રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા દરોડા – લુઝ શ્રીખંડ, કપાસિયા તેલ અને દિવેલના ઘીનો નમનુનો થયો ફેઇલ

રાજકોટ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ત્રણ ખાદ્ય સામગ્રીના નમુના પરીક્ષણ દરમિયાન નાપાસ જાહેર થયા છે. કપાસિયા તેલ,લુઝ શ્રીખંડ અને દિવેલના ઘીનો નમુનો નપાસ જાહેર કરાયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ શાખા દ્વારા શહેરના ચુનારાવાડ વિસ્તારમાંથી સુનિલભાઈ રાવતાણીની દુકાનમાંથી સ્વસ્તિક રિફાઇન્ડ કપાસિયા તેલનો નમુનો લેવામાં આવ્યો હતો.પરીક્ષણ રિપોર્ટમાં કોટન સીડ ઓઇલની ગેરહાજરીના કારણે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે.જ્યારે લોગા પર એફ.એસ.એસ.એ.આઈ. અને ફૂડ લાઇસન્સ નંબર તથા એક્સ પાયરી ડેટ દર્શાવવામાં ન આવી હોવાના કારણે નમુનો મિસ બ્રાન્ડેડ જાહેર થયો છે.આ ઉપરાંત મોચીનગર હાઉસિંગ સોસાયટીમાં જીગ્નેશ ભાઈ રૂપારેલીયાની માલિકીના જય કલ્યાણ એન્ટરપ્રાઇઝમાંથી લુઝ ફ્રુટ શિખંડનો નમુનો લેવાયો હતો જેમાં મિલ્ક ફેટ ધારા ધોરણ કરતા ઓછા હોવાના કારણે નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે. આ ઉપરાંત કોઠારીયા રોડ પર નિશાંત સતાસિયાની દુકાન માચીસ દિવેલના ઘીનો નમુનો લેવાયો હતો.જેમાં વેજીટેબલ ફેટ અને હળદરની હાજરી મળી આવતા સેમ્પલ ફેઇલ ગયો છે. આજે ફૂડ વિભાગ દ્વારા ગાયત્રી નગર મેઇન રોડ અને કેવડા વાળી મેઇન રોડ પર ખાણી પીણીના 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું જે અંતર્ગત 11 ધંધાર્થીઓને લાયસન્સ અંગે તાકીદ કરાય હતી 15 નમૂના નો ચેકિંગ કરાયું હતું. જ્યારે અલગ અલગ વિસ્તારોમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા છે. જેમાં રામકૃષ્ણ નગર મેઇન રોડ પર ફાયર ગ્રીલ પીઝા વિલિયમ ઝોન પીઝામાંથી ગો નેચરલ ચીઝનો, ફ્રુટ કોસ્ટ મેયોનીઝ, ક્રિસ્ટલ એન્ટરપ્રાઇસ લા મીલનો પીઝેરીયાંમાંથી લા મીલનો પીઝેરિયા સોસ અને ચીઝનો જ્યારે જય શિવ જલારામ એન્ટરપ્રાઇઝમાંથી ઈટ લાઈટ ફેટ સ્પ્રેડ નો નમુનો લેવાયો હતો.આ ઉપરાંત મોઝરેલા ચીઝ અને મેયોનીઝનો સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.

