પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી સાથે દરબાર ગઢ જઈને બ્રિજનું નિરીક્ષણ કર્યું

01 Nov 22 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મોરબીમાં થઈ ચૂક્યું છે. તેઓ હવાઈ માર્ગથી સીધા મોરબીમાં પહોંચ્યા હતા. PM દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ દરબારગઢ બ્રિજ પર પહોંચ્યા હતા અને ત્યાં જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમને વિવિધ પરિસ્થિતિથી માહિતગાર કરાવવામાં આવ્યા હતા.

અધિકારીઓ દ્વારા PMને અહીંની તમામ ઘટનાઓની રજેરજની માહિતી આપવામાં આવશે. કેમ કે, તેઓ સિવિલમાં લોકોના ખબર અંતર પૂછ્યા બાદ રીવ્યૂ બેઠક પણ કરશે. બ્રિજ દુર્ધટના સ્થળ પર જઈ માહિતી મેળવી હતી. દરબારગઢથી PM પુલનું નિરીક્ષણ કર્યું હતું કે, કેવી રીતે બ્રિજ તૂટ્યો હતો? ટેકનિકલી બ્રિજ તૂટી ગયો હતો. ટેકનિકલ રીતે પૂલ તુટવાનું શું કારણ તે તમામ બાબતોનો તાગ મેળવ્યો હતો. આ નિરીક્ષણ કર્યા બાદ તેઓ સિવિલમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત મળતી વિગતો અનુસાર તેઓ રીવ્યૂ બેઠક કરી જરૂરી સૂચનો આપશે. તેમના આગમન પહેલા હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું હતું જ્યાંથી તેઓ ઉતર્યા હતા અને સીધા દરબારગઢ પહોંચ્યા હતા.પીએમ મોદીની મુલાકાત પહેલા ચુસ્ત બંદો બસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટના સ્થળે PMની મુલાકાત પહેલા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. રવિવારે બ્રિજ તૂટી પડતા 135ના મોત થયા હતા. હજુ પણ બે લોકો લાપતા છે.

( મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી )

બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ તેઓ સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ઈજાગ્રસ્તો છે તેમની સાથે વાતચીત કરી હતી જ્યારે કોઈ દુર્ઘટના સર્જાતી હોચ છે ત્યારે પીડિતો અને અસર ગ્રસ્તો મદદ પહોંચાડવા માટે તેઓ પ્રથમ આગ્રહ રાખતા હોય છે. ત્યારે મોરબીમાં તેઓ ખુદ ત્યાં પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના હાલચાર પૂછ્યા હતા અને દર્દીઓ ને સાંત્વના આપી હતી.

સમગ્ર ઘટના ની સાથે સાથે… શું PM મોદી મોરબી પહોંચે તે પહેલા કોંગ્રેસ-આપના નેતાઓ નજરકેદ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીમાં પહોંચ્યા છે. ત્યારે સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર આપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા હતા. મોરબીમાં બનેલી ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. 135 જેટલા લોકોના મૃત્યુ થઈ ગયા છે. ત્યારે આવતીકાલે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે પીએમના આગમન પહેલા આપ અને કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમ સ્થાનિક સૂત્રો તરફથી માહિતી મળી હતી. આમ આદમી પાર્ટીના જિલ્લા કક્ષાનાને તેમજ સ્થાનિક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા તેમ સૂત્રો તરફથી માહિતી મળી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે મોરબી પહોંચી ચૂક્યા છે. બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ તેઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તો છે તેમની સાથે વાતચીત કરી હતી. તેમનો કાફલો અત્યારે સિવિલથી રવાના થયો છે અને તેઓ એસપી ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં જઈ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રી, અધિકારીઓની હાજરીમાં બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા આ પહેલા પ્રદેશના નેતાઓએ મૃતકોના પરીવારને વધુ વળતરની માંગ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસે હાઈકોર્ટના નિવૃત જજની આગેવાનીમાં તપાસ કરવા માટે પણ માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here