File Image
File Image

25 Aug 22 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત આવતીકાલે બે દિવસની મુલાકાતે ત્રિપુરા પહોંચશે. આ દરમિયાન તેઓ અહીં ઉજ્જયંત મહેલની મુલાકાત લેશે. તેઓ ગોમતી જિલ્લાના સરબોંગ આશ્રમમાં એક મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે.

ભાજપે ત્રિપુરામાં પોતાના નવા અધ્યક્ષની જાહેરાત કરી છે. પાર્ટી એ તેના રાજ્ય એકમ માટે રાજીવ ભટ્ટાચાર્ય ને તેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપ ના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહે આદેશમાં કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજીવ ભટ્ટાચાર્યને ત્રિપુરા ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર મોહન ભાગવત આવતીકાલે વહેલી સવારે એમબીબી એરપોર્ટ પહોંચશે. ભાગવતને ‘Z’+ સુરક્ષા મળી છે. માણિક્ય રાજવંશના મહેલમાં થોડા સમયના રોકાણ બાદ તેઓ પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના ખૈરપુર વિસ્તારમાં RSS ના મુખ્યાલય ‘સેવાધામ’ની મુલાકાત લેશે. અહીંથી તેઓ શનિવારે ગોમતી જિલ્લાના અમરપુર સબડિવિઝનમાં સ્થિત સરબોંગ આશ્રમ જવા રવાના થશે. અહીં તેઓ નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કરશે. ભાગવત સરબોંગ આશ્રમમાં એક સભાને પણ સંબોધિત કરશે. નોંધનીય છે કે, RSS એ કોઈ રાજનીતિ પાર્ટી નથી પણ સંઘના નિર્ણયથી જ ભારતીય જનતા પાર્ટી ચાલે છે.

  • ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ અધ્યક્ષના નામની કરી જાહેરાત..

25 Aug 22 : છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશ BJP ના પ્રદેશ અધ્યક્ષના અલગ-અલગ નામોને લઈને રાજકીય ગલિયારામાં અટકળો ચાલી રહી હતી પરંતુ પાર્ટીએ જે નામ નક્કી કર્યું છે તે ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીનું છે. ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી અને પશ્ચિમમાં જાટોના મોટા નેતા ભૂપેન્દ્ર સિંહ ચૌધરીને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ચૌધરી પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ હરિયાણા અને રાજસ્થાનના ચૂંટણી સમીકરણોનું નિશાન બરોબર સાધ્યું છે.

ભૂપેન્દ્ર ચૌહાણને પાયાના સ્તરના મોટા નેતા માનવામાં આવે છે : ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના અલગ-અલગ નામોને લઈ ને અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ પાર્ટીએ જે નામ નક્કી કર્યું છે તે ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીનું છે. ચૌધરી માત્ર સંગઠનના જૂના કાર્યકર જ નથી પરંતુ તેઓ ગ્રાસરૂટ લેવલના મોટા નેતા પણ માનવામાં આવે છે.

જાટોના જન આંદોલનની અસર ઘટાડવાની વ્યૂહરચના : કેટલાક સમયથી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી જ જાટોનું આંદોલન આગળ વધી રહ્યું હતું. આવી સ્થિતિમાં જાટ નેતા ખાસ કરીને ગ્રાસરૂટ જાટ નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીના હિતમાં માનવામાં આવી રહ્યો છે. નવા પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીએ માત્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટલેન્ડને જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પ્રદેશના મોટા પછાત સમુદાયને પણ આ માધ્યમથી જોડ્યા છે.