રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુંનું કરેલું અપમાન, ગુજરાતમાં કોંગ્રેસની આદિવાસી વોટ બેન્ક પર અસર પાડી શકે છે

29 July 22 : કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌઘરીએ ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે કરેલી ટીપ્પ્ણી આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસને ભારે પડી શકે છે. પ્રથમ વખત કોઈ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારે આદિવાસી માટે આ ગૌરવની વાત છે પરંતુ દ્રૌપદી મુર્મુને લઈને અધીર રંજને ગઈ કાલે રાષ્ટ્રીયપત્ની શબ્દનો ઉપોયોગ તેમના વિધાનમાં કરતા મોટી બબાલ આ મામલે થઈ હતી અને ભારે વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં દેશમાં પહેલી ચૂંટણી ગુજરાતમાં ડીસેમ્બર કે એ પહેલા યોજાઈ રહી છે. ત્યારે આદિવાસી મહિલા અને રાષ્ટ્રપતિ એવા દ્રૌપદી મુર્મુનું આ અપમાન કોંગ્રેસને ભારે પડી શકે છે. કેમ કે, ગુજરાતમાં 1 કરોડ આદિવાસી છે. ત્યારે વોટ બેન્ક પર ભારે અસર પાડી શકે છે.

ત્યારે દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની ખૂબ મોટી વસતી છે. કેન્દ્રીય નેતાઓ એ ભાજપના હોય કે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના તેમની પહેલી નજર આદિવાસી વોટ બેન્ક પર છે. બીજી બાજુ કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેન્ક માનવામાં આવે છે ત્યારે ચૂંટણી પહેલા આ પ્રભાવ જોવા મળી શકે છે.

ગુજરાતમાં લગભગ 1 કરોડ આદિવાસીઓની સંખ્યા છે ત્યારે તેમાંથી અંદાજિત વોટર્સ 80 ટકા છે. આ ઉપરાંત 27 બેઠકો પર આદિવાસી ઉમેદવારો છે. જેથી મોટો પ્રભાવ આદિવાસીઓનો 182 વિધાનસભાની સીટો પર કહી શકાય છે. ભાજપની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કોંગ્રેસની સરખા મણીએ 2012થી 2017 સુધી વધુ સીટો નથી મળી પરંતુ તેની બરાબરીની નજીક સીટો મેળવવામાં ભાજપ કામયાબ રહી છે, પરંતુ આ પ્રકારના નિવેદન નો ભાજપે ઘોર વિરોધ કર્યો હતો અને દેશ અને આદિવાસીઓ તેમજ મહિલાના અપમાન સાથે આ મુદ્દાને ધ્યાનમાં લઈને સખત વિરોધ કર્યો છે અને પુરી કોંગ્રેસને આ મામલે આડે હાથ લીધી હતી જેથી તેનો પ્રભાવ આવનાર વિધાનસભાની ચૂંટણી પર પડી શકે છે.

આ કારણે ગુજરાતમાં આદિવાસી વોટ બેન્ક અગ્રેસર 
–  82 લાખ આદિવાસી મતદારો,
– 27 બેઠકો પર આદિવાસી ઉમેદવારો છે.
– 40 જેટલી બેઠકો પર આદિવાસીઓનું પ્રભૂત્વ છે.

 2017માં ભાજપે 9 અને કોંગ્રેસે 27 આદિવાસી બેઠકો જીતી
અત્યાર સુધીમાં 2012માં કોંગ્રેસને 15 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 2 બેઠકો મળી હતી. જ્યારે 2017માં કોંગ્રેસને 15 અને ભાજપને 09 બેઠકો મળી હતી અને અપક્ષ-જેડીયુને 1-1 બેઠકો મળી રહી છે.

આ જિલ્લાઓમાં પ્રભૂત્વ ધરાવે છે આદિવાસીઓ 
બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, તાપી, વલસાડ, ડાંગ, સુરત જિલ્લાના કેટલા ભાગો

દર વર્ષે ભાજપ આપે છે મંત્રી પદ
અત્ચારે ત્રણ આદિવાસીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે જેમા નરેશ પટેલ, કુબેર ડીંડોર અને જીતુ ચૌધરી