનના ૨૦ ગુન્હા દાખલ થયા છે . મહિલાઓ સામે કાર્યવાહી ખારવાવાળની દિપાલી જલ્પેશ ગોહેલને દારૂની ૨૫ કોથળી સહિત ૫૦૦ રૂપિયાના મુદામાલ સાથે હેઠાળ ફળિયામાંથી પકડી પાડચા બાદ પૂછ પરછ કરતા આ દારૂ ખારવાવાળના હેમેન્દ્ર ઉર્ફે હેમુ પાસેથી લીધાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો દાખલ કર્યો છે. કડિયાપ્લોટ ખાડી કાંઠે રહેતી મંજુબેન ધીરૂ ગોહેલને તેના મકાનમાંથી ૧૦૦ રૂપિયાના દારૂ સાથે પકડી લેવાઈ હતી.તો કડિયાપ્લોટ ઘાસ શહેરી નં -૯ ની ક્રિષ્નાબેન નીતિન રાઠોડને દારૂની ચાર કોથળી સાથે બોખીરા ફલવાડી વિસ્તારની ભર્મીબેન ઉર્ફે મુંધી કેશુ કડછાને દારૂની ૧૮ કોથળી સાથે તથા ઉદ્યોગનગરના ગોડાઉન પાછળ મફતિયાપરાપાટા પાસે રહેતી રૂડીબેન રામા ઓડેદરાને દારૂની ૧૨ કોથળી સાથે પોલીસે પકડી પાડી છે.

મિયાણી ગામે કોળીવાળમાં રહેતી જશીબેન નરશી વાઘેલા ઘરે હાજર મળી આવી ન હતી પરંતુ તેના મકાનમાંથી ઘરૂનો ૧૦૦ લીટર આથો કબ્જે થયો હતો . અન્ય શખ્સો સામે કાર્યવાહી ધીરૂ હીરા જાવરના રાજા બારિયા , લાલજી બારિયા , સુભાષનગરના જીતેન પુંજા સોલંકી , નવાગામ વાડી વિસ્તાર ના રાજુ અરભમ ઓડેદરા , માધવપુરના અજીત ગોવિંદ કામરીયા , બેરણના વિરમ જેઠા ઓડેદરા , આદિત્યાણાની પાઉંસીમ વિસ્તારના ભારા અરભમ ઓડેદરા , બારવાળ નેશના જીણો ઉર્ફે પવનીયો નાજા કોડીયાતાર કડિયાપ્લોટ શહેરી નં -૮ નો લખમણ ઉર્ફે લખુ કારા બાપોદરા વગેરેના કબ્જામાંથી દેશીદારૂ મળી આવતા આ તમામ શખ્સો સામે ગુન્હા નોધાયા છે . ફુટના ધંધાર્થીની ધરપકડ ઓરીએન્ટ ફેક્ટરી પાછળ દર્શા નજીક રહેતા રજાક ગફાર સાહમદારે ફ્રુટની રેકડી સુઘમા ચોક નજીક ટ્રાફિકને અડચણરૂપ રાખી હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે . અનેક પીધેલીયાઓ પકડાયા સાંદીપની રોડ પર વાયરલેસ સ્ટેશનના ખૂણે , બોખીરા સતીઆઈ મંદિર નજીક રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તાર , રાણાવાવ રેલ્વે ફાટક નજીક , અમરદળ ગામે પાણીના ટાંકા પાસેથી પોલીસે ડમડમ હાલતમાં નશાખોરોને પકડી પાડ્યા છે.