ગૌ માતા મુદ્દે કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા જી દ્વારા સકારાત્મક પ્રતિસાદ

18 Feb 22 : ગૌમાતા ને રાષ્ટ્રમાતા નું સન્માન આપી સમગ્ર ભારત માં ગાય અને ગૌવંશ ની હત્યા બંધ કરવામાં આવે આ માંગ સાથે છેલ્લા 403 દિવસો થી દિલ્હી, જંતર મંતર પર ધરણા આંદોલન કરતા અર્જુન આંબલિયા ને PM ઓફિસ થી ફોન આવ્યો અને કેન્દ્ર સરકાર તરફ શ્રી પરસોત્તમ રૂપાલા ( કેન્દ્રીય કેબિનેટ મંત્રી મત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી ) સાથે બેઠક માટે બોલાવાયા હતા.

અર્જુન આંબલિયા એ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સમક્ષ ગાય અને ગૌવંશ ની દર્દનાક સ્થિતિ તેમજ અલ્હાબાદ હાઈકોર્ટ ની ટીપણી ગાય ને રાષ્ટ્રીય સન્માન આપી મૌલિક અધિકાર આપો તેમજ કરોડો લોકો ની ભાવના અને ગૌમાતા ની લડત ની માહીતી વિસ્તાર થી મૌખિક તથા લેખિત રજુ કરી.

શ્રી પરસોત્તમ રૂપાલા જી દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી સાથે બેઠક બાદ અર્જુન આંબલિયા અને એમને સમર્થન કરતા સાધુ – સંતો, ગૌભક્તો, ગૌ રક્ષકો, ગૌપાલકો, ગૌપ્રેમીઓ માં ખુશી જોવા મળી.

આ કામગીરી માં અર્જુનભાઈ એ જણાવ્યું કે લીલાભાઈ રાવલીયા એ પોરબંદર સંસદ રમેશભાઈ ધડૂક ને અમારી દિલ્લી ચાલતી લડત વિશે માહિતગાર કરતા રમેશભાઈ ધડૂક એ કેન્દ્ર સરકારનું આ બાબતે ધ્યાન દોરતા શક્ય બન્યું છે.

અહેવાલ : કેવલભાઈ આહીર