વધુમાં વાંચો… પાકિસ્તાનના એક વ્યક્તિના કહેવા પર ન્યૂડ ફોટો રેકેટ ચલાવતી હતી મહિલા, સુરત મહિલા પ્રોફેસરની આત્મહત્યા બાદ ખુલ્યા ભેદ
આંધ્રપ્રદેશમાં રહેતી એક મહિલા પાકિસ્તાનના એક વ્યક્તિના કહેવા પર ન્યૂડ ફોટો રેકેટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સુરતમાં એક મહિલા પ્રોફસરની આત્મહત્યા સાથે જોડાયેલી છે. આ ક્રાઈમની ઘટનામાં એક પછી એક ભેદ ખુલ્યા હતા. જેમાં સુરત પોલીસે ઝડપેલા ત્રણ બિહારના આરોપીઓ બાદ મહિલાને પકડીને પૂછપરછ કરતા આ ખુવાસો થયો હતો. આમ પાકિસ્તાન કનેક્શન આ કેસમાં સામે આવ્યું છે. સુરતની મહિલા પ્રોફેસરની આત્મહત્યાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મહિલાને બ્લેકમેલ કરી નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપ્યા, પ્રોફેસર મહિલાએ રેલવેની નીચે આવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરી તો આ મામલે બિહારના ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે સુરતના રાંદેર પોલીસે આંધ્રપ્રદેશની જુહી નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે જુહી નામની આ મહિલા પાકિસ્તાનના ઝુલ્ફીકારને પૈસા મોકલતી હતી. સુરતની પોલીસે આ મહિલાને પકડવા મુસ્લિમ પોષાક પહેરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દોઢ મહિના પહેલા મહિલા પ્રોફેસરે આપઘાત કર્યો હતો. સુરતની મહિલા પ્રોફેસરની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. આ પછી, જ્યારે સ્થાનિક પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે મહિલા પ્રોફેસરને તેના મોર્ફ કરેલા ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવી હતી. આ પછી પોલીસે સાયબર ટીમની મદદ લીધી અને વધુ તપાસ કર્યા પછી, પોલીસે બિહારના ત્રણની ધરપકડ કરી. આ ત્રણની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે આંધ્રપ્રદેશના વિજયવાડાની રહેવાસી જૂહીનું નામ લીધું. જે મહિલા વિજયવાડામાંથી ઝડપાઈ છે. તેનું પૂરું નામ જુહી સલીમ શેખ છે. તેની ઉંમર 30 વર્ષ છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં રહેતી જુહીના લોકેશન બાદ સુરત પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને જુહીના સંપર્કમાં આવી હતી. આ પછી ટીમે જુહીને ત્યાંથી પકડી અને પછી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવ્યા. પોલીસનો દાવો છે કે જુહી પાસે બે મોબાઈલ ફોન અને બે બેંક પાસબુક છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે.
જુહી પાકિસ્તાનમાં બેઠેલા ઝુલ્ફીકાર નામના વ્યક્તિના સંપર્કમાં હતી અને એપ્લિકેશન દ્વારા રોજના 50 થી 60 હજાર રૂપિયા પડાવી લેતી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે જુહી લાંબા સમયથી પાકિસ્તાનમાં રહેતા ઝુલ્ફીકારના સંપર્કમાં છે.

વધુમાં વાંચો… મહેસાણામાં 41 બાળકોનો પ્રવેશ રદ, RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવતા રદ
RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવતા મહેસાણામાં 41 બાળકોનો પ્રવેશ રદ કરવામાં આવ્યો હતો. આરટીઈ હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવવાના મામલે આ પ્રવેશ રદ કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. રાજ્યની 9856 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 82,509 બેઠકો પર RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી. મોટાભાગના વાલીઓ તેમના કુશળ વિદ્યાર્થીઓને RTEમાં પ્રવેશ મેળવવા માટે તૈયારી દર્શાવતા હોય છે ત્યારે આ પ્રક્રિયા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા બાદ ફોર્મ ભરવાની પ્રક્રીયા બાદ આ પ્રકારની વિગતો મહેસાણા જિલ્લાની સામે આવી હતી. ધોરણ 1માં પાંચ વર્ષની ઉંમરે ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હતો. ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે તપાસમાં આ હકીકત ધ્યાને આવી હતી. જેમાં મહેસાણા તાલુકાના 23, કડી તાલુકાના 9 બાળકોનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિસનગરના 2 અને ઉંઝાના એક બાળકનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. વિજાપુરના 4 તેમજ બહુચરાજીના 2 બાળકોનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ હેતુસર આરટીઈની શરુઆત કરી છે. ત્યારે આ પ્રવેશ પ્રક્રીયા દર વર્ષે કરવામાં આવે છે ત્યારે મહેસાણા જિલ્લામાં તુલાકા પ્રમાણે આ વખતે ખોટી રીતે પ્રવેશ મામલે 41 બાળકોનો પ્રવેશ રદ કરવામાં આવ્યો હતો.

