20 Sep 22 : ભાવનગર સીજીએસટીની પ્રીવેન્ટિવ ટુકડી દ્વારા રૂપિયા 10.47 કરોડના બોગસ બિલિંગ કેસમાં કુખ્યાત વલી જમાલભાઇ હાલારીની ધરપકડ કરવામાં આવી છે. સંભવત: મંગળવારે વલીને કોર્ટ સમક્ષ રજૂ કરી અને તેના રિમાન્ડની માંગણી સીજીએસટી દ્વારા કરવામાં આવશે. ગત તા.13મી જુલાઇના રોજ ભાવનગરના નવાપરાના મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માં સીજીએસટી ટુકડીએ પાડેલા દરોડામાં 10.47 કરોડના બોગસ બિલિંગની ગેરરીતિ પકડાઇ હતી. દરોડા દરમિયાન વલી હાલારી અને તેની ગેંગના માણસોએ સીજીએસટી ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલા કેસમાં વલી હાલારીની પોલીસ દ્વારા ગત શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, અને તેને જામીન મળતા જ સીજીએસટી ટીમે પુછપરછ માટે કબજો મેળવ્યો હતો.

અગાઉ સીજીએસટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ફારૂક મનસુરી, તળાજાના વેપારી, વલીના પુત્રના સ્ટેટમેન્ટ અને મળેલા પુરાવાના આધારે સીજીએસટી ટીમે વલી હાલારીની ધરપકડ કરી નિયમ મુજબ મેડિકલ કાર્યવાહી માટે હોસ્પિટલ લઇ જવાતા ત્યાં વલી હાલારીએ મીડિયા સમક્ષ સીજીએસટીએ માર માર્યા હોવાના અને 50 લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. બીજી તરફ સીજીએસટીના અધિકારીઓના મતે વલીની પુછપરછ પોલીસની હાજરીમાં કરવામાં આવી હતી, અને તેઓએ કોઇ માર માર્યો નથી તેવું જણાવવામાં આવ્યુ હતુ. સોમવારે મોડીરાત્રે વલી હાલારીને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવનાર હોવાથી સીજીએસટીની ટીમ પોલીસ સાથે કબજો લેવા પહોંચી ગઇ છે, અને સંભવત: મંગળવારે વલી હાલારીને કોર્ટ સમક્ષ રજૂ કરનાર છે.વલી હાલારીને સીજીએસટીની રેડ દરમિયાન બોગસ બિલિંગ કેસમાં મુખ્ય ષડયંત્રકાર ગણાવવામાં આવ્યો છે. અને જીએસટીની કલમ 132, 69 તળે તેની સામે કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. આમ વલી હાલારી કેસ પુન: શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

  • સાવરકુંડલા ટાઉન પોસ્ટ ના છેતરપિંડી ના ગુનામા નાસતા ફરતા આરોપી ને આસામ રાજ્ય થી પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ

20 Sep 22 : મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી  હિમકરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ
કે.જે.ચૌધરી સાહેબનાઓ એ જિલ્લામા બનતા મીલકત સંબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડવા સુચના તથા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,ગઇ તા.૨૦/૦૭/૨૦૨૨ ના રોજ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એમ.કેસ.નં ૧૧૧૯૩૦૫૨૨૨૦૫૬૩/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦ મુજબ નો એમ.કેસ રજી.થયેલ હોય જે ગુન્હાના કામે ફરીયાદી પ્રવિણભાઇ રામજીભાઇ સોલંકી નાઓ આસામ ખાતે સોપારી લેવા ગયેલ જ્યા આ ગુન્હાના આરોપી સાથે રૂપીયા સોળ લાખમા સોપારી લેવા અંગે સોદો થયેલ હોય જેમાથી ફરીયાદી દ્વારા રૂ.૧૦,૦૦,૦૦૦/- (દશ લાખ)

આર.ટી.જી.એસ. દ્વારા આરોપીના બેંક એકાઉન્ટ મા ટ્રાન્સફર કરતા આરોપીએ ફરીયાદીને સોપારી ન આપી કે તેના નાણા પરત ન આપી સાથે વિશ્વાસ ઘાત કરી છળકપટ કરેલ હોય જે અંગે ગુન્હો દાખલ થયેલ.

આ ગુન્હાના કામે પો.ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા નાઓના માર્ગદર્શન મુજબ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાસેથી આરોપી વિશે જરુરી માહીતી મેળવી મ્હે. પોલીસ અધિક્ષક સાહેબની મંજુરી મેળવી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. જે.એલ.ઝાલા તથા હેડ કોન્સ. શક્તિસિંહ સહદેવસિંહ તથા પો.કોન્સો. ચીંતનકુમાર કનૈયાલાલ નાઓ આસામ ના સીલ્વર ખાતે જતા આરોપીને સીલ્વર(આસામ) ખાતેથી એલ.સી.બી કચેરી દ્વારા મળેલ લોકેશન ની મદદ થી સાવર કુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા આરોપીને આસામ રાજ્ય ખાતેથી થી પકડી આરોપી વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી ની વિગત : સુએલ અહેમદ S/0 નુરુદ્દીન લશ્કર ઉ.વ.૨૨ ધંધો.ફેબ્રીકેશન રહે.સીલ્ચર જિ.કાછર (આસામ રાજ્ય)