રાજકોટ – ૪૮ વર્ષના ત્યક્તને પ્રેમ સંબંધના નામે નરાધમે પોતાના હવસનો શિકાર બનાવી

File Image
File Image

04 Nov 22 : રાજકોટમાં બળાત્કારની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. ત્રણ જ દિવસમાં બળાત્કારની બીજી ઘટના સામે આવી જેમાં ૪૮ વર્ષના ત્યક્તને પ્રેમ સંબંધના નામે નરાધમે પોતાના હવસનો શિકાર બનાવી.

વિગતો મુજબ 48 વર્ષની ત્યક્તાએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ નાથા સોલંકીનું નામ આપ્યું હતું અને તેમાં તેને જણાવ્યું હતું કે, રૂખડિયાપરામાં રહેતા યુવાન સાથે મનમેળ નહિ થતા તેની સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ પોતે એકલી રહી પોતાનું ગુજરાન ચલાવવા હોસ્પિટલ ચોકમાં ઇમિટેશન ના ઘરેણાં વેચે છે.ત્યારે ત્રણ વર્ષ પહેલા પોતે ઇમિટેશનનો સામાન લેવા આરોપી સુરેશની રિક્ષા ભાડે કરી આવતી-જતી હતી. અવારનવાર સુરેશની રિક્ષામાં જતી હોય બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. સુરેશ સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ જામનગર રોડ, ઘંટેશ્વર 25 વારિયામાં સહેલી રહેતી હોય તેના ઘરે બંને મળતા હતા. ત્યારે સુરેશે ’ તું મને બહુ ગમે છે ’ તેમ કહી શરીરસંબંધ બાંધવાની વાત કરી હતી. જેથી પોતે ના પાડી હતી.દરમિયાન છ મહિના પૂર્વે બંને ફરી સહેલીના ઘરે મળવા ભેગા થયા ત્યારે સુરેશે પોતાની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તે અઠવાડિયામાં એક વખત મળવા બોલાવી સહેલીના ઘરે પોતાના પર દુષ્કર્મ આચરતો હતો. અંતે સુરેશ વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરીમાં દુષ્કર્મ આચર્યાની અરજી કરી હતી. જે અરજીની તપાસ બાદ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

વધુમાં વાંચો… રાજકોટ જિલ્લામાં ૧૧.૯૬ લાખ જેટલા પુરુષ તથા ૧૧.૦૯ લાખ જેટલા મહિલા મતદારો

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના આઠેય વિધાસનભા વિસ્તારોમાં મતદારોની સંખ્યા સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં ૧૦ ઑક્ટોબર ૨૦૨૨ની સ્થિતિએ કુલ ૨૩,૦૫,૬૦૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧૧, ૯૬, ૦૧૧ પુરૂષ મતદારો તથા ૧૧,૦૯,૫૫૬ સ્ત્રીઓ નોંધાયેલા છે. જિલ્લામાં થર્ડ જેન્ડર શ્રેણીમાં ૩૪ મતદાતાઓ નોંધાયેલા છે. રાજકોટ જિલ્લામાં ૮૦ વર્ષથી ઉપરના વરીષ્ઠ નાગરીકોની સંખ્યા ૫૨,૨૩૮ જેટલી છે તેમજ દિવ્યાંગ મતદારો ૧૫,૬૩૩ જેટલા છે.

વિધાનસભા વિસ્તાર પ્રમાણે જોઈએ તો, ૬૮-રાજકોટ પૂર્વમાં ૧,૫૬,૩૧૫ પુરુષ, ૧,૪૦,૮૮૯ સ્ત્રી મતદારો જ્યારે ૨ થર્ડ જેન્ડર મળીને કુલ ૨,૯૭,૨૦૬ મતદારો નોંધાયા છે.

૬૯-રાજકોટ પશ્ચિમમાં ૧,૭૯,૫૫૯ પુરુષ મતદારો, ૧,૭૪,૩૮૨ મહિલા મતદારો, ૬ થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ ૩,૫૩,૯૪૭ મતદારો નોંધાયા છે.

૭૦-રાજકોટ દક્ષિણમાં ૧,૩૨,૯૩૩ પુરુષ મતદારો, ૧,૨૫,૭૩૬ સ્ત્રી મતદારો, ૪ થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ ૨,૫૮,૬૭૩ મતદારો નોંધાયા છે.

૭૧-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા વિસ્તારમાં ૧,૯૨,૭૬૩ પુરુષ મતદારો, ૧,૭૪,૧૮૬ સ્ત્રી મતદારો તથા ૭ થર્ડ જેન્ડર મતદારો મળીને ૩,૬૬,૯૫૬ મતદારો નોંધાયા છે.

૭૨-જસદણ ક્ષેત્રમાં ૧,૩૪,૦૧૧ પુરુષ, ૧,૨૨,૨૭૭ સ્ત્રી તથા ૧ થર્ડ જેન્ડર મળીને કુલ ૨,૫૬,૨૮૯ મતદારો નોંધાયા છે.

૭૩-ગોંડલ ક્ષેત્રમાં ૧,૧૮,૨૧૮ પુરુષ, ૧,૧૦,૨૧૨ સ્ત્રી તથા ૮ થર્ડ જેન્ડર મળીને કુલ ૨,૨૮,૪૩૮ મતદારો નોંધાયા છે.

૭૪-જેતપુર વિધાનસભા ક્ષેત્રમાં ૧,૪૩,૫૦૪ પુરુષ, ૧,૩૨,૧૦૮ સ્ત્રી તથા પાંચ થર્ડ જેન્ડર મળીને કુલ ૨,૭૫,૬૧૭ મતદારો નોંધાયા છે.

૭૫-ધોરાજી વિધાનસભા વિસ્તારમાં ૧,૩૮,૭૦૮ પુરુષ, ૧,૨૯,૭૬૬ સ્ત્રી તથા ૧ થર્ડ જેન્ડર મળીને કુલ ૨,૬૮,૪૭૫ મતદારો નોંધાયા છે.

તા.૧૦/૧૦/૨૦૨૨ બાદ ૫ણ મતદાર યાદી સતત સુધારણા ચાલુ છે. જે મુજબના નવા અ૫ડેટ થયા બાદ મતદારયાદી રોલ પ્રસિદ્ધ થશે. જેમાં નવા ઉમેરાયેલા મતદારો સાથેની વિગતો જાહેર કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં તા.૧૦/૧૦/૨૦૨૨ પહેલા જે અરજદારોએ મતદારયાદીમાં તેઓનું નામ દાખલ કર્યું છે તેવા ૭૫,૭૫૩ જેટલા અરજદારોને પોસ્ટ મારફત ચૂંટણી કાર્ડ ઘરબેઠા મળી રહેશે. રાજકોટ જિલ્લામાં ચૂંટણી કાર્ડ ટૂંક સમયમાં પોસ્ટ મારફત વિતરીત થઈ જશે, તેમ જિલ્લા ચૂંટણી તંત્રની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here