બાગેશ્વર બાબાના મહા દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ શરૂ – કાર્યકરોને જવાબદારી સોંપાઈ

મધ્યપ્રદેશ સ્થિત બાગેશ્વર ધામ ના વડા પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી નો રાજકોટ નો કાર્યક્રમ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ સમગ્ર હિન્દુ સમાજમાં તેમને આવકારવા માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રેસકોર્સ મેદાનમાં યોજનારા બાગેશ્વર બાબાના મહા દિવ્ય દરબારમાં લાખો લોકો ઉમટી પડશે તેવી ધારણા રાખીને તડામાર તૈયારી ચાલી રહી છે અને બાગેશ્વર ધામ સેવા સમિતિના તમામ હોદ્દેદારો તન મન અને ધનથી કાર્ય કરી રહ્યા છે. રાજકોટ શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને જુદા જુદા એસોસિયેશનનો ના હોદ્દેદારો બાગેશ્વર ધામ સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે ગયા હતા અને પૂજ્ય વાઘેશ્વર બાબાના કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું હતું.
રાજકોટના દિવ્ય દરબાર ના કાર્યક્રમના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ના સંચાલક મુકેશભાઈ દોશી શિવસેનાના જીમ્મીભાઈ અડવાણી, તેજસભાઈ ભટ્ટી કિશોરભાઈ ખંભાયતા મિલનભાઈ કોઠારી ન નંદલાલભાઈ માંડલિયા પૂજાબેન દિલીપભાઈ આસવાણી મુરલી ભાઈ દવે, વિજયભાઈ વાંક વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું. શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિના ચમનભાઈ સિંધવે કહ્યું હતું કે આજનો સમય એક થવાનો છે અને હિન્દુત્વનો ધ્વજ લઈને પ્રચાર પ્રસાર માટે નીકળેલા શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને ઉમળકાભેર આવકારવા માટે મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહે તે જરૂરી છે. આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને સંબોધન કરતા બાગેશ્વર ધામ સેવા સમિતિના શ્રી વિજયભાઈ વાંકે કહ્યું હતું કે રાજકોટની પ્રજા નસીબદાર છે કે તેને શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ના રૂબરૂ દર્શન થવાના છે અને તેમને સાંભળવાનો લહાવો મળવાનો છે. ભાજપના પીઢ અગ્રણી શ્રી મુરલી ભાઈ દવેએ આ પ્રસંગે દરેક કાર્યકર ભાઈ બહેનોને તન મન અને ધનથી સેવા કાર્યમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ના મુકેશભાઈ દોશી અને શિવસેનાના જીમી ભાઈ અડવાણી એ પણ બાગેશ્વર બાબાના કાર્યક્રમ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે દરેક હિન્દુ ભાઈ બહેનોના આંગણે એક સુવર્ણ અવસર આવ્યો છે. આ ઉપરાંત ઉદ્યોગ પતિ કિશોરભાઈ ખંભાયતા એ પણ આ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. આ બેઠકનું સંચાલન ભરતભાઈ દોશી એ કર્યું હતું. આ બેઠકમાં બાગેશ્વર ધામ સેવા સમિતિના યોગીનભાઈ છનિયારા, કાંતિભાઈ ભૂત, ચમનભાઈ સિંધવ, જૈન વિઝનના મિલનભાઈ કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આજની બેઠકમાં પ્રયાસ સ્પેશિયલ સંસ્થાના ભાસ્કરભાઈ પારેખ, જીતેનભાઈ મહેતા,સનીભાઈ મકવાણા,શિવસેનાના જયપાલસિંહ જાડેજા, જનકસિંહ, શાસ્ત્રી સાગરભાઇ દવે, પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના માધવભાઈ મહેતા, મહેન્દ્રભાઈ ટોપીયા, ત્રિમૂર્તિ ક્લબના મનોજભાઈ મારુ, રત્નદીપ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રવીણભાઈ પરસાણા , એમ.