01 Sep 22 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના કેરળ પ્રવાસે છે.  કોચીમાં કોચીન શિપયાર્ડ લિમિટેડના પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ INS વિક્રાંતના ઉતરાણ માટે કર્ણાટક અને કેરળ જશે. આ સાથે મેંગલુરુમાં લગભગ 3,800 કરોડ રૂપિયાની પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે અને વિવિધ શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની કેરળના પ્રવાસ પર રવાના થશે અને ત્યાં કેરળ પહોંચીને કોચી મેટ્રો રેલ લિમિટેડ દ્વાર જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી કેરળ આવ્યા પછી આજે કોચી મેટ્રોના બીજા ભાગની આધારશિલા રાખશે અને આ સાથે જ તે કોચી મેટ્રોના પ્રથમ ચરણ નો શુભારંભ કરશે. જે એસએન જંક્શનથી વળકકેકોટ્ટા સુધી બનાવાયો છે.

કેરળના રાજ્યપાલ આરીફ મોહમદ ખાન અને મુખ્યમંત્રી પીનરાઈ વિજયનની ઉપસ્થિતિમાં કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. વ્યાપાર મેળો અને પ્રદર્શની કેન્દ્રમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ બાદ કોચી મેટ્રો 24 સ્ટેશનોની સાથે ઓછામાં ઓછી 27 કિમિ ની દુરી નક્કી કરશે. પીએમ મોદી દ્વારા કોચીના લોકો માટે સ્ટેશન સમર્પિત કરીને તરત જ બંને સ્ટેશનનું સંચાલન સાંજે 7 વાગ્યે શરૂ થઇ જશે.

4.3 લાખ ચોરસ ફૂટમાં બનેલ વદક્કેકોટ્ટા સ્ટેશન : વડક્કેકોટ્ટા, એસએન જંકશન અને પનમકુટ્ટી પુલનું કામ 16મી ઓક્ટોબર, 2019ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું.

  • પોરબંદર એરપોર્ટ પર ફ્લાઇટ ફરી શરૂ કરવા માંગ : રમેશભાઈ ધડુક

         

01 Sep 22 : પોરબંદરમાં બંધ થયેલી વિમાની સેવા પુન : શરૂ કરવા સાંસદે ઉડ્ડયનમંત્રીને રજૂઆત કરી તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી છે. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે કેબિનેટ મંત્રી જ્યોતિરાદીત્ય સિંધિયાને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે ,પોરબંદ , ગુજરાતથી તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરવા અંગેની ચિંતાની બાબત તરફ તમારૂં ધ્યાન દોરવા માંગુ છું. જેમ તમે જાણો છો કે પોરબંદર જિલ્લો મહાત્મા ગાંધીજી અને સુદામાજીનું જન્મસ્થળ છે. તદુપરાંત દ્વારકા અને સોમનાથ શહેર, જે હિન્દુ પવિત્ર યાત્રાધામ છે.

પોરબંદર શહેરથી અનુક્રમે ૧૦૮ કિ.મી. અને ૧૩૪ કિ.મી.ના અંતરે આવેલું છે.વધુમાં ,એપ્રિલ ૨૦૨૨ માં  ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીયકક્ષાનો માધવપુર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . જે શ્રીકૃષ્ણ અને રાણી રૂકમણીજીના લગ્નની ઉજવણી કરવા માટે ઉત્તર – પૂર્વના રાજ્યોની સંસ્કૃતિને ગુજરાત સાથે જોડે છે.માધવપુરમાં પાંચ દિવસ સુધી મેળો યોજાયો હતો.જેમાં ભારતના રાષ્ટ્રપતિએ પણ હાજરી આપી હતી.ઉપરોક્ત મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં લેતા , પોરબંદર પ્રવાસન દ્વારા સંચાલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રમાં નોંધપાત્ર ભૂમિકા ધરાવે છે.

પોરબંદર શહેરમાં નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગમાં તમામ આધુનિક સુવિધાઓ છે.એરપોર્ટ ૨૦૦૮ થી કાર્યરત છે પરંતુ કમનસીબે , માત્ર ૩ ફ્લાઇટ્સ કાર્યરત છે.પોરબંદર થી દિલ્હી ( સ્પાઈસ જેટ ) , પોરબંદર થી મુંબઈ ( સ્પાઈસ જેટ ) , પોરબંદર થી અમદાવાદ ( ટુ જેટ ) કમન સીબે આ તમામ ફ્લાઈટનું કનેક્શન પણ ગયા મહિનાથી બંધ કરી દેવામાં આવ્યું છે.પોરબંદર એરપોર્ટ પરથી ફ્લાઈટની કામગીરી ફરી શરૂ કરવા અંગે તમે પુનઃર્વિચાર કરો અને જો ડાયરેક્ટ ફ્લાઈટ્સ શક્ય ન હોય તો રાજકોટ અથવા અમદાવાદ એરપોર્ટ દ્વારા કનેક્ટિંગ ફ્લાઈટ્સ પર વિચાર કરો . જેથી કરીને આપણા રાષ્ટ્રપિતાના જન્મસ્થળમાં પ્રવાસન નેતૃત્વ અર્થતંત્ર ખીલી શકે તેમ સાસંદ રમેશભાઈ ધડુકે ઉડ્ડયન મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું.