મોરબી બ્રીઝ દુર્ઘટના – કોન્ટ્રાક્ટર અને જવાબદારો સામે મનુષ્યવધનો ગુન્હો દાખલ કરવા માંગ કરતુ રાજકોટ શહેર કોંગ્રેસ

01 Nov 22 : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદિપ ત્રિવેદીએ જણાવ્યું છે કે તા.૩૦/૧૦/૨૦૨૨ -રવિવારના રોજ મોરબીમાં આવેલ ઝૂલતો પુલ તૂટી પડતા અનેક નિર્દોષ લોકોના મોત થયા છે , અનેક લોકો જીવન મરણ વચ્ચે જજુમી રહ્યા છે તેમજ અનેક ઈજાગ્રસ્તો સરકારી, ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોય ત્યારે ગુજરાત અને કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર સામે નિશાન તાકતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદીએ જણાવ્યું છે કે ભાજપ સરકારે ફક્ત ભ્રષ્ટાચાર જ આચાર્યો છે તેમજ ફક્ત ને ફક્ત પાર્ટી ફંડ એકઠું કર્યું છે અને ભાજપી નેતાઓ એ પોતાના ખિસ્સા ભર્યા છે જેનાલીધે સમગ્ર ગુજરાત અને દેશની નિર્દોષ જનતાએ આ માનવસર્જિત મોતના મલાજાનો ભોગ બનવું પડ્યું છે અને પરિણામે કરુણાંતિકા જોવી પડી છે.

પ્રદીપભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું છે કે મોરબીના ઝુલતા પુલનુ લોડ ટેસ્ટ, સ્ટ્રક્ચર, ફિટનેસ, વગેરે જેવી ટેકનીકલ બાબતોમાં નિષ્કાળજીના પરિણામે કરુણાંતિકા સર્જાઈ છે જે પુલમાં કેપેસીટી બહારનો લોડ આવ્યાનુ બહાનું દેખાડી જવાબદારોએ છટકબારી કરી રહ્યા છે આ માનવીય બેદરકારીને પગલે સરકાર શું ગુન્હો નોંધી કાર્યવાહી કરશે ? કે ફક્તને ફક્ત પેપર ટાઈગર બની નિવેદનો જ કરશે કે પછી ભીનું સંકેલાઈ જશે? શું પ્રજાહિતમાં આકરા પગલા લેવાશે ? કે કેમ ? પ્રદીપભાઈ ત્રિવેદી અંતમાં જણાવે છે કે સરકાર દ્વારા રચાયેલ કમિટી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને કોઈપણ જવાબદાર વ્યક્તિને છોડવામાં આવે નહી તેવી માંગ કરી છે.

સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતી અને સ્વ.ઇન્દિરા ગાંધીજીની ૩૮મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાસુમન પાઠવતું રાજકોટ શહેર કોંગ્રેસ

ગતરોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતી અને સ્વ.ઇન્દિરા ગાંધીજીની ૩૮મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા અને વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે ભારતના લોખંડી પુરુષ અને ભારત દેશના પ્રથમ ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એમના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.

તેમજ ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તેમજ મહાન નેતા લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીજીની ૩૮મી પુણ્યતિથિ નિમિતે જણાવ્યું છે કે સ્વ.ઇન્દિરા ગાંધીજીના દુઃખદ મૃત્યુ પહેલા કહ્યું હતું: “મારા લોહીનું દરેક ટીપું આ દેશના વિકાસમાં ફાળો આપશે અને દેશને મજબૂત અને ગતિશીલ બનાવશે.” તદુપરાંત તેઓ એક હિંમતવાન સ્ત્રી હતાં અને બાંગ્લાદેશ સાથેના યુદ્ધે તેમને લોખંડી મહિલા તરીકે પ્રતિષ્ઠા અપાવી હતી. તેવું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રદિપ ત્રિવેદી, સંજય અજુડિયા અને ભાનુબેન સોરાણીએ શ્રદ્ધાસુમન પાઠવેલ છે.

અહેવાલ : વિરલ ભટ્ટ ( કાર્યાલય મંત્રી, રાજકોટ કોંગ્રેસ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here