20 Sep 22 : ગુજરાતમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી હોય તે માટે દરેક રાજકીય પક્ષ જોરશોરથી તૈયારી કરી રહ્યો છે. એક પછી એક મોટા નેતા ગુજરાતમાં આવી રહ્યા છે અને નિવેદનો આપી રહ્યા છે તેમજ એકબીજા પર આરોપ અને શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે ત્યારે આજે ભાજપના નેતા અને રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા આપ પર પ્રહાર કરવા દરમિયાન બફાટ કર્યો હતો.

અરવિંદ રૈયાણીએ નામ લીધા વગર જ આપ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતની બહારથી આવેલા ડફેરો ગુજરાતની અંદર ગુજરાતની પ્રજાને ભોળવવાનો પ્રયન્ત કરેશે તે કદી પણ ચાલશે નહીં. ગુજરાતની પ્રજા દરેક પાર્ટીને જાણે છે આ કારણે જ છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને શાશન કરવા આપે છે.

અરવિંદ રૈયાણીએ પોતાના નિવેદનમાં બહારના ડફેરોને ક્યારેય પણ ગુજરાતની જનતા સ્વીકારશે નહીં તેવું કહ્યું હતું. અરવિંદ રૈયાણી હાલ ભાજપના ધારાસભ્ય છે અને વાહન વ્યવહાર મંત્રી પણ છે. આ પ્રકારે હલકી માનસિકતા ધરાવતું નિવેદન આપીને ફરી એક વખત વિવાદ ઉભો કર્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે જેવા વ્યક્તિ હોય તેવા જ શબ્દો નીકળતા હોય છે. ગુજરાતમાં ભાજપ હારી રહી છે તેથી બફાટ થાય છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઉમેર્યું હતું કે ભાજપ કોઈ પણ મર્યાદા જળવવામાં અસક્ષમ છે.

  • રાજકોટમાં રાજકુમાર કોલેજ ટ્રસ્ટના નવનિયુક્ત પ્રેસિડેન્ટ માંધાતાસિંહ જાડેજા નું સન્માન કરવામાં આવ્યું હતું

20 Sep 22 : રાજકોટમાં રાજકુમાર કોલેજ ટ્રસ્ટના નવનિયુક્ત પ્રેસિડેન્ટ માંધાતાસિંહ જાડેજા નું સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ જ નહિ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠત ગણાતી રાજકુમાર કોલેજ ટ્રસ્ટના નવનિયુક્ત પ્રેસિડેન્ટ માંધાતા સિંહ જાડેજા નું રાજકીય આગેવાનો અને સમાજીક તેમજ ધાર્મિક સંસ્થાના આગેવાનો દ્વારા કોલેજના ભાવસિંહજી હોલ ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું રાજકુમાર કોલેજ હોસ્ટેલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પ્રેસિડેન્ટ નું બિરૂદ રાજકોટ ના રાજ પરિવારના ફાળે જાય છે ત્યારે રાજકોટની પ્રજામાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટમાં રાજકુમાર કોલેજ ટ્રસ્ટના નવનિયુક્ત પ્રેસિડેન્ટ માંધાતાસિંહ જાડેજા નું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજકોટ જ નહિ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠત ગણાતી રાજકુમાર કોલેજ ટ્રસ્ટના નવનિયુક્ત પ્રેસિડેન્ટ માંધાતાસિંહ જાડેજા નું રાજકીય આગેવાનો અને સમાજીક તેમજ ધાર્મિક સંસ્થાના આગેવાનો દ્વારા કોલેજના ભાવસિંહજી હોલ ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું રાજકુમાર કોલેજ હોસ્ટેલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પ્રેસિડેન્ટ નું બિરૂદ રાજકોટના રાજ પરિવારના ફાળે જાય છે ત્યારે રાજકોટની પ્રજામાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજકોટમાં રાજકુમાર કોલેજ ટ્રસ્ટના નવનિયુક્ત પ્રેસિડેન્ટ માંધાતાસિંહ જાડેજા નું સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ જ નહિ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠત ગણાતી રાજકુમાર કોલેજ ટ્રસ્ટના નવનિયુક્ત પ્રેસિડેન્ટ માંધાતાસિંહ જાડેજા નું રાજકીય આગેવાનો અને સમાજીક તેમજ ધાર્મિક સંસ્થાના આગેવાનો દ્વારા કોલેજના ભાવસિંહજી હોલ ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું રાજકુમાર કોલેજ હોસ્ટેલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પ્રેસિડેન્ટ નું બિરૂદ રાજકોટના રાજ પરિવારના ફાળે જાય છે ત્યારે રાજકોટની પ્રજામાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની રાજકોટ ખાતેજન પ્રતિનિધિ સંમેલનમાં પ્રેરક ઉપસ્થિતિ

