
03 Oct 22 : રાજકોટના એક ગામમાં રહેતા પ્રેમી પંખીડાઓએ ઝેરી દાવા પી સાથે આપઘાત કર્યો. યુવક પરિણીત હોવાથી ઘરના લોકો નહિ મને એમ વિચારી યુવક યુવતી સાથે ન રહી શકી તો સાથે મારી જશું તેમ વિચારી બન્ને એ સાથે ઝેરી દાવા પી જિંદગી ટૂંકાવી મળતી માહીતી અનુસાર રાજકોટની ભાગોળે આવેલા ઢાંઢીયા ગામે રહેતા પ્રેમી પંખીડાએ ગામની સીમમાં ઝેરી દવા પી સજોડે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.
પ્રેમી પરણિત હોવાના કારણે પરિવારજનો એક નહિ થવા દે તેવા ડરથી સીમમાં જઈ ઝેરી દવા પી મોત મીઠું કર્યું હતું. ઢાંઢીયા ગામે રહેતા ઘનશ્યામભાઈ વેલાભાઈ ઓળકિયા નામના ૨૮ વર્ષના પરણિત યુવાનને ગામમાં રહેતી સોનલબેન દેવાભાઇ બોરિયા નામની ૨૪ વર્ષીય યુવતી સાથે ગામની સીમમાં ઝેરી દવા બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સોનલબેનનું પ્રાથમિક સારવારમાં જ મોત નિપજ્યું હતું. જ્યારે થોડી ક્ષણો બાદ ઘનશ્યામ પાસે પણ દમ તોડતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે. સાંજે ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ મથકના સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પરણિત યુવાન ઘનશ્યામને સોનલ સાથે પ્રેમ સંબંધ હોય અને પોતે પરિણીત હોવાથી પરિવારજનો એક નહીં થવા દે તેવા ડરના કારણે સજોડે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. પ્રેમી યુગલે આપઘાત કરતાં પહેલા ગામમાં ગરબી જોવા ગયા હતા.પોલીસે ઘટનાની નોંધ કરો આગળની કાર્યવાહી હાથધરી છે.
ચૂંટણી નજીક આવતા મંત્રીઓને લોક પ્રશ્નો યાદ આવ્યા
03 Oct 22 : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વન વિભાગના કારણે જંગલ આસપાસ વિસ્તારમાં રહેતા લોકોને અને મુશ્કેલીઓ ભોગવવી પડે છે આજે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ સાસણ સિંહ સદન ખાતે સ્થાનિક પદાધિકારીઓ વન વિભાગના અધિકારીઓ અને ગીર જંગલ વિસ્તાર સાથે જોડાયેલા ગામડાઓના આગેવાનો સાથે બેઠક યોજાઈ વિવિધ પ્રશ્ના ઉકેલવા આ સાથે સાસણ પ્રવાસનને વધુ વેગ મળે તે માટે ચર્ચા વિચારણાઓ કરી હતી.
આ બેઠકમાં ગીર વનવિસ્તારના જુદા જુદા દેશ અને સાસણ ભાલછેલ અમૃતવેલ નાજાપુર છતરીયા સુરજગઢ કરશનગઢ સહિતના ગામોના રોડ રસ્તા વીજળી પાણી ગામ તળ સહિતના મુદ્દે રજૂ થયેલા પ્રશ્નો અંગે વન મંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને સંબંધિત અધિકારીઓને સંકલન કરી જ પ્રશ્નોનું નિવારણ લાવવા સૂચનાઓ આપી હતી ઉપરાંત નીતિ વિષયક પ્રશ્નો માં કાગળ સાથે ઉચ્ચ સ્તરે મોકલી આપવા માટે નિર્દેશ આપ્યો હતો ખાસ કરીને વન વિભાગ અને મહેસૂલ જમીન ના હદ વિસ્તાર ના પ્રશ્નનું યોગ્ય સંકલન સાથે ઉકેલ લાવવા માટે વન મંત્રીએ વન વિભાગને ખાસ સુચના આપી હતી.
જુનાગઢ મનપાની સ્થાયી સમિતિનો નિર્ણય, વર્ક ઓર્ડર મેળવી કામ નહીં કરનાર એજન્સી સામે કાર્યવાહી કરવા ઠરાવ
03 Oct 22 : જુનાગઢ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ સમિતિની બેઠક મળી હતી જેમાં 2017માં શહેરમાં આવેલા 60 પોલ પર 120 સીસીટીવી કેમેરા ફીટ કરવાનું કામ વિક્રમ એ જ પૂરી ફીટ ઈન્ફોટેકનોલોજી પુનાને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ આ એજન્સી એ મનપા સાથેના એગ્રીમેન્ટ મુજબનું અવમાનના કંઈ કર્યું ન હતું આથી આ એજન્સી એ મનપાની આર્થિક નુકસાન કરતા તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી એફઆઇઆર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેનો પ્લેગ્રાઉન્ડ અને ફોરેસ્ટ ક્વાર્ટર ની જગ્યામાં 25 ફૂટની મહાદેવની પ્રતિમા બનાવવા ગિરનાર દરવાજા નજીક હયાત નરસિંહ મહેતાને પ્રતિમાને સ્થાને 10 ft ની પ્રતિમા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો કામ ધ્રોલ રોડ પર સર્કલ બનાવવા સાબલપુર ચોકડીએ અને અશોક શિલાલેખ સામે સેલ્ફી પોઇન્ટ બનાવવા દામોદર કુંડ સામેના ભાગે ફૂટપાથ બનાવવા 8.95 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. ઈન્દ્રેશ્વર મંદિર ના કામ માટેની ટેન્ડર પ્રક્રિયા ને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત શહેરના રોડના કામ માટે પણ મંજૂરી આપવામાં આવી હતી.
જુનાગઢ માં રીક્ષા અથડાવતા સ્ટ્રીટ લાઈટ નો પોલ પોલીસની જીપ પર પડ્યો
03 Oct 22 : જુનાગઢ શહેરના ખામધ્રોળ રોડ પર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ સમયે રીક્ષા ચાલાકે નશો કરેલી હાલતમાં રીક્ષા સ્ટ્રીટ લાઈટ ના પોલ સાથે અથડાવી હતી આથી આ પોલ પોલીસ ની જીપ પર પડ્યો હતો પોલીસે રીક્ષા ચાલકને પકડી તેની સામે ગુનો દાખલ કર્યો હતો.
વંથલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડ્રાઇવર વિવેકકુમાર જગમાલભાઈ હેરભા સહિતનો પોલીસ સ્ટાફ ગઈકાલે આપની સભાના કારણે વીવીઆઈપી બંદોબસમાં હતો ત્યારે આબિદ યાસીન બારછેદ નામના રીક્ષા ચાલકે દારૂ પીધેલી હાલતમાં રીક્ષા ચલાવી સ્ટ્રીટ લાઇટ ના પોલ સાથે રીક્ષા આ પોલ પોલીસની જીપ પર પડ્યો હતો અને તેમાં બોનેટ પર નુકસાન થયું હતું પોલીસે રિક્ષા ચાલાક આબિદને નશો કરેલી હાલતમાં પકડી લઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ જુનાગઢ પોલીસને જ દારૂડિયાના ત્રાસનો ભોગ બનવાનો વારો આવ્યો છે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા શખ્સે અકસ્માત સર્જ્યો અને ખુદ પોલીસ જ તેનો ભોગ બની અને પોલીસે દારૂડિયા સામે જુનાગઢ શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે