શિયાળાની સિઝન આવતા જ અડદિયા વહેંચતા વેપારીને ત્યાં રાજકોટ મનપા દ્વારા દરોડા

14 Dec 22 : હાલ શિયાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને ઠેર ઠેર અડદિયા વહેચાઈ રહ્યા છે ત્યારે કેટલાક વેપારીઓ પૈસા કમાવા લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી દે છે ત્યારે લોકોના સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અનેક ખાણીપીણીનાં વેપારીને ત્યાં ચેકીંગ હાથ ધરાયું હતું. શિયાળાની સિઝનમાં શહેરમાં શેરી ગલીએ શુધ્ધ ઘીના અડદિયાના નામે વેંચાતા અડદિયામાં ભેળસેળ થતી હોવાની શંકાના આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ત્રણ સ્થળેથી અડદિયાના નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ ચાર પાનની દુકાનદારોને ફૂડલાયસન્સ મેળવીલેવા તાકીદ કરવામાં આવી હતી. આજે ભોજલરામ સોસાયટીમાં સંત કબીર રોડ પર ત્રિવેણી ગેટ સામે ચામુડા ડેરી ફાર્મમાંથી શુધ્ધ ઘીના અડદિયા, કોઠારિયામાં ગોંડલ રોડ હાઈવે પર કોઠારિયા સોલવન્ટ રેલવે ફાટક પાસે તિરૂપતી ડેરી ફાર્મ અને સંતકબીર રોડ પર જલગંગા ચોકમાં ભોલેનાથ કોમ્પલેકસમાં ગ્રાઉન્ડ ફલોર પર શોપ નં. 2માં શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મમાંથી શુધ્ધ ઘીના અડદિયાના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં 20 ધંધાર્થિઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવી હતી.

શ્રી નાથજી સેલ્સ એન્ડ જનરલ સ્ટોર , કૌશર પાન , જલારામ એજન્સી અને ઝલક પાન ને લાઇસન્સ મેળવવા અંગે સૂચના આપવામાં આવી હતી જયારે તિરુપતિ બેકરી એન્ડ કેક શોપ, શ્રી રાધેકૃષ્ણ ડેરી ફાર્મ, જય ભગીરથ કોલ્ડ્રિંકસ, જલીયાણ પ્રોવિઝન સ્ટોર્સ, મિલન પાન એન્ડ કોલ્ડ્રિંકસ ,ડીલક્સ પાન કોલ્ડ્રિંકસ જલીયાણ પ્રોવિઝન સ્ટોર્સ , સંતોષ પાન કોલ્ડ્રિંકસ , ભરત પાન ,શક્તિ પાન કોલ્ડ્રિંકસ ,ડીલક્સ પાન ,મોગલ પાન ,ખોડિયાર પાન કોલ્ડ્રિંકસ ,ક્રિષ્ના પાન કોલ્ડ્રિંકસ ,આશાપુરા પાન ,મહાદેવ પાન માં ચેકીંગ કરાયું હતુ.

વધુમાં વાંચો… ચીને હદ્દ જ કરી દીધી, નિવેદન આપીને દોષનો બધો ટોપલો ઢોળ્યો ભારતીય સેનાના માથે

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સેના અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણને લઈને ચીની સેના તરફથી પહેલી પ્રતિક્રિયા આવી છે. આ અથડામણને લઈને ચીની સેનાએ ભારતીય સેના પર આરોપ લગાવ્યો છે. ચીની સેનાએ કહ્યું છે કે ભારતીય સૈનિકોએ ગેરકાયદેસર રીતે વિવાદિત સરહદ પાર કરી હતી, જેના કારણે અથડામણ શરૂ થઈ હતી.

જો કે, મોદી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને તેમને ખદેડી દીધા. રાજનાથ સિંહે કહ્યું કે આ અથડામણમાં કોઈ ભારતીય સૈનિકનું મૃત્યુ થયું નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.

ચીની સેનાના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતીય સૈનિકો ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ચીની સૈનિકોના રસ્તામાં આવ્યા જેના કારણે બંને તરફથી વિવાદ વધી ગયો. ચીની સેનાએ કહ્યું કે અમે પ્રોફેશનલ રીતે માપદંડો હેઠળ જોરદાર જબાવી કાર્યવાહી કરી, જે પછી સરહદ પર સ્થિતિ સામાન્ય થઈ. ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારી અને પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા લોંગ શાઓહુઆએ કહ્યું કે ભારત સરહદ પર તૈનાત તેના સૈનિકો પર કડક નિયંત્રણ રાખે અને ચીન સાથે મળીને સરહદી વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરે. તેમણે કહ્યું કે 9 ડિસેમ્બરે ભારતીય સૈનિકોએ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને નિયમિત પેટ્રોલિંગ કરી રહેલા ચીની સૈનિકોના કામમાં અવરોધ ઉભો કર્યો હતો, ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી.

