રાજકોટ શહેરને “BEST SELF SUSTAINABLE CITY” નો નેશનલ અવોર્ડ પ્રાપ્ત થયો

03 Oct 22 : સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અન્વયે દેશના સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરવામાં આવેલ હતી. આ યાદીમાં રાજકોટ શહેરને ગુજરાતમાં ૨જો ક્રમાંક અને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમો ૭મો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તથા રાજકોટ શહેરને “BEST SELF SUSTAINABLE CITY” નો નેશનલ અવોર્ડ પ્રાપ્ત થયેલ છે, આ બદલ મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, ડે. મેયરશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતાશ્રી વિનુભાઈ ઘવા, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, સેનિટે શન સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઈ પાંભરએ સ્વચ્છતા અભિયાનમાં સહકાર બદલ રાજકોટ શહેરની જનતાને અભિનંદન પાઠવ્યા છે.

આ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨માં ભારત માંથી ૪૩૫૪ શહેરોએ ભાગ લીધેલ હતો. જેનું ફિલ્ડ વેરીફીકેશન ફેબ્રુઆરી-૨૦૨૨ થી જુલાઈ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ થયેલ હતું. જે અન્વયે રાજકોટ શહેરને ગાર્બેજ ફી સીટી ૩ સ્ટાર, ODF++ સર્ટીફીકેટ પ્રાપ્ત થયેલ. જેમાં ટોટલ ૭૫૦૦ માર્ક માંથી ૫૮૪૬ માર્ક પ્રાપ્ત થયેલ છે.

રાજકોટ શહરેમાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને મેયરશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ અને તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓને જોડીને ન્યુસન્સ પોઈન્ટ નાબુદી અભિયાન શરૂ કરવામાં આવેલ જેના પગલે શહેર અનેક ન્યુસન્સ પોઈન્ટથી મુક્ત બન્યું છે. આગામી સમયમાં પણ સ્વચ્છતા ઝુંબેશ ચાલુ રાખી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

આ એવોર્ડ સમારોહ નવી દિલ્લી ખાતે તા ૦૧/૧૦/૨૦૨૨ના રોજ તાલકોટડા સ્ટેડીયમ ખાતે મહામહિમ રાષ્ટપતી શ્રી દ્રૌપદી મુર્મુનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરી અને કૌશલ કિશોર ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી વિનુભાઈ ઘવા, સીનીટેશન ચેરમેન શ્રી અશ્વિનભાઈ પાંભર, પર્યાવરણ ઈજનેર શ્રી નીલેશ પરમાર તથા નાયબ પર્યાવરણ ઈજનેર શ્રી દિગ્વિજય સિંહ તુવર એવોર્ડે સમારોહમાં હાજર રહેલ તથા એવોર્ડ સ્વીકારેલ.

સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૧માં રાજકોટ શહેરને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમો ૧૧મો ક્રમાંક મળેલ હતો તેમજ સમગ્ર ગુજરાતમાં ૪થો ક્રમ મળ્યો હતો જેમાંથી ચાલુ વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં લોકોનો સહયોગ અને તંત્રનાં પ્રયાસોથી ૭મો ક્રમાંક અને ગુજરાતમાં ૨જો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

રાજકોટ ૧૮૧ અભયમ ટીમની માનવીય કામગીરી – અસ્થિર મગજની વૃઘ્ધાનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું

03 Oct 22 : વૃઘ્ધાવસ્થામાં લોકોનો સ્વભાવ બાળક જેવો જિદ્દી બનતો જાય છે. ત્યારે તેમને સમજાવવાનું કાર્ય પરિવારજનો માટે પણ અઘરું સાબિત થાય છે. એવામાં જો વૃધ્ધા અસ્થિર મગજના હોય તો તેમને મનાવી તેમની પાસે જાણકારી મેળવવી વધુ કઠિન બને છે. આવા અનેક કઠિનતાભર્યા કાર્યો કરનાર ૧૮૧ અભયમ ટીમે વૃઘ્ધાનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. અને આશીર્વાદ મેળવ્યા હતા.

તા. ૩૦ ઓગસ્ટના રોજ રાજકોટ બસ સ્ટેશન રોડ પાસે ગુમસુમ બેઠેલા એક વૃધ્ધાને જોઈ તે વિસ્તારના રહેવાસીઓએ વૃઘ્ધાનો પરિચય મેળવવાનો દરેક સંભવિત પ્રયાસ કર્યો. પરંતુ વૃધ્ધાએ કોઇ પ્રત્યુત્તર ન આપતાં રહેવાસીઓએ ૧૮૧ ની અભયમ ટીમનો સંપર્ક કર્યો, જે સંદભે થોડા જ સમયમાં વૃઘ્ધા પાસે પહોંચેલી રેસકોર્ષની અભયમ ટીમના કોન્સ્ટેબલ રીનાબહેને જણાવ્યું હતું કે, વૃધ્ધાની એક આંખમાં ઇજા થયેલી હતી. વૃધ્ધા માત્ર માથું હલાવી સાંકેતિક ભાષામાં હા અને ના એમ બે જ રીતે જવાબ આપી શકતા હતા. આ ઉપરાંત, તેમની માનસિક સ્થિતિ પણ સામાન્ય ન હતી. જેથી કાઉન્સેલર જીનલ વણકર દ્વારા વૃઘ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી વાતચીત દ્વારા આશ્વાસન આપ્યા બાદ અંતે વૃઘ્ધાએ તેમના રહેઠાણનો વિસ્તાર જણાવ્યો હતો. જ્યાં પહોંચી અન્ય વિસ્તારજનો સાથે વૃઘ્ધાના રહેઠાણ સંદર્ભે વાતચીત કરી એક સજજન વૃધ્ધ નાગરિકે બતાવેલ એડ્રેસ જઈ વૃઘ્ધાને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.

વૃઘ્ધાના પરિવારજનો પણ વૃધ્ધાની શોધ સવારથી કરતા હતા અને એફ. આઈ. આર. લખાવવા પણ જવાના હતા. પરંતુ ૧૮૧ અભયમની ટીમ દ્વારા ગુમ થયેલા વૃધ્ધાનો પતો મળવાથી પરિવારજનોને હાશકારો થતો હતો.

આમ ૧૮૧ ની અભયમ ટીમના માનવીય પ્રયાસથી એક અસ્થિર અને પોતાનું એડ્રેસ બતાવવામાં અક્ષમ વૃઘ્ધાનું ફરી પોતાના પરિવારજનો સાથે પુન: મિલન સંભવ બન્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here