આઈ ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ આસવાણી, લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા,જિલ્લા નારી સુરક્ષા સમિતિના હેમાબેન કક્કડ,વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન અને સમસ્ત બ્રહ્મ સમાજના રાજેશકુમાર મહેતા,પંકજભાઈ વ્યાસ, જયેશ ભાઈ ભટ્ટ, નયનભાઈ ઠાકર ,વિપુલભાઈ ભટ્ટ, મહેશભાઈ પંડ્યા,વિજયભાઈ જોશી, અજયભાઈ જોશી સહિતના જુદી જુદી સંસ્થાના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં વાંચો… ધોરણ ૧૦નું પરિણામ થયું જાહેર – રાજકોટનું ગત વર્ષની સાપેક્ષે ઓછું પરિણામ આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-10નું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યભરનું પરિણામ 64.62 ટકા આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું 67.78 ટકા પરિણામ આવ્યું છે. સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો અવ્વલ રહ્યો છે. મોરબી જિલ્લાનું 75.43 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું 59.43 ટકા આવ્યું છે. આજે ધોરણ-10નું પરિણામ સવારે 8:00 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા રાજકોટમાં 53 જેટલી નોંધાઇ છે. ગત વર્ષની સાપેક્ષે વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ઘટી છે. એકંદરે પરિણામ તો સારું રહ્યું છે પરંતુ ગત વર્ષની સાપેક્ષે થોડું ઓછું પરિણામ આવ્યું છે જોકે રાજકોટ જિલ્લાનાં પરિણામમાં કોઈ ખાસ્સો એવો તફાવત જોવા મળ્યો નથી. સારું પરિણામ આવતા મોટાભાગની શાળાઓમાં આજે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74 ટકા જેટલું આવ્યું છે અને એ-1 ગ્રેડ 843 જ્યારે એ-2 ગ્રેડ 4329 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. બીજી બાજુ વાત કરીએ તો રાજકોટમાં 13 સ્કૂલ એવી છે કે જેનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે. જ્યારે 29 સ્કૂલો એવી છે કે જેનું પરિણામ 100 ટકા જેટલું આવ્યું છે.

વધુમાં વાંચો… શું વિરોધ પક્ષો રામ મંદિરનો બહિષ્કાર કરશે? સીએમ હિમંતા બિસ્વા સરમાએ કર્યા આ સવાલો
સેન્ટ્રલ વિસ્ટાનું કામ પૂર્ણ થયા બાદ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સેન્ટ્રલ વિસ્ટાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ પાર્ટી સહિત કુલ 19 વિરોધ પક્ષોએ સેન્ટ્રલ વિસ્ટાના ઉદ્ઘાટન પર સામૂહિક રીતે બહિષ્કારની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્ર પતિને આમંત્રણ ન આપીને સરકારે લોકશાહીનું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં વિપક્ષી પાર્ટીઓ હવે ભાજપ પર સતત પ્રહારો કરી રહી છે. આ દરમિયાન આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ વિપક્ષી પાર્ટીઓને લઈને નિવેદન જાહેર કર્યું છે.
સીએમ હિમંતા બિસ્વા સરમાએ આ સવાલ પૂછ્યો.આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તવીર કરીને પૂછ્યું છે કે શું આ વિરોધ પક્ષો આગળ રામ મંદિરના ઉદ્ઘાટનનો પણ વિરોધ કરશે? તેમણે આ ટ્વીટ એવા સમયે કર્યું છે જ્યારે સેન્ટ્રલ વિસ્ટાના ઉદ્ઘાટન અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન મળવાને લઈને હોબાળો ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા બહિષ્કારની નિંદા કરી છે. એનડીએ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન પાર્ટી નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના 19 રાજકીય પક્ષોના તિરસ્કારપૂર્ણ નિર્ણયની સ્પષ્ટ નિંદા કરીએ છીએ. આ માત્ર અપમાનજનક જ નથી પરંતુ લોકતાંત્રિક નીતિ અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન પણ છે. વિપક્ષનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 28 મેના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ સરકાર તેમને સાઇડલાઇન કરી રહી છે. જણાવી દઈએ કે સેન્ટ્રલ વિસ્ટા 800 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનો ઉપયોગ ભારતીય સાંસદો માટે નવા સંસદ ભવન તરીકે કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here