રાહુલ ગાંધી માનહાનીના કેસમાં પહોંચ્યા સુરત, 2019ની ટીપ્પણી બાદ માન હાનીનો થયો હતો કેસ

23 March 23 : કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સુરત પહોંચી ચૂક્યા છે તેઓ ટૂંક સમયમાં સુરત કોર્ટમાં હાજર થશે. એરપોર્ટથી લઈને કોર્ટ સુધી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે તેમની સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. એરપોર્ટથી સીધા કોર્ટમાં માનહાનીના કેસમાં તેઓ હાજરી આપશે. રાહુલ ગાંધીએ 2019માં મોદી અટક પર ટીપ્પણી કરી હતી. જેને ધ્યાનમાં રાખી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ કર્યો હતો. જે સંદર્ભમાં કોર્ટમાં આજે તેઓ હાજરી આપશે.

13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. લોક સભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ સભામાં ટીપ્પણી કરી હતી.જેમા તેમણે મોદી અટકવાળા લોકો પર ટીપ્પ્ણી કરી હતી. ત્યારે પૂર્ણેશ મોદીએ આ મામલે બદનક્ષીનો કેસ કર્યો હતો.રાહુલ ગાંધીના ભાષણ બાદ બદનક્ષીની ફરીયાદ મામલે રાહુલ ગાંધીના નિવેદનની સીડી પેનડ્રાઈવ થકી આપવામાં આવી તેને પુરાવો ગણવા માટે નિવેદન પણ અગાઉ કર્યું હતું. ત્યારે આજે ગુુરુવાર 23 માર્ચે આ કેસમાં રાહુલ ગાંધી એરપોર્ટથી કોર્ટમાં ટૂંક સમયમાં પહોંચશે.

છેલ્લી સુનાવણીમાં, રાહુલ ગાંધીના વકીલે બચાવમાં દલીલ કરી હતી કે મોદી સરનેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર ફોજદારી માનહાનિની ​​ફરિયાદ દાખલ કરવી જોઈએ. ત્યારે આ સંદર્ભે વધુ સુનાવણી માનહાની કેસ મામલે થશે. જેથી આજે ચૂકાદો આવી શકે છે.

વધુમાં વાંચો… “લવ ટ્રાયએંગલ” – રાજકોટ માં બહેન સાથે બજારમાં જવાનું બહાનું કાઢી પત્ની પ્રેમીને મળવા ગઈ, પતિને જાણ થતાં પત્નિએ ઝેરી દવા ગટગટાવી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી પરિણીતા પોતાના પ્રેમી સાથે ફરતી હોવાની પતિને જાણ થતાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્વરમાં આવેલા રાધાકૃષ્ણનગરમાં રહેતી ગીતાબેન જાદવ નામની પરિણીતા પાંચ દિવસ પૂર્વે પોતાના ઘરે હતી. ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી લેનાર ગીતાબેન મૂળ રાજકોટના વડાળી ગામની વતની છે અને તેણીને તેના ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. જેની પતિને જાણ થતાં તેણી રીસામણે ચાલી ગઈ હતી. સાત માસ રીસામણે બેઠા બાદ પતિ-પત્ની રાજકોટ રહેવા આવી ગયા હતા. બાદમાં બહેન સાથે બજારમાં જવાનું બહાનું બતાવી પ્રેમીને મળવા માટે પહોંચી હતી. જેથી પતિને શંકા જતા તે પાછળ ગયો હતો. પતિ પાછળ જતા પત્નીને પ્રેમી સાથે જોઈ ગયો હતો. પતિ પ્રેમી સાથે જોઈ જતા પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here