રાજકોટ : સ્વાતંત્ર્ય દિને “પર્યાવરણ બચાવો માનવજીવન અને જીવસૃષ્ટિ બચાવો” કાર્યક્રમ યોજાયો

છેલ્લા સાડા ત્રણ દાયકાથી યુવા જાગૃતિ, લોક જાગૃતિ સાથે રચનાત્મક કાર્યો કરતી રાજકોટની જાણીતી સંસ્થા યુથ ફોર ડેમોક્રેસી તથા લોકસંસદ વિચાર મંચ દ્વારા ગઇકાલે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દિનપ્રતિદિન આપણાં શહેરમાં બગડતા જતા પર્યાવરણ અને વધતું જતું હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજના પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવેલ અને આ અંગે લોક જાગૃતિ લાવવા માટે જ્યુબિલિ બાગ સ્થિત મહાત્મા ગાંધીજીના સાનિધ્યમાં સંસ્થા દ્વારા ચાલતા અભિયાન “પર્યાવરણ બચાવો માનવજીવન અને જીવસૃષ્ટિ બચાવો” અંતર્ગત પ્લાસ્ટિકનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ અટકાવવા, લોક જાગૃતિ લાવવા નગરજનોને જાગૃત બનવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવેલ.
આ તકે ધ્વજવંદન કર્યાબાદ માજી ફૌજી નટુભા ઝાલાનું પૂર્વ મંત્રી જયંતીભાઇ કાલરીયા, સમાજ સેવા સંગઠક યશવંતભાઈ જનાણી, શિવસેનાના જીમ્મીભાઈ અડવાણી તથા સંસ્થાના કાર્યકરો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા દ્વારા સ્વાગત પ્રવચન તથા કાર્યક્રમનો હેતુ સમજાવવામાં આવેલ. આભારદર્શન લોકસંસદ વિચાર મંચના સ્થાપક ગજુભા ઝાલાએ તથા કાર્યક્રમનું સંચાલન નશાબંધી નિયોજક શાંતિભાઈ ચાનપુરાએ કરેલ.
કાર્યક્રમમાં સંસ્થાના આગેવાનો અને શુભેચ્છકો પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, રાષ્ટ્રભાષા અધિકારી એમ. જે. ચંદે, રાજેશભાઈ ભાતેલિયા, ભૂપતસિંહ રાઠોડ, પ્રભાતભાઇ જાદવ, પરેશભાઈ પંડ્યા, મનસુખભાઈ કનેરિયા, મધુરિકાબેન જાડેજા, હિનાબેન કનેરિયા, લક્ષ્મીબેન મિશ્રા, મહિલા કોંગ્રેસ ઓબીસી સેલના શહેર પ્રમુખ મીનાબેન જાદવ વગેરે હાજર રહ્યા હતા.

આવો રાષ્ટ્રપ્રેમ વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. જય ભારત માતા Watch

રાજકોટ : વિ.હિ.પ. પ્રેરીત શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન

મહાનુભાવોની લાગણી બદન કરાયું અને ય બાબા બુઢા અમરનાથના યાત્રિકોનું અભિવાદન કરાયું .અનેકવિધ સમિતિઓની વેચન કમભાગ્યન જાહેરા કરવામાં આવી.
બહોળી સંખ્યામાં કાર્યકરો, જાહેરજનતા ઉમટયા હિન્દુઓએ નવી પેઢીને આપણા સનાતન ધર્મની ભવ્ય સંસ્કૃતિ અને વારસા વિશે અવગત કરાવવા એ નૈતિક ફરજ છે જે આપણે ચુકવી જોઈએ નહિ : શ્રી ભકિત સ્વામી
રાજકોટ ખાતે છેલ્લા ૩ દાયકા કરતા વધુ સમયથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી શોભાયાત્રા ખૂબ રંગેચંગે ઉજવવામાં આવે છે. સળંગ ૩૮માં વર્ષે પણ ભવ્યાતિ-ભવ્ય રીતે જન્માષ્ટમી નિમિતે અનેકવિધ કાર્યક્રમો, દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવાની તૈયારીના પ્રથ રણ રૂપે ગત તા. ૧૩ ના રોજ કાર્યાલયનું રંગેચંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, હવા થાય અથવા
કાર્યક્રમની શરૂઆતમાં સમિતિના મહામંત્રી શ્રી નિતેશભાઈ કથીરીયાએ ઓમકારના નાદ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ આવેલ સાધુ-સંતો તથા મહાનુભાવો હસ્તે દિપપ્રાગટય કરવામાં આવેલ. આ તકે પ.પૂ. સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડના પરમ પૂજય સંતશ્રી ભકિત સ્વામીજી, શહેર ભા.જ.પ. પ્રમુખ મુકેશભાઈ દોશી, રણુજા મંદિર કોઠારીયાના પ.પૂ. મહંતશ્રી રઘુનાથદાસજી બાપુ, રામજાનકીદાસ બાપુ , શિક્ષણ સમિતિના સદસ્ય સુરેશભાઈ રાઘવાણી, નયનાબેન પેઢડીયા, વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શકો સર્વ શ્રી નરેન્દ્રભાઇ માવજીભાઈ ડોડીયા, કાભાઈ ભગદેવ ભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, શીવસેનાના જીમ્મીભાઈ અડવાણી, ભા.જ.પ. અગ્રણી રાજાભાઈ (વાવડી) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતા. કાર્યક્રમની શરૂઆતમાં વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શ્રી શાંતુભાઈ રૂપારેલીયાએ ઉપસ્થિત તમામ લોકોનું હાર્દિક અભિવાદન અને આવકાર આપ્યો હતો. સાથે ઉપસ્થિત સંસ્થા, મંડળ, ગ્રુપના આગેવાનો જન્માષ્ટમી મહોત્સવ માં જોડાઈ જવા જોશભેર અપીલ કરી હતી. સાથે એવી માહિતી આપી હતી કે જેનું આપણે સૌ રાજકોટ વાસીઓને કે જે ગૌરવ થાય કે રાજકોટ ખાતે યોજાતી જન્માષ્ટમીની શોભાયાત્રા ભારતની બીજા નંબરની વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના માર્ગદર્શકો સર્વ શ્રી નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ઝેડીપા, ભાઈ ભગદેવ ભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, શીવસેનાના જીમ્મીભાઈ અડવાણી, ભા.જ.પ. અગ્રણી રાજાભાઈ (વાવડી) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શ્રી શાંતુભાઈ રૂપારેલીયાએ ઉપસ્થિત તમામ લોકોનું હાર્દિક અભિવાદન અને આવકાર આપ્યો હતો. સાથે ઉપસ્થિત સંસ્થા, મંડળ, ગ્રુપના આગેવાનો જન્માષ્ટમી મહોત્સવ માં જોડાઈ જવા જોશભેર અપીલ કરી હતી. સાથે એવી માહિતી આપી હતી કે જેનું આપણે સૌ રાજકોટ વાસીઓને સૌ જ થાય કે યોગ ગૌરવ થાય કે રાજકોટ ખાતે યોજાતી જન્માષ્ટમીની શોભાયાત્રા ભારતની બીજા નંબરની સૌથી મોટી, ભવ્ય, દિવ્ય, અવિરત શોભાયાત્રામાં સ્થાન પામી છે.
ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત BJP રાજકોટ મહાનગરના પ્રમુખ મુકેશભાઈ દોશીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, હું મારી બાલ્ય અવસ્થાથી વિ.હિ.પ. દ્વારા આયોજીત શોભાયાત્રા નો પ્રત્યક્ષ સાક્ષી રહયો છું.વર્ષો વર્ષ આ શોભાયાત્રામાં વધુમાં વધુ લોકો ઉત્સાહભેર જોડાઈ રહયાં છે. વિ.હિ.પ. સંપૂર્ણ રીતે હિન્દુત્વને વરેલી સંસ્થાને છે. હિન્દુ ધર્મની રક્ષા અને સંસ્કૃતિ ના જતન માટે વિ.હિ.પ. જે કાર્ય કરે છે તે ખૂબ ભગીરથ કાર્ય છે અને આ કાર્યમાં સમગ્ર BJP પરિવાર VHP સાથે હતો, છે અને રહેશે આ તકે તેમણે વિ.હિ.પ. ને આ શોભાયાત્રાના સંદર્ભમાં ભા.જ.પ. પરિવારનો જયાં પણ સહકાર સહયોગ જરૂરી હોય તેની સાથે રહેવાનું વચન આપ્યુ હતું. વિ.હિ.પ. અગ્રણી – માર્ગદર્શક શ્રી માવજીભાઈ ડોડીયા એ જણાવ્યું હતું કે શહેરના તમામ મંદિર તથા ધર્મસ્થાનોના સંતો-મહંતો ગુરૂશ્રીઓ વિ.હિ.પ. ની સાથે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ તમામ હિન્દુ સમાજને ખૂબ બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાઈ હિન્દુઓની અખંડ શકિત અને એકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડવા આહવાન કર્યુ હતું. મહાનુભાવોએ પોતાના વક્તવ્યો અને મઁતવ્યો રજૂ કર્યા હતા.
VHP રાજકોટ મહાનગરના અધ્યક્ષ શ્રી શાંતુભાઈ રૂપારેલીયાએ પોતાના આભારવિધી પ્રવચનમાં આજ થી જ કાર્યકર્તાઓને જન્માષ્ટમી મહોત્સવને ખૂબ સુંદર રીતે ઉત્સાહપૂર્વક ભવ્યા તિભવ્ય સફળ બનાવવા માટે કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું તથા આજે જે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આટલી બહોળી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત છે તેમને આ કાર્યાલય ખાતે થનાર ફલોટના રજીસ્ટ્રેશન,લતા સુશોભન,એન્ટ્રી, ગોપી–કિશનના રજીસ્ટ્રેશન તથા સંસ્થાઓને જરૂરી તમામ સાહિત્ય, શણગારનો સામાન, ક્યાંક અન્ય કોઈપણ માહિતી કે માર્ગદર્શન માટે કાર્યાલયનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો અને આ તકે ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો.
આ તકે જન્માષ્ટમી મહોત્સવને ખૂબ વ્યવસ્થિત રીતે ઉજવવા માટે અનેકવિધ કમીટીઓ બનાવીને જવાબદારીઓ સોપવામાં આવી છે. જેના હોદેદારોની સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતી બાદ તમામ ભાવિકો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તથા કાર્યાલય માટે નાગર બોર્ડીંગ જેવા ખૂબ જ વિશાળ અને શહેરની મધ્યમાં રહેલ સ્થળની સંસ્થાને મદદ કરવા બદલ નાગર બોર્ડીંગના અગ્રણી તથા રાજકોટના ખૂબ જાણિતા તબીબ ડો. હેમાંગભાઈ વસાવડાનો આ તકે હદયપૂર્વક આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો આ કાર્યાલય ખાતેથી સંચાલીત થઈને તેની રૂપરેખા ઘડવામાં આવશે. માટે રાજકોટના ગ્રુપ, મંડળ, સામાજીક સંસ્થા, ધાર્મિક સંસ્થા સહિતના લોકોને કાર્યાલયનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે આવતી તા.૨૬ મી ના રોજ બી.એ.પી.એસ. મંદિર, કાલાવડ રોડ ખાતે ગત વર્ષના ફલોટ સુશોભન, વાહન ડેકોરેશન, ના વિજેતાઓને ઈનામ વિતરણ સાથે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી હતી. અંતમાં મધ્ય જીલ્લા સહમંત્રી અશીતભાઈ ભાડજા દ્વારા આ કાર્યક્રમ નિમિતે ઉપસ્થિત તમામ સાધુ સંતો, સમાજ શ્રેષ્ઠીઓ આગેવાનોની આભારવિધી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here