વધુમાં વાંચો… અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી તા.૨૮ થી તા.૩૦ મે દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી. ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, કાપણી કરેલ પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના
રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં આગામી તા.૨૮ મે થી ૩૦ મે, ૨૦૨૩ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન ખાતાની આગાહી છે. હવામાન ખાતાની આ આગાહીના પગલે જિલ્લાના ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, કાપણી કરેલા પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના છે. શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત જણસીના જથ્થાને કોઈ પ્રકારનું નુકશાન ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવી. વધુ જાણકારી અર્થે સંબંધિત વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીસાહેબ, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

વધુમાં વાંચો… રાજકોટ – ૨૫ વર્ષની પરિણીતાએ બિમારીથી કંટાળી કરી આત્મહત્યા: આઠ માસનો પુત્ર થયો માતા વિહોણો
આ આધુનિક અને ઝડપી યુગમાં લોકો પોતાની માનસિક સ્થિતિ પળવારમાં ગુમાવી બેસે છે. તેવા જુદા જુદા બે કિસ્સાઓ શહેરમાં સામે આવ્યા છે. જેમાં પોપટપરા માં આચકિની બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું સામે આવ્યું છે તો બીજા બનાવમાં ધંટેશ્વર પાસે રહેતી યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનુ જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા – 7/12માં રહેતાં આરતીબેન વિશાલભાઈ ઝરવરિયા (ઉ.વ.25) ગઈકાલે સાંજે પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વધુમાં મૃતકના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે, તેમના લગ્ન આરતીબેન સાથે પાંચ વર્ષ પહેલાં થયા હતાં. લગ્નજીવન દરમિયાન તેમણે સંતાનમાં ચાર વર્ષની પુત્રી અને આઠ માસનો પુત્ર છે. તેમની પત્ની લાંબા સમયથી આંચકીની બીમારીથી પીડિત હતાં. ગઈકાલે તેની માતા સાથે તેની પુત્રી સબંધીને ત્યાં ગયા બાદ તેઓ પણ મજૂરીકામ માટે ઘરેથી નીકળી ગયા હતાં. તેઓ પાંચ વાગ્યે ઘરે આવી રૂમનો દરવાજો ખોલતાં પત્ની લટકેલી હાલતમાં જોવા મળી અને આઠ માસનો પુત્ર બાજુમાં રમતો જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. આરતીબેને આંચકીની બીમારીથી પગલું ભર્યાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.જ્યારે અન્ય બનાવમાં ઘંટેશ્વર પાસે દરગાહ નજીક આવેલ 25 વારીયામાં રહેતી મમતાબેન સુભાંષભાઈ ભટી (ઉ.વ.18) ગઈ રાત્રે પોતાના ઘરે બાથરૂમમાં જઈ હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે પરિવારજનો ઉઠતાં પુત્રી લટકેલી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. પરિવારજનોએ 108ને જાણ કરતાં 108ના સ્ટાફે યુવતીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્રી-એક પુત્ર છે. સૌથી નાની મમતા ગઈકાલે સાંજે અમે સાથે જમ્યા ત્યાં સુધી કોઈ તકલીફ ન હતી તેને ક્યાં કારણસર પગલું ભર્યું તે અંગે તેઓ પણ અજાણ હોવાનું કહ્યું હતું. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે ઘટનાની નો ધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

વધુમાં વાંચો… મોરબીમાં પોલીસ-રેવન્યુ વિભાગ અને ડોક્ટર-પત્રકારોની ટીમ વચ્ચે બે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઇ

સામાન્ય રીતે પોલીસ અધિકારી અને કર્મચારીઓ રાત દિવસ જોયા વગર સતત માનસિક તણાવ હેઠળ કામગીરી કરે છે ત્યારે પોલીસ વિભાગની ટીમ સ્પીરીટ જળવાઈ રહે અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેની સાંકળ વધુ મજબૂત બને તે માટે થઈને સમયાંતરે જુદી જુદી રમતગમત અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં મોરબી નજીકના સાદુળકા ગામે આવેલ સર્વોપરી સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોરબી ડિસ્ટ્રીક પોલીસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લા માંથી જુદા જુદા પોલીસ મથકો અને જુદી જુદી શાખાની કુલ મળીને આઠ ટીમો વચ્ચે ચાર દિવસ સુધી રાત્રિ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે શુક્રવારે સાંજે આ ક્રિકેટ ટુર્ના મેન્ટનું મોરબી જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યા તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમ તેમજ ડોક્ટર અને પત્રકારોની ટીમ વચ્ચે બે ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમ વચ્ચેના મેચમાં ભારે રસાકસી વચ્ચે પોલીસની ટીમ વિજેતા બની હતી જ્યારે ડોક્ટર અને પત્રકાર વચ્ચેની ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં ડોક્ટરોની ટીમે વિજય મેળવ્યો હતો. જેથી વિજેતા ટિમો સહિત ચારેય ટીમના કેપ્ટન તેમજ મેચમાં સારો દેખાવા કરનારા ખેલાડીઓને કલેકટર, એસપી, ડીએસપી વગેરે અધિકારીઓના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

