
22 Sep 22 : ગુના આચરી ગુનેગાર જેલ હવાલે થાય છે. જેલ હવાલે હોવા છતાં ગુનેગારને કોઇ જ ફરક ન પડ્યો હોય તે રીતે જેલમાં રહેલ કેદી પોલીસને હેરાન પરેશાન કરી મૂકે છે.રાજકોટની જેલમાંથી કેટલાક આત્મહત્યાના કિસ્સા આવ્યા સામે. રાજકોટ જેલમાં કેદીઓનોઆપઘાત કરવાનો જાણે સિલસિલો શરૂ થયો હોય તેમ ૨-૩ કેદીઓએ આપઘાતની કોશિશ કરી છે.
જેલમાં કેદીઓને સુધારા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. કારાવાસમાં રહેલા કેદીઓની કેર કરવા માટે માનવ અધિકાર પણ સક્રીય રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં જેલવાસ ભોગવતા કેટલાક કેદીઓ શા માટે આપઘાત કરે છે. તેવો સવાલ થઇ રહ્યો છે.બીજી તરફ રીઢા ગુનેગારો પાસે કંઇ રીતે સીમકાર્ડ સહિતની પ્રતિબંધીત ચિજવસ્તુ સરળતાથી મળી રહે છે તે અંગે ઉંડી તપાસ કરી રીઢા ગુનેગારોથી સમાજને સુરક્ષા પ્રદાન કરવા અને સંજોગો નો ભોગ બની જેલમાં ધકેલાયા કેદીઓની સલામતી અને સુરક્ષા અંગે વ્યવસ્થા ઉભી કરવાનો સમય પાકી ગયો છે.
કેટલાક કેદીઓ જેલમાં વૈભવી મહેલ જેવી સગવડ ભોગવી રહ્યા છે. જેલમાં માસ-મદીરાની મહેફીલ યોજવા સહિતની ઘટનાથી જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટની સગીરાના અપહરણના ગુનામાં ઝડપાયેલા લોહાનગરના દિપક દિનેશ ચારોલીયા નામના શખ્સને ત્રણ માસ પહેલાં જેલ હવાલે કરાયા બાદ જેલની બેરેકના બાથરૂમમાં ટૂવાલની મદદથી ગળાફાંસો ખાઇ લીધાની ઘટનાની તપાસ ચાલી રહી છે. ત્યાં રાજકોટમાં સ્પા સંચાલક આશિષ દિનેશ મારડીયા નામના યુવાન સામે એટ્રોસિટીનો ગુનો નોંધાતા જેલ હવાલે થયા બાદ ઝાડા થવાની વધુ પડતી દવા ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હત્યાના ગુનામાં જેલમાં રહેલા હાર્દિકસિંહ અને ભીખા સાથે મજાક મસ્તીમાં ઝાડા થવાની દવા ખાધાનું આશિષ મારડીયાએ જણાવ્યું છે.
ભારત વિકાસ પરિષદ -રણછોડ નગર શાખા શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજવામા આવી*
22 Sep 22 : ભારત વિકાસ પરિષદ -રણછોડ નગર શાખા, રાજકોટ દ્વારા તા.18-9-2022 ના રોજ અક્ષર સ્કુલના હોલ ખાતે સંસ્કારલક્ષી પ્રકલ્પ અંતર્ગત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજવામાં આવી.આ સ્પર્ધા ઉદધાટન સત્ર અને ઈનામ વિતરણ સત્ર એમ બે સેશનમાં યોજવામા આવી.કુલ 8 ટીમોએ ભાગ લીધો.
ઉદ્ઘાટન સત્રમાં દીપ પ્રાગટ્ય કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય શ્રી નયનાબેન પેઢડીયા તથા રિજિયોનલ સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઇ ભાડલિયા વિભાગ સહ મંત્રી ભરતભાઈ લીંબાસીયા અને શાખા પ્રમુખશ્રી વિનોદભાઈ પેઢડીયા સચિવ શ્રી ગૌતમભાઈ પટેલ તેમજકારોબારીસભ્યશ્રીઓ હોદ્દેદારોશ્રીઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો.
ત્યારબાદ વંદે માતરમનુ ગાન સાથે મહેમાનોનુ શબ્દથી સ્વાગત કરવામા આવ્યુ. તેમજ સંસ્થા પરિચય અને સમૂહગાન સ્પર્ધા વિશે માહિતી કાંતિભાઈ બગડા દ્વારા આપવામાં આવી. ત્યારબાદ વિનોદભાઈ ના વરદ હસ્તે ડ્રો દ્વારા દરેક ટીમોને ઉપનામ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્રાંતિકારીઓના નામ આપવામાં આવેલ આ નામની દરેક ટીમો દ્વારા ખૂબ જ સુંદર રીતે પરફોર્મન્સ કરવામા આવ્યુ.
આ સ્પર્ધામાં શિશુ મંદિર રણછોડ નગર શાખા પ્રથમ નંબર, અક્ષર શૈક્ષણિક સંકુલ દ્વિતીય નંબર અને ચાણક્ય વિદ્યાલય તૃતિય નંબર પ્રાપ્ત કર્યો.
વિજેતા ટીમોને ઈનામ વિતરણ સત્રમાં ઉપસ્થિત મહેમાનો ટ્રસ્ટી શ્રી પ્રેમગિરિબાપુ, પ્રમુખ વિનોદભાઈ પેઢડિયા, રીજીયો નલ સેક્રેટરી સંસ્કાર શ્રી નરેન્દ્રભાઇ, રાજકોટ વિભાગના સહમંત્રી શ્રી ભરતભાઈ ના વરદ હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આભારવિધિ ગૌતમભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રીમતી મીનાક્ષી બેન ,શ્રી પ્રતિકભાઈ એ બંને જજીસ સાહેબ એ સેવા આપી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના અધ્યક્ષ શ્રી વિનોદ ભાઈ પેઢડિયા, સચિવ શ્રી ગૌતમભાઈ પટેલ, કોષાધ્યક્ષ શ્રી કાંતિભાઈ બગડા પ્રચાર પ્રસાર તથા રાહુલભાઇ પાટડિયા , મયુરભાઈ ચોવટિયા. પિયુષભાઈ લીંબાસીયા , હર્ષ ભાઈ પેઢડીયા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કાંતિભાઈ બગડા દ્વારા કરવામાં આવ્યું.