વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, વલસાડમાં જંગી સભાને સંબોધી

06 Nov 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થઇ ગઈ છે અને આ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં રોડ શૉ કર્યા બાદ જંગી સભાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારી ABCD જ શરૂ થાય છે A ફોર આદિવાસી. ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાનું અને જુના બધા રેકોર્ડ તોડવાનું નક્કી કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મારે જ મારા રેકોર્ડ તોડવા છે અને નરેન્દ્ર કરતા ભુપેન્દ્રના રેકોર્ડ મોટા હોવા જોઈએ. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતની જનતાને જોઈએ છે માત્ર વિકાસને વિકાસ. ભાજપ સરકારના કર્યોને વખાણતા મોદીએ કહ્યું હતું કે 5 લાખ સુધીનો આરોગ્ય ખર્ચ આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી અને આ તમારો દીકરો બેઠો છે દિલ્લીમાં. આરોગ્ય અંગેની ચિતા કરવા દિલ્લીમાં ડબલ એન્જીનની સરકાર સતત કાર્યરત છે.

વડાપ્રધાન મોદીએ ગુજરાતીમાં નવું ચૂંટણી સૂત્ર આપ્યું- ‘મેં આ ગુજરાત બનાવ્યું છે’. વલસાડ જિલ્લાના કપરાડા ગામે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો હવે જવાબદારી સમજી ગયા છે. તેણે આદેશ પોતાના હાથમાં લીધો છે. ગુજરાતમાં નફરત ફેલાવનારાઓ ક્યારેય ચૂંટાયા નથી. કેટલાક લોકો ગુજરાતને બદનામ કરવામાં લાગેલા છે. ગુજરાતની જનતા એ લોકોને પાઠ ભણાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પૂર્વે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી એટલે વિકાસનો પર્યાય. આદિવાસીઓ માટે નરેન્દ્ર મોદીએ ઘણા કર્યો કર્યા છે અને નરેન્દ્ર મોદી અને ભાજપ પર તમામનો વિશ્વાસ છે. કપરાડામાં શિક્ષણ માટે 4 કરોડના ખર્ચે હોસ્ટેલ બનાવી છે. વડાપ્રધાન મોદીએ સભાને સંબોધન કરતા પહેલા ભવ્ય રોડ શૉ કર્યો હતો અને લોકોનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન મોદીના રોડ શોમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.નરેન્દ્ર મોદી અહીંથી સીધા જ ભાવનગર ખાતે રવાના થશે. ભાવનગરમાં આયોજિત માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 552 દીકરીઓના સમૂહ લગ્નમાં હાજરી આપશે. આ સમુહલગ્નનું નામ પાપાની પરી આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here