20 Sep 22 : દેશના સૌથી મોટા રાજકીય પક્ષ ‘‘ભારતીય જનતા પક્ષ’’ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે. પી. નડ્ડા રાજકોટ ખાતે યોજાયેલા જન પ્રતિનિધિ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અધ્યક્ષશ્રી જે. પી. નડ્ડાએ સંતો અને સાવજની ભૂમિ એવા ગુજરાતને નમન કરી ઉપસ્થિત પ્રતિનિધિઓનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની હાકલથી દેશના નાગરિકોએ ૨૦ કરોડથી વધુ ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી પ્રચંડ દેશભક્તિની ભાવના ઉજાગર કરી છે. જે બદલ શ્રી જે. પી. નડ્ડાએ દેશના નાગરિકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

અધ્યક્ષશ્રી જે. પી. નડ્ડાએ દેશના વિકાસ પ્રત્યે ભારતીય જનતા પક્ષની પ્રતિબદ્ધતા રજૂ કરતાં કહ્યું હતું કે દેશના સુદ્રઢ અને સર્વાંગી વિકાસથી નાગરિકોની નાનામાં નાની મુશ્કેલીઓનું નિરાકરણ કરવું એ જ પક્ષનું એક માત્ર ધ્યેય છે. આ માટે આંતરમાળખાકીય સુવિધાઓ, પર્યાવરણનું જતન, મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ વગેરે માધ્યમથી રાષ્ટ્ર અને રાજ્યની તકદીર બદલવી એ પક્ષનું મુળભૂત લક્ષ્ય છે.

બદલાતા સમયની ટેકનોલોજીના આવિષ્કારથી રાજ્ય વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગની નેમ શ્રી જે. પી. નડ્ડાએ વ્યક્ત કરી હતી અને દેશની રાજ્ય વ્યવસ્થાને મહત્તમ પેપરલેસ બનાવવા સરકારે આદરેલા પ્રયત્નોની ઝાંખી વર્ણવી હતી.

અધ્યક્ષશ્રી નડ્ડાએ સગર્વ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી મોદીના નેતૃત્વમાં દેશનું સૌથી મોટું વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, જેના થકી ૧ કરોડ છાત્રો, ૩ લાખ શિક્ષકો તથા ૫૪ હજાર શાળાઓનું નિરીક્ષણ થઈ શકશે. દેશના વિકાસ માટે આ બાબત સીમાચિન્હરૂપ સાબિત થશે, એવો વિશ્વાસ શ્રી નડ્ડાએ દોહરાવ્યો હતો. ભારતીય જનતા પક્ષને દેશની એક માત્ર વૈચારિક પૃષ્ઠભૂમિના પાયા પર કામ કરતી પાર્ટી તરીકે આલેખતાં શ્રી નડાએ પક્ષની કાર્યશૈલીનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો અને કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ દેશના સામાન્ય નાગરિકોને મજબૂત બનાવવા ભારતીય જનતા પાર્ટી સદા-સર્વદા કટિબદ્ધ છે.

કોરોના કાળના વર્ચ્યુઅલ સંવાદ બાદ આજે પક્ષના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મળવાનો આનંદ શ્રી નડ્ડાએ વ્યક્ત કર્યો હતો અને કોરોના કાળ બાદ પણ ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમા ક્રમે રહી હોવા બદલ ગૌરવની લાગણી રજૂ કરી હતી. દેશના વિવિધ રાજ્યોની રાજકીય છણાવટ કરતા શ્રી નડ્ડાએ ગુજરાતમાં થઈ રહેલા વિવિધ નેત્રદીપક વિકાસકાર્યો ની સવિસ્તાર આંકડાકીય વિગતો રજૂ કરી હતી અને ભાજપની સૂક્ષ્મ કાર્યરીતિની સરાહના કરી હતી. કાર્યકરોના પ્રયાસો થકી જ ભાજપ દેશનો સૌથી મોટો પક્ષ બન્યો છે, એ બદલ શ્રી નડ્ડાયે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.

૩૩૫ કરોડના ખર્ચે દાહોદને સ્માર્ટ સિટી, ૬૩૨ કરોડના ખર્ચે અમદાવાદમાં ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેકસ, ૧૭ કરોડના ખર્ચે જામનગરમાં ડબલ્યુ.એચ.ઓ. દ્વારા ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, ૧૯૯૫ કરોડ રૂ.ના ખર્ચે રાજકોટમાં એઇમ્સ વગેરે વિકાસકામોનો અધ્યક્ષ શ્રી નડાએ ભાજપની નાગરિક હિતલક્ષી નીતિઓના સમર્થનમાં સહર્ષ ઉલ્લેખ કર્યો હતો અને આ તમામ વિકાસકામોના અમલીકરણ માટે વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિને બિરદાવી હતી.

