
18 Nov 22 : ગુજરાત વિધાનસાભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો કમર કસી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી શાંતિથી યોજાઈ તે માટે રાજકોટ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કન્ટ્રોલ રૂમ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી છે. ચૂંટણી સંદર્ભે ખોટા સમાચાર, ખોટી અફવાઓ કે ખોટા મેસેજ વાઇરલ ન થાય તે માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બાઝ નજર રાખવામાં આવશે. આ માટે રાજકોટમાં સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા કન્ટ્રોલ રૂમમાં વોચ રાખવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ તે સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ હતી. સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો કોઈ પણ સમાચાર કે પોસ્ટરનું સત્ય જાણ્યા વિના જ પોસ્ટ વાયરલ ન કરે તે માટે સાયબર ક્રાઇમ પોલીસ નજર રાખી રહે છે. આજનો યુવા વર્ગ ઉત્સાહમાં આવીને કોઈ ખોટી માહિતી ઈન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયામાં વાયરલ ન કરે તે માટે ન નજર રાખવામાં આવી છે. આ ઉપરાંત કોઈ ચોક્સ જ્ઞાતિ, ધર્મ કે સમુદાય પર કોઈ પ્રકારનું નિવેદન આપીને વાતાવરણ ન બગડે તે માટે પણ પ્રયાસ થઇ રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પાર્ટી તેજ ગતિથી પ્રચાર કરી રહી છે. રાજકોટમાં સોશિયલ મીડિયામાં નજર રાખીને આવારાતત્વો કે એવા વ્યક્તિ કે જે ખોટી માહિતી ફેલાવીને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરશે તેની પર કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન પણ 5મી ડિસેમ્બરના રોજ યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના મતદાન માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ પુરી થઇ ગઈ છે. બીજા તબક્કાના મતદાનની ફોર્મ ચકાસણી હજુ બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 8મી ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે યોજવામાં આવશે.
વધુમાં વાંચો… મતદારો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ
ગુજરાતમ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર તેજ થઇ રહ્યો છે અને રાજકીય પાર્ટી પ્રચાર કરવા માટે નવા નવા હથકંડા અપનાવી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરી રહી છે. ગુજરાતમાં આગામી મહિનામાં શરુ થનારી ચૂંટણીમાં મતદારો સાથે સીધો સંપર્ક કરીને રાજકીય પક્ષોના હજારો કાર્યકર્તાઓ તેમજ સ્વયંસેવકો સોશિયલ મીડિયાના મંચનો ઉપયોગ કરી રહ્યા છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે અને સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે. ભારતીય જનતા પાર્ટીના ફેસબુક, યૂટ્યૂબ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોલોવર છે અને આ મંચ પર ખુબ જ તેજ ગતિથી પ્રચાર કરી રહ્યા છે. જયારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જમીન સાથે જોડાઈને સતત મતદારો માટે સંપર્ક કરી રહી છે. આ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદાતા સુધી પહોંચવા માટે મેસેન્જર એપ વોટ્સએપનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સોશિયલ મીડિયા પર પકડ મજબૂત છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે ગઢ છે. ગુજરાતમાં પીએમ મોદી 2001થી લઈને 2014 તક ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલ સતત પોતાની સરકારના ગુણગાન સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા મુકવામાં આવે છે.