વધુમાં વાંચો… મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાંથી ટ્રેક્ટરનો ડ્રાઈવર ૫૨ હજારનો ભંગાર ચોરી ગયો
મોરબી પંથકમાં ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે એક બાદ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હવે મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ ખાતેથી ભંગારની ચોરી થયાનું ખુલ્યું છે જે ભંગાર ચોરીમાં કોઈ અજાણ્યા ઇસમની સંડોવણી નહિ પરંતુ રવાપર ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર ચલાવતા ચાલકનું કારસ્તાન હોવાનું ખુલવા પામ્યું છે જે મામલે નગરપાલિકાના કર્મચારીની ફરિયાદને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના રવાપર રોડ પરની અંજની સોસાયટીમાં રહેતા નગરપાલિકાના કર્મચારી કનૈયાલાલ જાદવજીભાઈ કાલરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોરબીના જાંબુડિયા ગામની સીમ, રફાળેશ્વર ગામ પાસે જીયોટેક કારખાના સામે રેલ્વે ફાટક પાસે મોરબી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ આવેલ છે જ્યાં મોરબી શહેરનો કચરો નાખવા ઉપયોગમાં લેવાય છે જે જગ્યામાં સરકાર તરફથી ખુલ્લો સેડ બનાવવામાં આવ્યો છે જે સેડનો ઉપયોગ ખાત્ર બનાવવા માટે કુંડીયો બનાવી તેમાં કચરો નાખી ખાતર બનાવવામાં આવે છે સેડ પંદરેક વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો મોરબી નગરપાલીકા દ્વારા સાઈટ પરથી ભંગાર ભરી પંચાસર રોડ પર આવેલ નંદીઘરમાં ટ્રાન્સફર કરતા હોય જેથી જેસીબી ડ્રાઈવર રઈશભાઈ ગત તા. ૨૫ ના રોજ શેડની જગ્યાએ પોતાનું જીસીબી લઇ ભંગાર ભરવા ગયો હતો અને બપોરના દોઢેક વાગ્યે ફોન કરી તેઓએ જાણ કરી હતી કે નગરપાલિકા સેડમાંથી કોઈ ભંગારની ચોરી થયેલ છે જેથી ફરિયાદી કનૈયાલાલ કાલરીયા, પાલિકાના સુપરવાઈઝર હિતેશ રવેશિયા અને ઓડીટર ભાવેશભાઈ દોશી, કેશિયર મહાવીરસિંહ જાડેજા, વાહન વિભાગના જયદીપ લોરિયા બધા સાઈડ પર જોવા માટે ગયા હતા જ્યાં સેડમાંથી નાની મોટી ચેનલ નંગ ૩૦ અને કે.ચી. એન્ગલ નંગ ૪૦ તેમજ નાના મોટા ગોળ પાઈપ નંગ ૨૧ સહિતના ભંગારની ચોરી થઇ હતી જે ભંગારનો અંદાજીત વજન દોઢેક ટન કીમત રૂ ૫૨,૦૦૦ ની ચોરી થયાનું જાણવા મળ્યું હતું
જે મામલે આજુબાજુમાં તપાસ કરતા રવાપર ગ્રામ પંચાયતના ટ્રેક્ટરનો ડ્રાઈવર મનુભાઈ આદિવાસી ભંગાર ચોરી કરી ગયાનું જાણવા મળ્યું હતું આમ રફાળેશ્વર ગામ નજીક આવેલ પાલિકાની ડમ્પિંગ સાઈટ પરના ખુલ્લા સેડમાંથી રવાપર ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર ચલાવતો મનુભાઈ આદિવાસી રહે લીલાપર ચોકડી વાળો ૫૨ હજારની કિમતનો ભંગાર ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આરોપી મનુભાઈ આદિવાસી રહે લીલાપર ચોકડી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં વાંચો… માંગરોળ નજીકથી 2800 લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી પકડાયું પોલીસે સેમ્પલ લઈને એફએસએલમાં મોકલ્યા

