બજેટમાં મહિલાઓને ઠેંગો : પ્રિયદર્શની નારી શક્તિ

02 Feb 22 : પ્રિયદર્શની નારીશક્તિના અને લોક સંસદ વિચાર મંચના હિતાક્ષીબેન વાડોદરિયા, પારૂલબેન સિધ્ધપુરા, હંસાબેન સાપ રિયા, ભાવનાબેન જોગીયા, સરલાબેન પાટડીયા, જ્યોતિબેન માઢક, માયાબેન મલકાણ, જયાબેન ચૌહાણ,અનિતાબેન સોની ની એક સંયુક્ત જણાવે છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2022-23 માટે રજૂ થયેલા અંદાજપત્રની મહિલાઓ મધ્યમ વર્ગ ગરીબો માટે બજેટ નિરાશાજનક છે. નાણામંત્રી પોતે મહિલા હોવા છતાં બજેટમાં મહિલાઓને ઠેંગો બતાવ્યો છે. મહિલાઓ માટે આર્થિક પગભર થવા માટેની કોઈપણ વિશેષ યોજનાઓ છે નહી અને મોંઘવારી ઘટાડે એવા કોઇ સંકેતો છે જ નહીં. 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ શાસનની ધૂરા સંભાળી ત્યારે અચ્છે દિનના સપનાઓ બતાવેલ હતા પરંતુ તે સપના ચકનાચૂર થયા છે.

આજે લોકો મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહ્યા છે. બજેટમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 91.5 રૂપિયા સસ્તો કરવામાં આવેલ છે પરંતુ ઘરેલું રાંધણ ગેસનો બાટલા માં તબક્કાવાર તોતિંગ વધારો કરાયા બાદ -સબસીડી બંધ કરાયા બાદ ઘરેલુ રાંધણ ગેસમાં એક ફદિયુ ઘટાડવામાં આવ્યું નથી. દરેક વખતે બજેટમાં આ વસ્તુ સસ્તી થશે તેવી કરવામાં આવતી જાહેરાતો ભ્રામક છે. ક્યારેય કોઇ વસ્તુ સસ્તી થતી નથી અને બજેટ ના આંકડા ની માયાજાળ ના નામે ઉલ્લુ બનાવવાનું બંધ કરો. આજની તારીખે ખરેખર તોતિંગ શિક્ષણ ફી, મોંઘુ દાટ બનતું જતું શિક્ષણ, રાંધણગેસ સિલિન્ડર, શાકભાજી, સીંગતેલ, કપાસિયા તેલ, કઠોળ જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ઓના ભાવો આસમાને છે કાળઝાળ મોંઘવારી નાથવામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ પુરવાર થયેલ છે. બજેટ ના નામે હથેળીમાં ચાંદ બતાવવાનું બંધ કરો.

2014માં જ્યારે ભાજપે સત્તાના સૂત્રો કેન્દ્રમાં સંભાળેલ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારી બહેનો નું ઘરના ઘરનું સ્વપ્ન હવે હું પૂર્ણ કરીશ તમામ બહેનો ને 2022માં ઘરનું ઘર મળી રહેશે પરંતુ આજે નરેન્દ્ર મોદીના ગુજરાતમાં જ હજારો લોકો બેઘર છે. હજારો લોકો ઘરના ઘરનું સ્વપ્ન એ ખરેખર એક સ્વપ્ન બની ગયું છે અને આજે પણ હજારો લોકો ભાડાના મકાનમાં રહે છે ત્યારે 2022માં તમામ પરિવારોને ઘરનું ઘર મળશે એ વાત હાસ્યાસ્પદ અને છેતરામણી બની છે.

આ વખતનું બજેટ કોર્પોરેટ કંપનીઓને વધુ લાભ થાય એવું અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પિસાતા જ રહે તેવું છે. આત્મનિર્ભર બનાવવાની વાતો ફક્ત શ્રીમંતો પુરતી જ સિમિત બની ગઇ છે. મહિલાઓ અને ગરીબોને ભાગે તો ચિંતા કરવા સિવાય બજેટમાં કશું ભાગે આવ્યું નથી તેમ અંતમાં હિતાક્ષીબેન, પારૂલબેન, સરલાબેન ની યાદીમાં જણાવાયું છે.