રેસકોર્સ ખાતે ઉપસ્થિત ભાજપના કાર્યકરોની વિશાળ મેદનીને પ્રદેશ પ્રમુખશ્રી પાટીલે ઉત્સાહ વર્ધક સંબોધન કર્યું હતું. આવનારી ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત આપવાની ખાતરી ઉચ્ચારતા પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે લોકકલ્યાણલક્ષી યોજનાઓના સુદ્રઢ અમલીકરણથી રાજ્ય સરકારે લોકોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે, જેના લીધે રાજ્ય માં તમામ ક્ષેત્રોને સર્વાંગી વિકાસ થયો છે. સમગ્ર દેશના લોકો ગુજરાતમાંથી રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે શાંત પાણી ડહોળનારાઓને અને ગુજરાતના વિકાસમાં વિઘ્ન નાખનારાઓને ગુજરાત સાખી નહીં લે, તેવો દ્રઢ વિશ્વાસ શ્રી સી. આર. પાટીલે વ્યક્ત કર્યો હતો. ગુજરાતની પ્રજાની તાકાતને ઓછી આંકવાની ચેષ્ટા ન કરવા શ્રી પાટીલે ગુજરાત વિરોધી ઓને ચેતવણી આપતા કહ્યું હતું કે પથ્થરમાંથી પાણી પેદા કરવાની શક્તિ ધરાવતા ગુજરાતીઓ દેશના વિકાસમાં સદા અગ્રેસર રહ્યા છે. ત્યારે પક્ષના કાર્યકરો સામાન્ય નાગરિકો સાથે સંપર્ક જાળવી ગુજરાતમાં ભાજપની સાતત્યપૂર્ણ જીત સુનિશ્ચિત કરશે તેવો મને દૃઢ વિશ્વાસ છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, લોકપ્રિય નેતા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય કારકિર્દીની ઔપચારિક શરૂઆત જ્યાંથી કરી હતી, તેવા રંગીલા રાજકોટના આંગણે આપણે સૌ એકત્ર થયા છીએ. દેશભરમાં ગુજરાત આજે વિકાસના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. કારણકે દરેક ક્ષેત્રનો પાયો નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકે ના નેતૃત્વમાં મજબૂતાઇથી નાખ્યો છે. ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું,કોરોનાકાળ બાદ રાજ્ય સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આ વર્ષે આપ્યું છે. સરકાર હંમેશા ચૂંટણીલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી કાર્ય કરવા તત્પર રહી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ વિકાસની સંસ્કૃતિને સ્થાપીને ‘સૌનો સાથ-સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ-સૌનો પ્રયાસ’ નું સૂત્ર ખરા અર્થમાં સાકાર થયું છે.

કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકતંત્રનો મહત્વનો પાયો છે. આઝાદી પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મજબૂત કરવાનું કાર્ય ભાજપના નૈતૃત્વમાં થયું છે. વર્તમાનમાં કોરોના મહામારી – મંદીના સમયમાં વિશ્વ જ્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું વર્ચસ્વ જાળવી રાખી અર્થતંત્રને છઠ્ઠાથી પાંચમા સ્થાન પર લાવ્યું છે. રાજપથને બદલાવીને કર્તવ્યપથનું નિર્માણ કરતા વડાપ્રધાનશ્રી વિકાસ અને વિશ્વાસયાત્રાના વાહક બનવા જનતાને અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, રાજયકક્ષાના મંત્રીશ્રી દેવાભાઈ માલમ, તથાશ્રી અરવિંદભાઈ રૈયાણી, સંસદસભ્યશ્રીઓ શ્રીભારતીબેન શીયાળ, નારણભાઈ કાછડીયા, પૂનમબેન માડમ, મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ જયેશભાઈ રાદડીયા, ગોવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપત ભાઇ બોદર, પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, અગ્રણીશ્રી મનીષભાઈ ચાંગેલા, , પૂર્વ મેયરશ્રી બીનાબેન આચાર્ય, જિલ્લા ભા.જ.પ.પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરિયા, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી કમલેશ ભાઈ મીરાણી, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ મંત્રીશ્રી રઘુભાઈ હુંબલ સહિતના અગ્રણીશ્રીઓ તથા પક્ષના કાર્ય કરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસદશ્રી વિનોદ ચાવડા અને આભાર દર્શન શ્રી ભરતભાઇ બોઘરાએ કર્યું હતું