ચીની સેના પહેલા ચીનના વિદેશ મંત્રાલય દ્વારા તવાંગમાં અથડામણને લઈને સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જો કે, ચીન તરફથી નિવેદનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે પ્રદેશમાં સ્થિતિ ‘સ્થિર’ છે. નિવેદનમાં, ચીની તરફથી તેના સૈનિકોને ઈજાઓ વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીન-ભારત સરહદ પર વર્તમાન સ્થિતિ સ્થિર છે. બંને પક્ષો રાજદ્વારી અને સૈન્ય માધ્યમથી સરહદ સંબંધિત મુદ્દાઓ પર ખુલ્લી વાતચીત કરી રહ્યા છે.

જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. સોમવારે ભારતીય સેના દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે ચીની સૈનિકોના ઘૂસણખોરીના પ્રયાસને આપણા સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષના જવાનોને ઈજાઓ પહોંચી છે.

ચીનનું એક સુનિયોજિત ષડયંત્ર – આ અથડામણ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચીન દ્વારા એક સુનિયોજિત કાવતરું હતું, જેના હેઠળ 300 ચીની સૈનિકો ભારતીય ચોકીને હટાવવા માટે યાંગત્સે વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ચીની સૈનિકો પાસે કાંટાવળી લાકડીઓ અને ડંડા હતા. જો કે, ચીની સૈનિકોના હુમલા પહેલા ભારતીય સેનાએ મોરચો સંભાળી લીધો અને બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ ગઈ.

વધુમાં વાંચો…ભાવનગર – શહેરમાં ટેમ્પલ બેલમાં માટી ભરાતા મહાપાલિકાની કાર્યવાહી કરવામાં આવી

શહેરમાં ટેમ્પલ બેલમાં માટી ભરાતા મહાપાલિકાની કાર્યવાહી ટેમ્પલ બેલમાં કચરો ભરવાનો હોય છે પરંતુ ખાનગી હોય છે, આવુ જ તાજેતરમાં વડવા અ વોર્ડમાં જોવા મળ્યુ હતુ કોન્ટ્રાકટરોના કર્મચારીઓ દ્વારા ટેમ્પલ બેલમાં પથરા, ધુળ અને મનપાએ કાર્યવાહી કરી હતી. મહાપાલિકાએ બે ફેરા રદ કરી રૂ. ૨ હજારની પેનલ્ટી વસુલી સંતોષ માન્યો. ભાવ નગર શહેરના વડવાઅવોર્ડમાં કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ખાલી કરવા આવે ત્યારે મનપાની સાઈડ આવેલ ચાવડીગેટ પાસે બે દિવસ પૂર્વે મહાપાલિકા સાથે ખુલ્લેઆમ પર તેનો વજન કરવામાં આવે છે અને કચરો ભરવાના ટેમ્પલ બેલમાં મનપાના છેતરપીંડી કરવામાં આવે છે છતા કેટલાક કોન્ટ્રકટરોને વજન પર મનપા સોલીડ વેસ્ટ વિભાગે તપાસ કરતા તેમાં કોન્ટ્રાકટરોને છાવરવામાં આવતા પૈસા ચુકવે છે.

ટેમ્પલ બેલમાં કચરાના માટી ભરી હતી તેથી મનપા દ્વારા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. કોન્ટ્રાકટરો કે બદલે પથરા કે માટી નાખી વજન વધારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી કર્મચારીઓ આવુ બીજીવાર ના કરે તે મનપા સાથે બનાવટ કરવામાં આવતી હતી. મહાપાલિકાએ બે ફેરા રદ કર્યા હતા માટે કડક પગલા લેવા જરૂરી છે. હોવાનુ કહેવાય છે. આ બાબતે કમિશનરે અને રૂ. ૨ હજાર પેનલ્ટી ફટકારવામાં ઉલ્લેખનીય છે કે, ટેમ્પલ બેલ કચરો લાલ આંખ કરવી જરૂરી છે. આવી હતી. અગાઉ અધેવાડા પાસે ટેમ્પલ બેલમાં પથરા મળી આવ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here