પોરબંદરના જીલ્લા સેવા સદન-૧ની લીફટમાં ટેકનિકલ ખામીને લીધે લોકો પરેશાન : કોંગ્રેસ દ્વારા રજૂઆત

09 Nov 22 : પોરબંદરના જીલ્લા સેવા સદન-૧ની લીફટમાં ટેકનિકલ ખામીને લીધે લોકો પરેશાન દરવાજો બંધ થતો નહી હોવાથી લોકો ફસાઈ નહી તે માટે અવર-જવર બંધ કરી દેવાઈ , સીનીયર સીટીઝનો અને દિવ્યાંગોની મુશ્કેલી વધતા તાત્કાલીક યોગ્ય કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા થઇ રજૂઆત. પોરબંદરના જીલ્લા સેવા સદન-૧ની લીફટમાં ટેકનિકલ ખામીને લીધે લોકો પરેશાન બની ગયા છે અને દરવાજો બંધ થતો નહી હોવાથી લોકો ફસાઈ નહીં તે માટે અવર-જવર બંધ કરી દેવાઈ છે. તેથી સીનીયર સીટીઝનો અને દિવ્યાંગોની મુશ્કેલી વધતા તાત્કાલીક યોગ્ય કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત થઇ છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે,પોરબંદરમાં જીલ્લા કલેકટર અશોક શર્મા બેસે છે તે સહિત મહત્વના ૩૦ થી વધુ વિભાગની કચેરી છે ત્યાં જીલ્લાસેવા સદન-૧ ની લીફટ બંધ છે. જેના કારણે દિવ્યાંગ, વૃધ્ધો વગેરેને મુશ્કેલી પડી રહી છે. જેથી વહેલીતકે લીફટ કાર્યરત કરવા માંગ ઉઠી છે. પોરબંદરના જિલ્લા સેવા સદન-૧ ખાતે જીલ્લા કલેકટર સહિત ૩૦ થી વધુ મહત્વની કચેરીઓ આવેલ છે અને ત્રણ માળ આવેલ છે. અહીં શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ અર્થે આવે છે તેમજ વિવિધ કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ફરજ બજાવે છે. અહીં લીફટની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ લીફટમાં ફોલ્ટ સર્જાયો હોવાના કારણે લીફટ બંધ છે. લીફટનો અંદરનો દરવાજો સરખી રીતે બંધ થતો ન હોવાથી લીફટ શરૂ કરવાથી કોઈ વ્યકિત લીફટમાં ફસાઈ જ જાય તે માટે લીફટ બંધ રાખવામાં આવી છે. લીફટ બંધ હોવાના કારણે દિવ્યાંગોને તથા સિનિયર સીટીઝનોને પણ દાદરા ચડી ઉપરના માળે જવું પડે છે અને હાલાકી વેઠવી પડે છે. જેથી લોકો ખુબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ત્રણ ત્રણ માળ સુધી પગથિયા ચડવા પડે છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરમાં વિધાનસભાની ચુંટણી અન્વયે મોટી સંખ્યામાં રાજકીય પક્ષના આગેવાનો, કાર્યકરોની પણ આ કચેરીની મુલાકાત વધી ગઇ છે. ચુંટણી લડવા માટેના ફોર્મ લેવા સહિત ભરવા માટે પણ અહીંયા જ આવવું પડે છે. તેથી જીલ્લા વહીવટીતંત્ર દ્વારા લીફટની જે કાંઈ ટેકનીકલ ખામી છે તે તાત્કાલીક દુર કરવી જોઈએ અને અરજદારોને વેઠવી પડતી હેરાનગતિ બંધ થાય તે રીતે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ છે તેમ ઉમેર્યું છે.

વધુમાં વાંચો… આપના ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયાની આ વિસ્તારમાં ટિકિટ નક્કી થઈ, કેજરીવાલે કર્યું ટ્વીટ

આપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી ક્યાંથી વિધાનસભાની ચૂંટણી લડશે તેની જાહેરાત થઈ ચૂકી છે. કેજરીવાલે ટ્વિટ કરીને બન્ને બેઠકો પર નામો જાહેર કર્યા છે. સુરત કતારથી ઈટાલિયા અને મનોજ સોરઠીયા કારંજથી ચૂંટણી લડશે. ગોપાલ ઈટાલિયા અને મનોજટ સોરઠીયા કઈ વિધાન આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ગુજરાતમાં છે અને સિનિયર આપના સિનિયર નેતા પણ છે ત્યારે આ રાહ જોવાતી હતી. તેમની જીતને લઈને આશા આપ પાર્ટીને છે ત્યારે આ નામોની જાહેર થતા જ નવાજૂનીના સંકેતો છે રીઝલ્ટને લઈને જોવા મળી શકે છે. સૂરત વિધાનસભા બેઠક પસંદ કરાતા આ હવે રસપ્રદ બની રહેશે. નવા ચહેરાઓ છે તેમને સૂરતથી લડાવવામાં આવ્યા છે. પાસના આંદોલનના ચહેરા એવા કથિરીયાને પણ સૂરતથી ટિકિટ અપાઈ છે ત્યારે ઈટાલિયાને પણ સૂરતથી ટિકિટ આપવામાં આવી છે. આપ પાર્ટી સૂરતમાં વધુ મહેનત પણ કરી રહી છે ત્યારે સૂરતમાંથી આપ મોટા નેતાઓને ઉતારી રહી છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહી આ વાત – રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કારંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here