માંગરોળ પોલીસનો સ્ટાફ કામનાથ ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતો ત્યારે પોરબંદર રોડ તરફથી આવેલી જીજે-11-વીવી-2617 નંબરની બોલેરો પીકપ જીપ ને રોકી તેની તપાસ કરતા તેમાં રહેલા બેરલ અને કેરબામા જ્વલનશીલ પ્રવાહી ભરેલું જોવા મળ્યું હતું પોલીસે જીપમાં સવાર માંગરોળના ઇમરાન હાસમ ભાટા પાસે પરમીટ કે લાયસન્સ હોય તો રજૂ કરવા કહેતા તેની પાસે લાઇસન્સ કે પરમિટ ન હતી પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ પ્રવાહી પોતાના શેઠ દિનેશ ગોહેલ રિઝવાન અયુબ કાલવાતના કહેવાથી ગોંડલના કલ્પેશ ભાઈ ના ડેલામાંથી આ પ્રવાહી માંગરોળ સુધી લાવ્યાનું જણાવ્યું હતું. આ શંકાસ્પદ જવલનશીલ મંગાવનાર અને વેચનાર છૂટક વેચાણ કરતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે જીપ તથા 2800 પ્રવાહી મળી કુલ 3.06 લાખનો મુદ્દા માલ કબ્જે કરી ઇમરાન હાસમ ભાટા દિનેશ ગોહેલ રિઝવાન અયુબ કાલવાત અને ગોંડલના કલ્પેશ સામે ગુનો દાખલ કર્યો હતો તેમજ જવલનશીલ પ્રવાહીના સેમ્પલ લઇ એફએસએલ માં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ મામલે પોલીસે ચાર શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો.

વધુમાં વાંચો… ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

વિદેશ મંત્રી એસ. જયશંકરે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિરોધ પક્ષોના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. ગુજરાતના બે દિવસના પ્રવાસે વડોદરાથી નર્મદા જિલ્લામાં પહોંચેલા જયશંકરે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ અગાઉ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ વખતે તેઓ તેમના દત્તક લીધેલા ગામો જોવા માટે આવ્યા હતા. ત્યારે આ મામલે તેમણેટ મીડિયા સાથે વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજનીતિ કરવાની એક મર્યાદા હોવી જોઈએ. તેમણે કહ્યું કે નવા સંસદભવનના ઉદ્ઘાટનને સમગ્ર દેશે ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે એટલે કે રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પીએમ મોદીએ નવા સંસદ ભવનનો ફર્સ્ટ લૂકનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે.
નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા રાજપીપળા ખાતે મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે વિરોધ પક્ષોના વલણને ખોટું ગણાવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેટલાક લોકો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હું માનું છું કે રાજનીતિમાં સામેલ થવાની એક મર્યાદા હોવી જોઈએ. ઓછામાં ઓછા આવા પ્રસંગોએ આખા દેશે ભેગા થઈને આ તહેવાર ઉજવવો જોઈએ. વિરોધ પક્ષો એવી દલીલ કરે છે કે સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા થવું જોઈએ ત્યારે જયશંકરે કહ્યું કે હું માનું છું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન લોકશાહીના તહેવાર તરીકે લેવું જોઈએ અને તે જ ભાવનાથી ઉજવવું જોઈએ. તેને વિવાદનો વિષય ન બનાવવો જોઈએ. જો વિવાદનો વિષય બની જાય તો તે દુર્ભાગ્ય પૂર્ણ છે.
વિદેશ મંત્રી તેમના ગુજરાત પ્રવાસના અંતે આજે બીજા દિવસે અમદાવાદના પ્રવાસે છે અને શહેરની એક યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ પૂરા થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here