26 Aug 22 : દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા આવતીકાલે પિતૃ અમાસ નિમિત્તે પરંપરાગત રીતે સંપૂર્ણ રજા પાડવામાં આવશે જેથી ખેડૂતોને જણસી નહિ લાવવા જણાવવામાં આવ્યું હતું અને અનાજ તેમજ શાકભાજીની હરાજી પણ બંધ રહેશે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે સર્વ પિતૃ અમાસ નિમિત્તે બેડી સ્થિત મૈયારમાં અનાજ કઠોળ, તેલીબીયા તેમજ આરટીઓ નજીક જુના માર્કેઠ સંકુલ ખાતે શાકભાજી સહિતની તમામ ની હરાજી બંધ રહેશે જે અંતર્ગત ખેડૂતોને પોતાનો માલ નહીં લાવવા માટે સૂચન આપવામાં આવ્યું છે હાલ નવા કપાસની આવક થઈ રહી છે અને અન્ય જણસી ની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે તેમ જ માર્કેટયાર્ડ માં સારી એવી આવક નું પ્રમાણ થઈ રહ્યું છે ત્યારે આવતીકાલે રાજકોટ શહેરમાં માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

  • રાજકોટ શહેરમાં આખલાએ 70 વર્ષના વૃદ્ધને અડફેટે લેતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

26 Aug 22 : સમગ્ર રાજકોટ જિલ્લામાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આજે શાપર-વેરાવળમાં ઢોરના ત્રાસ નો વધુ એક બનાવ સામે આવ્યો છે શાપર નજીક આવેલા શાંતિધામ વિસ્તારમાં એક વૃદ્ધને આખલાએ અડફેટે લીધા હતા. 70 વર્ષીય વૃદ્ધા એ જણાવ્યું હતું કે જ્યારે તેઓને આ ટાયર અડફેટે લીધા ત્યારે ઊંચા ઉછાળ્યા હતા. આ સમયે તેઓને ભારે ડર લાગી ગયો હતો. એમણે પોતાનો જીવ બચાવવા બુમાબુમ પણ કરી હતી.

જીવીબેન મકવાણા નામના આ મહિલા ને બચાવવા સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે આ મહિલાને છોડાવ્યા હતા. દેવીબેન ના પુત્ર એ જણાવ્યું હતું કે તેમને અન્ય લોકોએ જ્યારે તેમના માતૃશ્રીને ઘાયલ હોવાની જાણ કરી ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યાં જઈને જોયું તો તેમના માતા લોહીલુહાણ હાલતમાં હતા તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

  • “પ્રધાનમંત્રી માતૃ વંદના” યોજના અંતર્ગત સગર્ભાને રૂ.૫૦૦૦ની સહાય

 26 Aug 22 : “શરીર થાકી જાય,મન હારી જાય,આત્મવિશ્વાસ ઘટી જાય ત્યારે “માં” ના ખોળામાં માથું રાખજો હિંમત જરૂર આવશે.” આ વાક્ય ત્યારે જ સાર્થક થશે જયારે માતા શારીરિક અને માનસિક સશક્ત હશે. ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી માતૃ વંદના” યોજના શરૂ કરવામાં આવી છે. “પ્રધાન મંત્રી માતૃ વંદના” યોજના અંતર્ગત પ્રથમ પ્રસુતિ દરમિયાન દરેક સગર્ભા બહેનોને પોષણ માટે ત્રણ હપ્તાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.

આ યોજના અંતર્ગત પ્રથમ હપ્તો સગર્ભા અવસ્થાની નોંધણી કરાવ્યા બાદ (૧૫૦ દિવસ) સગર્ભાને રૂ.૧૦૦૦ની મળવા પાત્ર છે. બીજા હપ્તામાં સગર્ભા અવસ્થાના ૬ માસ પછી સગર્ભાને રૂ.૨૦૦૦ મળવા પાત્ર છે. ત્રીજા હપ્તામાં બાળકના જન્મની નોંધણી (BCG, DPT (PENTAVALENT) OPV, HEPATITIS-B) ની રસીઓની પ્રથમ સાયકલ પૂર્ણ કરવ્યા બાદ

(૧૪ અઠ્ઠવાડીયા સુધીની રસીઓ) લાભાર્થીને રૂ.૨૦૦૦ મળવા પાત્ર છે. આમ કુલ રૂ.૫૦૦૦ની સહાય સગર્ભાને મળવા પાત્ર છે. વધુ માહિતી માટે આશા આરોગ્ય કર્મચારી અથવા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી,આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત રાજકોટ નો સંપર્ક કરવાનો રહેશે.