31 Aug 22 : અઢારે આલમ મા પૂજનીય નંકલંક નેજા ધારી રામદેવ પીર ના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલૂકા ના ઠોયાણા ગામના નકલંક ધામ તેમજ સમસ્ત ઠોયાણા ગામ જનો ઉમળકા ભર્યા સહકાર થી રામાપીર ના નેજા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઠોયાણા ગામની બજારો અને ગલીઓ સાફ સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવી રહી છે.લોકો રામદેવપીર માં લીન બની બાપાનો નેજો જ્યાંથી પસાર થવાનો છે તે બધી ગલીઓ અને આખું ગામ તોરણ અને તાલાથી સુશોભિત કરવામાં આવી રહ્યું છે. લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી એટલે ભાદરવા સુદ નોમ અને સોમવાર તા. 5/09/2022 ના રોજ ઉમળકા ભેર ઊજવવા મા આવશે .
આ પ્રસંગે કુતીયાણ ના ધારાસભ્ય કાધલ ભાઈ જાડેજા તથા હજારો દિકરીઓના પાલક પિતા સેવાની સુવાસ ફેલાવનાર અને એક અદ્ભૂત વ્યકિતત્વ એટલે મહેશ સવાણી પણ ખાસ હાજરી આપશે. તેમજ ધાર્મિક અને આધ્યાત્મિક સેવાભાવવાળું જેનું વ્યક્તિવ છે એવા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તેમજ પૂર્વ ગુજરાત વિપક્ષ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા, મહેર અગ્રણી સામતભાઇ ઓડેદરા, રમેશભાઈ (પટેલ) ઓડેદરા, મહેર અગ્રણી ભાણવડના મેરામણઆતા હિરલબા જાડેજા તેમજ ઠોયાણા આવળ આશ્રમ ના સાધુશ્રી સુધાગીરી બાપુ પીર ના નેજા મહોત્સવ મા સહભાગી બનશે.
ઠોયાણા ગામે નકલંક ધામ તથા સમસ્ત ગામજનો ના સહકાર થી નંકલંક નેજા ધારી રામદેવ પીર ના નેજા ના સામયા અને શોભાયાત્રા ઠોયાણા થી બે કિલોમીટર દૂર આવેલ ટીબા મા આવડ માતા ના આશ્રમ થી ડીજે ના તાલે સવાર ના સાત વાગ્યા થી નેજા ના સામયા બળદ ગાડા અને ઘોડા સાથે નીકળશે . જેમા ઠોયાણા ગામના સર્વે ધરમ પ્રેમી જનતા તથા મહેમાનો આસ્થાભેર જોડાશે. સામયા મા ગૂગળ ના ધુપના ધુંવાડે રામદેવ પીર ના નારા અને ભજન કીર્તન સાથે શોભાયાત્રા યુવા ભાઈ બહેનો ડીજે ના તાલે રાશ ગરબા ની રમઝટ બોલાવતા બોલાવતા આખા ગામમાં ઘૂમશે ત્યારબાદ . ઠોયાણા નંકલંક ધામ પહોંચશે . જયા સુરત થી પધારેલ મહેશભાઇ સવાણી તથા મહાનુભાવો ના વરદ હસ્તે રામદેવ પીર ના નેજા સઢાવવા મા આવીશે . ત્યારબાદ સ્વાગત તથા પ્રવચન – ભોજન પ્રસાદ નો કાર્યક્રમ યોજવામા આવશે .
બપોર પછી 3 વાગ્યે રામદેવપીર અને નેતલદે નો લગ્નોત્સવ હશે, જેમાં ઠોયાણા મહેર સમાજ થી વાજતે ગાજતે રામદેવપીર ની જાન જોડવા માં આવશે, ખુબજ આનંદ કીલોલ સાથે જાન નકલંક ધામ પહોંચશે ત્યાં પ્રભુ પ્રભુતામાં પગલાં માંડશે, એ પ્રસંગ એક અનેરું દ્રશ્ય ખડું કરશે, જેમાં સાધુ સંતો, ગામ લોકો અને મહેમાનો મોટી સંખ્યામાં ભાગ લેશે.
સાંજના સૌરાષ્ટમાં માં પ્રખ્યાત એવા કલાકારો ડેવીનભાઈ ઓડેદરા,મિલન ઓડેદરા,લાખણશી આંત્રોલીયા,હિતેશ ઓડેદરા,રમેશ ઓડેદરા અને વિજય ઓડેદરા પોતાની કલા બાપાને શરણે ધરશે અને રાસ ગરબાની રમઝટ બોલાવશે. તેમજ કલાકારો રામદેવપીર બાપાની ધૂન ગાશે ને બાપા પ્રત્યક્ષ રમવા આવશે અને ઉકળતી દેગ ઉતારશે, દેગ જમશે (દેગ દર્શન)રાખવામા આવીશે.
આ બાપાના નેજા મહોત્સવમાં સૌ કોઈ સહભાગી બને તે માટે નકલંક ધામ ઠોયાણા સૌ ભક્ત સમુદાયને જાહેર આમંત્રણ પાઠવે છે.