રાજકોટ , નીલકંઠ પાર્ક જમીન વિવાદ – કોર્ટના હુકમનો અનાદર કરનાર સામે પોલીસ કમિશનરની લાલ આંખ

File Image
File Image

20 Sep 22 : રાજકોટમાં આવેલી નીલકંઠ પાર્કની જમીન અંગે મોટો વિવાદ સર્જાયો છે. આ કેસમાં કોર્ટના હુકમનો અનાદર કરી ગુનાહિત કૃત્યઆચરનાર નરાધમો સામે રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરમાં કોઠારીયા રોડ ઉપર નિલકંઠ સિનમાની પાછળ આવેલા નિલકંઠ પાર્ક નામે ઓળખાતી મિલ્કત કે જે રેવન્યુ સર્વે નં. 260, 261, 666, 667, 693 જે વિસ્તારના ટી.પી. સ્કીમમાં સમાવિષ્ટ થતા ટી.પી. સ્કીમના ફાઇનલ પ્લોટ નં. 96 અને 102 ની જમીન ચો.મી. 15990-85 ચંદ્રપ્રભા બિલ્ડર્સની માલીકીની આવેલી છે જે મિલ્કત સંબંધે સ્વાતી લેન્ડ ડેવલોપર્સ જોગ થયેલા વેચાણ દસ્તાવેજ તા. 3-10-2000 નો રદ કરવાનો સીવીલ કોર્ટમાં સ્પે. દિવાની દાખલ થયા છે. જે દાવામાં આ મિલ્કતના કબજા અને વેચાણ સંબંધે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો તા. 24-9-2003 ના રોજ દાવાના આખરી નીકાલ સુધીનો મનાઇ હુકમ ફરમાવામાં આવ્યો છે. આમ છતાં ગોપાલદાસ કરશનદાસ પટેલ અને તેના મળતીયાઓ કોર્ટના હુકમની અવગણના કરી અદાલતના હુકમનો અનાદર થાય તે રીતે શનિ-રવિની રજાનોલાભ લઇ સાંજના પાંચેક વાગ્યે તહોમતદારોએ આંતકવાદીઓ જેવું ગુન્હાહીત કૃત્ય આચરી જીવલેણ હથીયારો સાથે જીવલેણ હુકમો કરવાની દહેશત ફેલાવી ગુન્હો આચર્યો હતો.

આ અંગે પોલીસ કમિશ્નરને લેખીત અરજી આપેલી, ફરીયાદીએ ફરીયાદ અરજીમાં આક્ષેપ કરેલા કે ગુન્હા શોધક શાખામાં તેમના પિતા વિરુઘ્ધ એક ખોટી અરજી કરવામાં આવેલી અને આ અરજી ખોટી હોવાથી અરજી ફાઇલો થયેલી આમ ફરીયાદીના પિતાવિરુઘ્ધ ખોટી ફરીયાદ અરજી થતાં હેરાનગતિ સબબ તેમના પિતાએ પણ પોલીસને મળી રુબરુ રજુઆત કરેલી તેમજ ભકિતનગર પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કમિશ્નર પણ ફોન દ્વારા જાણ કરી ત્વરીત ન્યાય અપાવવા જણાવેલું તેમ છતાં ગુન્હેગારો કૃત્યો સતત આચરી રહ્યા હોય જગ્યાનો કબજો લેવા માટે જીવલેણ હથીયારો સાથે જીવલેણ હુમલો કરવાની તૈયારીમાં હોય તેમ છતાં ન નોધાતા ફરીયાદ પોલીસ કમિશ્નરને આપવામાં આવેલી. આ બાબતે ગોપાલ કરશન વિરુઘ્ધ કોર્ટ ઓફ ક્ધટેમ્પટની અરજી પણ કોર્ટમાં કરી છે. આ કામમાં ફરીયાદી ધારાશાસ્ત્રી એલ.જે. શાહી, ચંદ્રકાન્ત દક્ષીણી, ભુવનેશ શાહી તથા હિતેશ ગોહીલ રોકાયા છે.

  • રાજકોટમાંથી ઘોડા ડોકટર પકડાયો – લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર નરાધમ પાસેથી ૧૦ હજારનો મદ્દામાલ કબજે

20 Sep 22 : રાજકોટમાંથી વધુ એક ઘોડા ડોકટર પકડાયો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ફરજી ડોકટરને ૧૦ હજારના મુદ્દામલ સાથે રાજકોટ પોલિસે પેટ્રોલિંગ સમયે ધરપકડ કરી હતી. આ ઘોડા ડોકટર કોઈ પણ ડિગ્રી વગર ડોકટર બની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. રાજકોટ શહેરમાં વધુ એક એસઓજીએ ધરપકડ કરી છે. હલેન્ડા ગામે લોકોમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ફ્રોડ ડોકટરને પોલીસે પકડી પાડી તેની પાસેથી મેડિકલ સાધન દવા અને ઇન્જેક્શન મળી. કુલ રૂપિયા ૧૦,૭૫૦નો મુનામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ એસઓજી ટીમનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ રવિભાઈ વાંકને મળેલી બાતમી આધારે કોટડા સાંગાણી ના જુના રાજપીપળીયા ખાતે રહેતો કિસન જયસુખ ગણોદિયા નામનો ૨૭ વર્ષીય કોઈપણ ડીગ્રી ધરાવ્યા વગર હલેન્ડા ગામ ખાતે ક્લિનિક ચલાવી રહ્યો હોવાની બાકી મળતા સ્ટાફે ત્યાં દરોડો પાડી કિશન ગણોદિયાની ધરપકડ કરી છે જ્યારે તેની પાસેથી મેડિકલના સાધનો દવાઓ અને ઇન્જેક્શનનો મળી કુલ રૂ.૧૦,૭૫૦ નો મુદ્દા માલ કબજે કર્યો છે. હાલ પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.અને તે કેટલા સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો તે દિશામાં પણ તપાસ કરી રહી છે.